________________
શાશ્વત સૌરભ ભાગ-૧
તમામ બિલાડીઓને હાંકી કાઢી અને મહારાજાએ રાજકુંવર માટે લોખંડી–પોલાદી સુરક્ષા ગોઠવી દીધી. સાતમે દિવસે માર્ઝારના મોહરાવાળો આગળો બાળકના મસ્તકે પડ્યો. બાળકુંવર યમરાજાને શરણે, મોતના મુખમાં ધકેલાઈ ગયો! ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજાને આશ્વાસન આપવા મહેલે પણ પધાર્યા. ગુરુનું ગૌરવ, યશ-પ્રતિષ્ઠા ચોપાસ ફેલાઈ ગઈ અને વરાહમિહિર પંડિતનું જ્ઞાન-ભવિષ્ય મિથ્યા ઠર્યું. વરાહમિહિર પંડિત અનેક ઘટનાઓમાં મિથ્યા-અસત્ય ઠરતાં અંતરથી અજંપો ઉદ્વેગ અને પોતાના સગાભાઈ ભદ્રબાહુ સ્વામીનો પ્રબળ અસૂયાયુક્ત બન્યો. દ્વેષથી ધગધગતો વરાહમિહિર ક્રૂરકાળપંજાની થપાટ ખાઈ મરણ પામી, વ્યંતર ગતિમાં હલકો દેવ થયો. વ્યંતરયોનિમાં જ્ઞાનબળે પોતાની પૂર્વાવસ્થા જોઈ હૈયામાં જૈનદ્વેષની આગ ભભૂકી ઊઠી. દૈવિક શક્તિથી સકલસંઘમાં અને નગરમાં પ્લેગ, મહામારી, મરકીનો રોગ ફેલાવ્યો. નગરજનો મચ્છરની જેમ કમોતે મરવા લાગ્યાં. લાચાર સંઘે ગુરુદેવને વિનંતી કરી કે ઉપદ્રવને નાબૂદ કરો. ગુરુએ શ્રુતજ્ઞાનનાં ઉપયોગ દ્વારા હકીકત જાણી અને દૈવિક ઉપદ્રવકર્તા ઉવસગ્ગહરંની મંત્રગર્ભિત સ્તોત્રની રચના કરી અને તેના મંત્રિત જળ દ્વારા ચોમેર છંટકાવ કરાવ્યો અને વરાહમિહિર દ્વારા કરાતા ઉપદ્રવનો નાશ કર્યો. આપણા જૈન શાસનના શ્રુતકેવલી પ્રખર–નિમિત્તજ્ઞ અને સમયના પ્રખર જ્ઞાની એવા ભદ્રબાહુ સ્વામીએ જ્યોતિષ ફળકથન દ્વારા અનેક લોકોને જિનશાસનમાં સ્થિર કર્યા.
ભદ્રબાહુ સ્વામીએ ‘ભદ્રબાહુ સંહિતા’ અને ‘શ્રીગૃહશાંતિ સ્તોત્રમ્’ની જૈનસંઘને ભેટ ધરી છે. ખરેખર પૂર્વધર શ્રુતકેવલી ભગવંતે ગ્રંથોનું સર્જન કરી જૈનશાસનમાં ચિરકાળ સુધી સ્થાયી થઈ આપણા ઉપર અદ્ભુત ઉપકાર કર્યો છે. વરાહમિહિરે ‘બૃહદ્ સંહિતા' અને ‘બૃહદ્ જાતક' વગેરે ગ્રંથોનું સર્જન કરેલ છે.
શ્રુતકેવલી ભગવાન પૂજ્યપાદ ભદ્રબાહુસ્વામી સૂરિસમ્રાટના ચરણયુગ્મે કોટિ કોટિ વંદના.
યુગપ્રધાન, પ્રજ્ઞાપુરુષ પૂ. પાદ આ. ભ. શ્રી આર્યસુહસ્તિસૂરીશ્વરજી મ.સા.
વિપ્રકુળમાં જન્મ અને ગુરુસત્સંગના પુણ્યપ્રકાશે, પ્રવ્રજ્યાના પથિક બન્યા. ગુરુકૃપા-સાધના-શાસ્ત્રસ્વાધ્યાયના સહયોગે આર્યસુહસ્તિમુનિપ્રવર સૂરિપદને વર્યા.
મહાશ્રુતધર આર્યસુહસ્તિસૂરીશ્વરજી મહારાજા તરીકે
Jain Education International
૨૨૩
પ્રસિદ્ધિને પામ્યા. પ્રબળ પુણ્યપ્રભાવી પૂ. યુગપ્રધાન સૂરિસમ્રાટ પાટલીપુત્રના (પટના સિટી) સંપ્રતિ સમ્રાટના ગુરુપદથી યશનામી બન્યા. મુહૂર્તશાસ્ત્રના પ્રખરજ્ઞાની એવા પૂ. પાદ આ. ભ. આર્યસુહસ્તિસૂરીજી દ્વારા ૧૫ કરોડ જિનબિંબની પ્રતિષ્ઠા થઈ. તેઓ મુહૂર્તશાસ્ત્રના કેવા જ્ઞાતા હશે? એમના હસ્તકમળ દ્વારા જે જે પ્રતિમાજીઓ ઉપર વાસનિક્ષેપ દ્વારા મંત્રાભિષેક થયો તે પ્રતિમાજીઓ ચૈતન્યવંત, અતિ તેજોવંત, મહામહિમાવંત બની ચૂકી! જિનશાસનમાં તે કાળે પ્રખરમુહૂર્તશાસ્રના, સમયના, ગણિતના, સાધનાસિદ્ધિ દ્વારા મન્ત્રશાસ્ત્રના પ્રખર જ્ઞાતા તેઓશ્રી જ હતા. એ મંત્રોની શક્તિ દ્વારા અપૂર્વ તેજોવલય પ્રતિમામાં નિહિત કરી શકતા. મુહૂર્ત-મંત્ર-મગ્નતાનો ત્રિવેણી સંગમ થાય ત્યારે બિંબમાં ચૈતન્યતા જાગી ઊઠતી. અંજનશલાકા વખતે મુહૂર્ત ગમે તેવાં સારાં શ્રેષ્ઠ હોય. યોગ અને સિદ્ધિમંત્રનો પ્રયોગ, સાથે સાત્ત્વિક ઉપયોગ મૂકી જો અંજન કરવામાં આવે તો એ જાગૃત થયેલી પ્રતિમા યુગોના યુગો સુધી દિવ્ય અજવાળાં પાથરી કંઈક લોકોનાં મિથ્યાત્વ દૂર કરી અને અંતરને સમ્યક્ દર્શન દ્વારા ભાવિત કરે, ભાગ્યવાન બનાવી દે છે. મુહૂર્ત નિમિત્તમાત્ર હોય છે. પ્રતિમામાં અંજનનો ન્યાસ કરનાર વિભૂતિ અંતરથી ઊજળો હોય તો જ પાષાણની પ્રતિમાને સાક્ષાત્ દિવ્ય આભામંડળની જીવંતમૂર્તિમાં પરિણત કરી શકે.
પૂ. પાદ આર્યસુહસ્તિસૂરિજી મ.ની કેવી દિવ્યતા ને ભવ્યતા હશે કે અંજન દ્વારા પ્રતિમાને પ્રાગટ્ય સ્વરૂપમાં સહજભાવે લાવી દેતા! દેશવિદેશ તેમજ ભરતક્ષેત્રના સંપ્રતિ મહારાજાના આધિપત્ય હેઠળ રહેલ ત્રણ ખંડ રાજ્યના પ્રત્યેક ખૂણે સંપ્રતિસમ્રાટ દ્વારા નિર્મિત અને સ્થાપિત પ્રતિમા જ્યાં પણ બિરાજમાન હશે તે પ્રત્યેક વાસ્તવિક શાસ્ત્રીય માપની છે. સમચતુરસ્ર સંસ્થાન યુક્ત છે. ‘શ્રી મુનિસુવ્રત' મહાકાવ્ય (પઘ)માં પ.પૂ. આ.ભ. શ્રી વિનયચંદ્રસૂરિ મ. સા.એ વિસ્તૃત વિશિષ્ટ પ્રકારનું વર્ણન કર્યું છે. પ્રતિમા ક્યા કાષ્ઠમાંથી? કઈ ધાતુમાંથી? કેવા પ્રકારના પાષાણમાંથી? કેટલા ઈંચની? કઈ રીતે પધરાવવી? પ્રત્યેક અંગોપાંગોની ગોઠવણી કઈ રીતે કરવી? કેવી પ્રતિમા કેવા પ્રકારની હોય કેવું ફળ આપે? તેનું ખૂબ જ વિશદ વર્ણન પદ્યરૂપે કરવામાં આવ્યું છે. કેવા મુહૂર્તમાં શિલ્પી દ્વારા અપાયેલાં ટાંકણાં વગેરે ઘણી બધી ઝીણવટભરી માહિતી મજાના શ્લોકો દ્વારા ગ્રંથોમાં સંગ્રહિત કરાયેલી છે. પ્રતિમા ખૂબસુરત બને, હસમુખી બને, મોહક પણ કદાચ બની શકે, બધું બનવાજોગ છે. શાસ્ત્રને નજર સમક્ષ રાખી તે પ્રકારના નિયમોને આધીન બની જો પ્રતિમાનું નિર્માણ કરાવવામાં આવે
For Private & Personal Use Only
www.jainelibrary.org