________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૩૩
પશ્ચિમ ભારdળાં જનમંદિશેની
થાપત્યકલા અને મહત્વ
– ગુણવંત બરવાળિયા
ઘરકુટુંબ કે વંશવેલાની વિશિષ્ટ વ્યક્તિ હરહંમેશ તે-તે કુટુંબમાં સદાય આદરપાત્ર અને સ્મરણીય હોય છે. ગામ કે શહેરને સ્થાપનાર-સંવર્ધન કરનાર વ્યક્તિ પણ સર્વકાળે પ્રજામાં અવિસ્મરણીય સ્થાનની અધિકારી બની રહે છે, કારણ કે તે વ્યક્તિની વિચારસરણી, આદર્શો અને ભાવનાઓની કલ્પના તથા તેને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ ભવિષ્યની પ્રજાને પ્રેરણા આપતો હોય છે. માણસ તો તેજઅંધારનું અજબ પૂતળું છે. એને લપસણા અંધારામાં સરી પડતાં વાર લાગતી નથી. એવે વખતે જીવનનાં બહુમૂલ્ય મૂલ્યો માણસ સામે હોય તો તે તેમાંથી સારી પ્રેરણા પામીને સાચી દિશા પકડી શકે છે. ભગવાનની મૂર્તિ સ્થાપવી અને એના નિવાસ માટે મંદિરની રચના કરવી, એ આવી વૃત્તિમાંથી ઉદ્દભવેલી ઘટના છે.
પ્રત્યેક ધર્મમાં યુગે યુગે અવતારી પુરુષો જન્મતા રહ્યા છે. ઈશ્વરના દેવત્વને લઈને અવતરનાર આ દેવાંશોએ માનવજાતનો ઉદ્ધાર કર્યાના સિલસિલાબંધ દષ્ટાંતો મોજૂદ છે. અનેક દિશાઓમાં ફંટાતા માનવજીવનને યોગ્ય દિશામાં વાળવામાં આ અવતારો, તીર્થકરો, પયગંબરોએ જીવન ખસ્યું છે એટલે જ એ સામાન્ય માનવી. કરતાં મહાન છે, ભગવાન છે. એવા મહાન આત્માનો નિવાસ પણ મહાન જ હોવો જોઈએ ને ! એટલે તો આપણાં મંદિરો, દેવળો, દેરાસરો મુઠ્ઠી ઊંચેરાં હોય છે. એનાં શિખરો ગામ-શહેરનાં રાજમહાલયો કરતાં ઊંચાં હોય છે.
વળી, મંદિર તરફ પગ મૂકતો સામાન્ય માનવી આ જગતના ત્રિવિધ તાપમાં અમળાતો-અથડાતો, દેવ પાસે પ્રાર્થના માટે જતો હોય છે, શાતા પામવા અને યોગ્ય પ્રેરણા લેવા જતો હોય છે, ત્યારે મંદિર ભવ્ય હોય એટલું જ પૂરતું નથી. એ સુંદર અને પવિત્ર પણ હોવું જોઈએ, તો જ મંદિરમાં પગ મૂકતાં માણસની કષાયવૃત્તિઓનું શમન થાય છે. મંદિરનું વાતાવરણ જ માણસની લૌકિક કંઠાઓથી છૂટકારો આપે છે. એટલે તો પ્રસન્નકર શિલ્પાકૃતિઓથી મંદિરોનું સ્થાપત્ય અલંકૃત કરવામાં આવ્યું હોય છે. આરસ, પત્થર, ધાતુઓ પરની અદ્ભુત કોતરણી ભાવુક જીવને પ્રસન્ન પ્રસન્ન બનાવે છે અને આ લોકની વિટંબણા, પીડા, ઝંઝાળ, મથામણમાંથી છુટકારો અપાવીને સુંદર, શાંત, પવિત્ર, અ-લૌકિક વિશ્વમાં લઈ જાય છે. આમ, મંદિરો તેનાં સ્થાપત્ય-શિલ્પને લીધે અનોખું જીવનસંગીત રચે છે અને માનવીને ભવ્યતા અને રમ્યતાનો અહેસાસ કરાવે છે.
શ્રી આર. ટી. સાવલિયા એક નોંધમાં લખે છે તે મુજબ રાજસ્થાન અને ગુજરાતમાં નવાં રાજ્યોની સ્થાપના (૧૦મી સદી) સાથે શાંતિભર્યા ધંધા કરનારી જૈન પ્રજાએ નગરોની જાહોજલાલીમાં સારો ભાગ ભજવ્યો ને ઉપયોગી સમાજ તરીકે પણ આદર પામી. ગુજરાતનાં નવાં પાટનગરો વસ્યાં ત્યારે તેમાં આગળ પડીને બાંધકામો કરનાર જૈન સમાજો હતા. જૈન ધર્મના શ્રીમંતો અને દાનવીરોએ દેવકા માં પોતાની સંપત્તિ આપી ચિરકાળનો યશ પ્રાપ્ત કર્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org