________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૪૫
ઓસિયા ઓસવાલ વાણિયાનું જન્મસ્થાન ઓસિયા એ જોધપુર વાયવ્યમાં ૬૬ કિ.મી. દૂર આવેલ નાનું પણ સુંદર રળિયામણું ગામ છે. જોધપુર-ફાલોદી-જૈસલમેર સાથે ટ્રેનથી અને જોધપુર-ફાલોદી સાથે બસથી સંકળાયેલ આ નાનકડી નયનરમ્ય જગ્યામાં ફક્ત બે જ ધર્મશાળાઓ છે. આ બેઉ ધર્મશાળા જૈનોની જ છે. એક મહાવીરમંદિરમાં અને બીજી સચિયામાતાના મંદિરમાં–અહીં ભોજનશાળા પણ છે.
ઓસિયા-એ એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી જગ્યા છે, જ્યાં ફક્ત જૈનોનાં જ નહીં હિંદુઓનાં પણ ઘણાં સુંદર અને મહત્ત્વનાં મંદિરો બંધાયેલ છે–આમાંનાં પ્રાચીન મંદિરોમાંના હરિહર, વિષ્ણુ, સૂર્ય, પીપળાદેવી, સચિયામાતાનાં મંદિરો કે જે સાધારણ ૮ થી ૧૦મી શતાબ્દીનાં છે એ ઘણાં મહત્ત્વનાં છે. એમ કહેવાય છે કે એક કાળે ઓસિયામાં લગભગ ૧૦૮ મંદિરો હતાં.
સિદ્ધસેનસૂરિ રચિત સકળતીર્થ સ્તોત્રમાં આ મહાવીરમંદિરનો ઉલ્લેખ આવે છે. પ્રતિહાર રાજા વત્સરાજાના સમય દરમ્યાન લગભગ ઈ.સ. ૭૮૩-૯૨માં આ મંદિર બંધાયેલ હોવાની માન્યતા છે.
ઓસિયાનાં ઘણાં નામો છે, જેમાંનાં જાણીતાં નામોઉપકેશા, ઉપકેશ-પાટણ, ઉશ્કેરા, મેલુપુર, પાટણ, નવતેરી વગેરે છે. | વિક્રમની ૧૪મી શતાબ્દીમાં લખાયેલ પુસ્તક “ઉપકેશગચ્છ પટ્ટાવલી’ આ મંદિરના બાંધકામનો ઇતિહાસ કંઈ આ રીતે જણાવે છે : વીરનિર્વાણ સંવત ૭૦માં ઉપાલદેવ રાજાના મંત્રી ઉહાડે આ મંદિર બંધાવેલ અને આચાર્ય રત્નપ્રભસૂરિજી (પાર્શ્વનાથથી હારમાંના ૭મા) એ મહાવીર ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, એની વાર્તા કંઈક આવી છેભિનમાળના રાજા ભીમસેન એક શક્તિશાળી રાજા હતા–એમને શ્રીપુંજ અને ઉપલવ નામના બે પુત્ર હતા–એક વાર આ બેઉ ભાઈઓમાં ઉગ્ર મતભેદ થતાં, ઉપલદેવ રાજ્ય છોડીને ચાલી ગયા. મંડોવર નજીક ઓસિયા અથવા ઉપકેશની એમણે સ્થાપના કરી–આ સમયે ત્યાં કોઈ જૈન શ્રાવક-શ્રાવિકા ન હતાં. ફરતાં ફરતાં એકવાર રત્નપ્રભસૂરિજી પોતાના ૫00 શિષ્યગણ સાથે અહીં આવ્યા અને નજીકના લુણાટ્રી પર્વત ઉપર રહ્યા. રાજા અને પ્રજા બેઉ મુનિશ્રીના પ્રશંસક બની ગયા. એકવાર અહીંના
રાજકુમારને સર્પદંશ થયો ત્યારે એને શ્રી રત્નપ્રભસૂરિજીએ ઠીક કર્યા. આ ચમત્કાર જોઈને રાજા અને લગભગ ૩ લાખ જેટલી પ્રજા અને ૮૪ હજાર રાજપૂતોએ જૈનધર્મનો સ્વીકાર કર્યો. ઉહાડ મંત્રીએ આ સમય દરમ્યાન આ મંદિરનું નિર્માણ કર્યું. બીજી એક લોકવાયકા અનુસાર રાજા ઉપલદેવે આ મંદિર બંધાવ્યું છે.
લોકવાયકા પ્રમાણે તો ભગવાન શ્રી મહાવીરની મૂર્તિ દૂધ અને રેતીની બનેલી હતી. ચામુંડાદેવીએ આ મૂર્તિ જમીનની નીચે બનાવેલ પરંતુ એમણે કહેલા સમયની પહેલાં એને બહાર કાઢતાં, મૂર્તિની છાતી ઉપર બે ગાંઠ આવી ગઈ છે.
મંદિરમાંનાં તોરણ, ખાંભ અને દેવકુલિકા ઉપરના લેખોથી મંદિરના બાંધકામ, સમારકામ વિશેની માહિતી મળે છે. આનું કામ કોણે અને ક્યારે કરાવ્યું એનો ઉલ્લેખ મળે છે. નળમંડપમાં ૨૮ લીટીનો શિલાલેખ છે, જે રાજા વત્સરાજાની સ્તુતિ કરે છે અને કહે છે કે એ રાવણને મારનાર રામના ભાઈ લક્ષ્મણના વંશજ છે અને આ મંદિર એમણે બંધાવેલ છે. એમાં જિંદાક વ્યાપારીનો પણ ઉલ્લેખ છે કે જેમણે રંગમંડપ બંધાવી અને વિ.સં. ૧૦૧૩માં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ભંડારકર આ મંદિરને ઈ.સ. ૭૭૦-૮૦૦ના કાળમાં મૂકે છે.
શિલ્પકામનું વર્ણન
પ્રત્યેક શિલ્પ સ્થાપત્યમાં આપણને કલા કૌશલ્યનાં દર્શન અવશ્ય થવાતાં જ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org