________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શ્રેષ્ઠ કોટિની વિદ્વતા ધરાવતા હતા. આવા મહાપુરુષોની ખોટ સાલે તે નિશંક છે અને એજ સમુદાયનાં, આબાલવૃદ્ધ સૌ જેમને દાદા'ના હુલામણા નામે બોલાવતાં, એવાં પ.પૂ. આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરિ મ., જે હાલ થોડા સમય પહેલાં જ દિવંગત થયા, વર્તમાનકાળમાં ઠેર ઠેરથી વિદ્વાન જ્યોતિષીઓ જેમની પાસે આવી, પોતાની ભૂલોને સુધારતા અને નવું કંઈક પામતા તેમણે ઘણાં મુહૂર્તોને ચોખ્ખાં કરી આપ્યાં છે.
ભારતદિવાકર, સમયજ્ઞ, જ્યોતિષશાસ્ત્રનિપુણ ૫. પૂ. આ. ભ. શ્રી ગુણસાગર સૂરિ
મહારાજ
ગામ કચ્છ દેઢિયાના–ભરયુવાવયે દીક્ષિત થયા. અલ્પકાળમાં જ સ્વપરના સમય-આગમાદિમાં પારંગત થયા, દીક્ષાના પાંચમા વર્ષે ઉપાધ્યાય પદને વર્યા. ઉતરોત્તર પ્રગતિ કરતા સૂરિપદને વર્યા, બાદ ખૂબ જ શાસનપ્રભાવના કરી ભારતવિખ્યાત બન્યા. સર્વગચ્છનાં સાધુ-સાધ્વી ભગવંતોમાં આદરણીય સ્થાન પામ્યા. તેમના જીવનમાં જે વિશિષ્ટ પ્રસંગો બન્યા, તેનો હું પોતે (લખનાર ગણિ વીરભદ્ર સાગરજી મ.) સાક્ષી છું. વાતાવરણ ગંભીર હતું. કચ્છ (માંડવી) જૈન સંઘના પદાધિકારીઓએ કીધું કે, મૂળનાયક શાંતિનાથદાદાની પ્રાચીન પ્યોર સોનાની આંગી ચોરાઈ ગયેલ છે. ખૂબ તપાસ કરાવી, છતાં પત્તો ખાતો નથી. હવે બધી આશા આપના પર જ છે. ૧૦ દિવસ થયા. હજુ કોઈ ચોરની કડી કે કેડી (પગદંડી) મળતાં નથી. હવે શોધવા ક્યાં? આપ જ ફરમાવો! પૂજ્યશ્રી મૌન રહ્યા. ૫ મિનિટ બાદ નાભિગંભીર નાદે વદ્યા. ‘ભાઈઓ, ચિંતા ના કરશો. આજથી ૭મા દિવસે બપોરના ૧૨ થી ૧ વાગ્યાની વચ્ચે આંગીના માલ સાથે ચોર હાથોહાથ ઝડપાઈ જશે. બસ, સંઘના શ્રાવકોને કંઈક કળ વળી. બરાબર સાતમા દિવસે તે જ સમયે ચોર મુદ્દામાલ સાથે મળી ગયો. શ્રી માંડવી જૈન સંઘની દરેક વ્યક્તિમાં ‘અહો આશ્ચર્યમ્!'નો તેજ લિસોટો ફેલાઈ ગયો. હર્ષનાદ ગુંજી ઊઠ્યો. ખરેખર મહાપુરુષોની જ્ઞાનલીલા, દૈવી સાધના, દૈવજ્ઞ (જ્યોતિષસાધના) અકથ્ય, અવર્ણનીય હોય છે.
એ ભૂલવું નહીં કે આજે પણ ચમત્કાર સર્જાય છે, તે ચમત્કારને સર્જનાર શુદ્ધ-સાત્ત્વિક, સાધક અને નિસ્પૃહશિરોમણિ હોવો અતિ અતિ આવશ્યક છે, તો જ દુર્ઘટનામાંથી સ્વ-પરશ્રીસંઘને ઉગારી શકે. ૨. પ્રસંગ :સાંજનાં ૭-૩૦ કલાકે કચ્છ મકાડામાં સાહેબજી બિરાજમાન હતા ત્યાં ભૂજપુરનો સંધ (પદાધિકારીઓ) આવ્યો. પૂજ્યશ્રી, ભૂજપુર ગામે અંજનશલાકા
Jain Education International
૨૨૯
પ્રતિષ્ઠા થવાની છે પણ શ્રીસંઘ ઉપર ભારે ઉપદ્રવોની અગનજ્વાળા ફેલાઈ ચૂકી છે અને શ્રીસંઘ સંકટોમાં ઘેરાઈ ચૂક્યો છે. આપશ્રી તો પધારશો જ, પરંતુ આપના જે ઉપાધ્યાયજી મ. છે એમને પણ સૂરિપદે અલંકૃત કરી પધારો, જેથી અમારી ઉપર આવનાર વિઘ્ન ટળી જાય. સાહેબજી, થોડી જ પળોમાં બધું સમજી ગયા, કારણ પૂજ્યપાદશ્રી નિર્ણય લેવામાં પવનવેગી હતા. દૂરંદેશીતાના તેઓ પારદર્શકસ્વામી હતા. નિર્ણય લેવાઈ ગયો. પૂ. ઉપાધ્યાય ગુણોદયસાગરજી મ.સા.ને અખાત્રીજના દિવસે આચાર્યપદવી આપવી. મકડા ગામમાં જિનભક્તિનો મહોત્સવ ચાલતો જ હતો. અખિલ ભારત અચલગચ્છ શ્રીસંઘના અધિકારીઓ પહોંચી આવ્યા. અખાત્રીજના દહાડે એક મુમુક્ષુની દીક્ષા સંગાથે રંગે ચંગે ઉપાધ્યાયશ્રીને સૂરિપદથી અભિષિક્ત કરી પ.પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરિ મહારાજાસાહેબ નામ આપી પોતાના પ્રથમ પટ્ટધર તરીકે સ્થાપ્યા. કહેવાનું તાત્પર્ય એ જ કે ઘડીના વિલંબ વિના નિર્ણય લેવાઈ તો ગયો. સૂરિપદ જેવી મોટી પદવી તથા સ્વસમુદાયનું નેતૃત્વ, પોતાનો વારસો બધું પૂજ્યશ્રીએ નૂતનસૂરિ ભગવંતને સોંપ્યું. કેવું હશે એ મુહૂર્ત! કે જે સમયે પૂજ્યપાદશ્રીના મસ્તકે વાસનિક્ષેપ થયો. આજે એ અચલગચ્છાધિરાજ તપસ્વીસમ્રાટ, પરમમૌની, સ્વસાધનારત, પુણ્યપ્રભાવી આચાર્યભગવંતશ્રી ગુણોદયસાગરસૂરિ મહારાજા સોળે કળાએ ખીલ્યા હોય તો તેની પાછળ જો કોઈ કારણ હોય તો, જરૂર અતીતમાં ડોકિયું કરશું તો ખ્યાલ આવી જાય કે મુહૂર્તચિંતામણિ સમા પૂજ્યપાદ ગુણસાગરસૂરિ મ.સા. કેમ ભુલાય? ખરેખર, મુહૂર્તની નાડીને પરખીને અપાયેલું મુહૂર્ત મૌક્તિક બની ચળકી ઊઠે છે. ચિરકાળ સુધી સુખાનંદ આપે છે. મુહૂર્તને જાણ્યા વિના આડેધડ અપાતાં મુહૂર્તો કુમુહૂર્ત બની મોતના મુખમાં યા મલીનતાના મહારણ્યમાં ધકેલી દે છે. જો મુહૂર્તને પરખ્યા વિના અપાય તો ખાલી સંક્લેશની રખ્યા જ હાથે ચડે છે. ક્યારેક પરખ વગરનું મુહૂર્ત વખ (Poison) બની આપણી પરિસ્થિતિને પછાડી જિંદગીને પાયમાલ કરી નાખે છે. ઘણાં ઘણાં ઉદાહરણો વર્તમાનમાં પણ જોવા મળે છે, જેમ કે કુમુહૂર્તોમાં થયેલી દીક્ષા, પ્રતિષ્ઠા કે પછી સાંસારિક કોઈપણ સ્થિતિ કેવી ખાનાખરાબી નોતરે છે. જ્યોતિષચક્ર કર્મચક્રની અટપટી સાપસીડી જેવી એક ગેમ છે. રમતાં આવડી જાય તો રાજા બનાવી દે અને ક્યાંક ગડથોલું ખાધું તો રંક બનાવતાં શરમાતી નથી. સીડી તો સડસડાટ સોપાન ચડાવી દે છે, પરંતુ સાપ જો એકવાર ડંખ મારે તો કેટલા ગબડી પડાય, એ કાંઈ નક્કી નહીં, માટે ગ્રંથ ભણતાં કે પછી તેનો સદુપયોગ કરતાં પણ પાકી સાવધાની રાખવી જરૂરી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org