________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૪૩
હોય છે. વિમલવસહી મંદિરમાં યમ એ લેખન-કલમ સાથે કોતરેલ છે જે એક અસાધારણ રજૂઆત છે.
વિદ્યાધર લોકપ્રિય હોવા છતાં મૂર્તિશાસ્ત્રમાં એનું મહત્ત્વ એટલું નથી. લગભગ છ-છજ્જા ઉપર નહીં તો બ્રેકેટ મૂર્તિ તરીકે હોય છે. નૈગમેશીને હંમેશાં હરિણમુખવાળો દેખાડાય છે– જે રીતે હિંદુમૂર્તિમાં હોય છે.
પંચકલ્યાણનાં દશ્યો લગભગ બધે જ સરખી રજૂઆત પામેલ છે. ચ્યવનકલ્યાણકમાં જિનમાતા સતેલાં દેખાડાય છે અને એની બાજુમાં ૧૪ શુભ વસ્તુઓ કે જે એના સપનામાં દેખાય છે તે મૂકેલ હોય છે. જન્મકલ્યાણકમાં શક્ર (ઇન્દ્ર)ના ખોળામાં તીર્થકર બેસેલ છે અને એને સ્નાન કરાવે છે, દીક્ષાકલ્યાણકમાં જિન પોતાના વાળ ખેંચતા અને કાયોત્સર્ગ મુદ્રામાં દેખાય છે
જ્યારે સમવસરણની રચના એ જ્ઞાનકલ્યાણકની રજૂઆત કરે છે. નિર્વાણ કલ્યાણકમાં તીર્થકર સમવસરણની મધ્યભાગમાં ધ્યાન મુદ્રામાં બેઠેલા દેખાડે છે.
શરૂઆતના કાળમાં મૂર્તિશાસ્ત્ર પ્રમાણેનાં શિલ્પો સ્પષ્ટ દેખાય છે અને પછી મધ્યયુગમાં લગભગ એક સરખી જ મૂર્તિઓ જોવા મળે છે. પછી તો પરંપરાગત શાસ્ત્ર પ્રમાણેનાં શિલ્પો કોતરેલાં મળતાં નથી. બાકીનામાં પરચૂરણ મૂર્તિઓ જ વધારે છે. મૂળનાયકની પ્રતિમા સિવાય બીજી મૂર્તિઓની સુંદરતા ઓછી થતી જાય છે અને એનાં કદ અને બીજી વિગતોમાં પણ ઘટાડો થતો ગયો છે. વળાંક રહ્યા છે પરંતુ એની અને ગોળાકારની મોહકતા ખોવાઈ ગઈ છે.
ધાતુ પ્રતિમા પ્રાચીનકાળથી ભારતમાં ધાતુ ઉપર કામ કરવાની કળા પ્રચલિત છે. વૈદિક આર્યાનાં ઘર અને પૂજા માટે આયસ (કદાચિત તાંબુ)નાં વાસણ બનાવતાં તેમજ સોનાના અલંકાર પણ વાપરતા. કાચીધાતુ ગાળવા ભઠ્ઠીનો ઉપયોગ કરતાં.
ઈ.સ. ૧૨મી સદીના વાસુનંદી, પોતાના શ્રાવકાચારમાં કહે છે કે “તીર્થકર અને સિદ્ધ કે આચાર્યની મૂર્તિ શાસ્ત્રમાં કહેલ (પદિમૂ-લાખન-વિધિ) વિધિ પ્રમાણે રત્નો, સોનુ, મણિ, ચાંદી, પિત્તળ, મોતી અને પથ્થરમાંથી બનાવવી.” “વાસુબિંદુ પોતાના પ્રતિષ્ઠા પથમાં ઉપરની યાદીમાં સ્ફટિકનો ઉમેરો કરે છે.” જિનની નીચે મોટી કમળ-બેઠક અને એના ઊચા ઊઠતા કમળવાળી મૂર્તિની ઘણી પ્રશંસા થાય છે. દિગંબર લેખક અસરધારા (ઈ.સ. ૧૨મી શતાબ્દી) સોના, ચાંદી, પિત્તળ કે
કાંસ્ય તેમજ રત્નો, પથ્થર અને લાકડાનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે કરવાનું કહે છે.
મધ્યયુગના જૈન સાહિત્ય જેમકે આચાર દિનકર (ઈ.સ. ૧૪મી શતાબ્દી)માં જેમાંથી મૂર્તિ બનાવી શકાય એવી મોટી યાદી આપેલ છે. એના પ્રમાણે આપણે સોનાની મૂર્તિ, ચાંદી કે તાંબાની મૂર્તિ બનાવી શકાય, પરંતુ કાંસા, સીસા અને પતરાની મૂર્તિ ન બનાવી શકાય. કોઈવાર પિત્તળ વાપરી શકાય પરંતુ મિશ્ર ધાતુ ન વપરાય. પુસ્તકમાં હજી કહ્યું છે કે ધાતુ કે કોની મૂતિ જા તૂટી જાય તો એનું સમારકામ કરીને પૂજામાં વાપરી શકાય છે, પરંતુ લાકડા કે પથ્થરની મૂર્તિ જો તૂટી જાય તો એનું વિસર્જન કરવું એનું સમારકામ કરી પૂજામાં વાપરવી નહીં.
ગુરુની ગેરહાજરી દરમ્યાન એની નિશાનીની સ્થાપના કરવા જૈનશાસ્ત્ર અનુયોગદ્વાર કહે છે કે “નિશાની લાકડાની (કથકમ્મા), ચિત્રકામ (ચિત્કામ), પ્લાસ્ટર (લેપકામ), ફૂલ અથવા ગૂંથેલું (ગંથિમા) અથવા કપડાની (વેદીમા) અથવા ભરેલા કાસ્ટ (પુરિમા), અથવા ઠોકીને બનાવેલ (સમર્ધમા) ધાતુ કામની હોવી જોઈએ.” હરિભદ્ર એની ઉપર ટિપ્પણ કરતાં કહે છે કે “પુરિમા એટલે ભરિમન, એટલે કે પિત્તળની મૂર્તિ જેના ઘાટની અંદર પોલાણ છે.” (પુરિમા ભસ્મિન) સાગરભરતી કડિબ્રીતા પ્રતિમા (વત). આના ઉપરથી સાફ થાય છે કે પુરિમા-ભરિમા એ લોસ્ટ વેક્સ રીતથી બનાવેલ મૂર્તિને જ સંબંધિત છે અને હરિભદ્ર હજી આગળ કહે છે કે એમાં કોર
જૈન ધાર્મિકશાસ્ત્રોમાંથી એક અંગ ‘નાયાધમ્મકહા'માં રાજગૃહના બેંકરની ચિત્રગેલેરીનો ઉલ્લેખ છે. એમાં કહેલ છે કે આ લાકડા (કથાકમ), સ્ટકો (પોષકમ્મા) અને પ્લાસ્ટરકામ (લેપકામ), ફૂલ અને છાબ (ગંથિમા), ભરેલ, પોલી અને નક્કર ઢીંગલીઓ (પુરિમા-ભરિમા), કપડાંની મૂર્તિઓ (વેષ્ટિમા) અને ઠોકેલી મૂર્તિઓ (સમર્ધયા)થી સુશોભિત છે.
આ શાસ્ત્રમાં રાજકુમારી મલ્લિની મોટી સોનાની મૂર્તિનો ઉલ્લેખ છે કે જે પછી તીર્થકર થયાં. આ મૂર્તિ પોલી હતી અને એમાં અન ભરેલું હતું એને સડાવવામાં આવ્યું હતું. આનો મલ્લિએ ખૂબ સુંદર ઉપયોગ કર્યો. પોતાના હાથની માગણી કરનારને મલ્લીએ આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે જેમ મૂર્તિ બહારથી સુંદર છે પરંતુ અંદરના સડેલા અન્નને લીધે ખરાબ વાસ આવે છે અને પાસે કોઈ જઈ શકતું નથી એમ આપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org