________________
૨૨૨
લેખક ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ.ને તેમના સ્વજીવન વિષે જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેઓ ફક્ત એટલું જ કહે છે કે “જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી ભવોભવ મને જિનશાસનની સેવા મળજો, પરોપકારનાં કાર્યો કરી મારા આત્માને ધન્ય બનાવતો રહું અને મળેલા જ્ઞાનને સારી રીતે પચાવી તેનો સ્વપરનાં શુભ કાર્યો માટે વિનિમય કરતો રહું એજ પ્રભુ-પ્રાર્થના.’’
ખરેખર, પ્રાચીન કે અર્વાચીન મહાપુરુષો જે જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન દ્વારા શુભમુહૂર્તો આપી, જિનશાસનની જબ્બર નિષ્કામ, પરાર્થ, પરમાર્થભાવે જે સેવા બજાવી રહ્યા છે તે તમામ જિનશાસનના આકાશમાં સૂર્યસમાન પૂ. સૂરિ ભગવંતો, પૂ. ઉપાધ્યાય ભગવંતો, પૂ. પન્યાસજી મહારાજો, ગણિ ભગવંતો તથા મુનિભગવંતોનાં ચરણકમલને વિષે નતમસ્તકે કોટિશઃ (તિ તિ) વંદના. જૈનધર્માંડસ્તુ મંગલમ્, જ્યોતિષઃ ચક્ષુપે નમોડસ્તુ તે સૂર્યાય. —સંપાદક
શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુ સ્વામી
काकाला कुवरक
(મુinanuB વિમારાશિમાર્ગમ sat: વિલીયાભવનમાં
માંની વારતા ચા 51/32/nry BE/31/7/ય
ભદ્રબાહુ સ્વામી : સોનાની સહીથી હાથે લખેલ કલ્પસૂત્ર
પ્રતિષ્ઠાનપુર (પૈઠણ) તે સમયે ભારતદેશ-હિન્દુસ્તાનનું કેન્દ્રબિન્દુ હતું. તે વિખ્યાત નગરીમાં એક વિપ્ર બાંધવબેલડી વસે. જયેષ્ઠબંધુ વરાહમિહિર, અનુજબંધુ ભદ્રબાહુ બંને બંધુઓ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ખ્યાતનામ! બંને ચાર વેદ–૧૪ વિદ્યાના પ્રખર જ્ઞાતા. પ્રબળ પુણ્યોદયે બંનેને શ્રુતકેવલી પ્રખર મંત્રવેત્તા, જેમના નામસ્મરણથી વિઘ્નો અને વિરોધીઓ શમી જાય, વૈરી મટી વારિ જેવા મિત્ર બની જાય એવાં પુણ્યપ્રભાવક પૂજ્યપાદ આ. ભ. શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજાનો પાતિકહર સત્સંગ થયો અને સંસારની રાગદશામાંથી વિરાગી બની બંને બંધુઓ અણગાર બન્યા. મુનિશ્રેષ્ઠ બન્યા. બંને અજોડ પ્રતિભાસંપન્ન હતા. અતીવ ક્ષયોપશમ અને ગુરુકૃપાના બળે અલ્પ સમયમાં જિનવાણી–બોધમાં પારંગત બન્યા. અનુજબંધુ ભદ્રબાહુ ૧૪ પૂર્વના જ્ઞાતા બન્યા. વિશેષ યોગ્ય જણાતાં ગુરુદેવે આચાર્યપદપ્રદાન સાથે તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. આથી પંડિતપ્રવર વરાહમિહિર–મુનિવર ગુરુના અને ભાઈ
ધન્ય ધરાઃ
Jain Education International
ભદ્રબાહુજીના તેજોદ્વેષી બન્યા. ભારે વિરોધી બન્યા અને ગુરુને પક્ષપાતી ગણી અણગારમાંથી પુનઃ આગારી બન્યા. દીક્ષા છોડી દીધી......! પ્રખર વિદ્વાન તો હતા જ તેથી વિદ્યાના બળે રાજાના રાજપુરોહિત બન્યા, લોકમાન્ય બન્યા. લૌકિક પ્રસિદ્ધિ મળી. પ્રતિષ્ઠાનપુર-નરેશને ત્યાં પુત્ર જન્મ્યો. બાળરાજકુંવરની જન્મવધામણી કાજે નગરજનો ઊમટ્યાં! પ્રખર જ્યોતિષવિદ્ ભવિષ્યવેત્તા વહારમિહિર રાજસમીપે પધારી, નગરસમ્રાટને કહ્યું: “હે મહારાજા આપનો રાજકુંવર, આ બાળ ૧૦૦ વરસનો થશે!'' પ્રતિષ્ઠાનપુરમાં બિરાજમાન સંઘનાયક, શ્રુતકેવલી, પ્રખર જ્યોતિષવૈજ્ઞાનિક, અષ્ટાંગનિમિત્તના અજોડ જ્ઞાતા, ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજાએ લૌકિક આચાર અને મહારાજાને જિનધર્મમાં શ્રદ્ધાવંત અને સ્થિર બનાવવા માટે સામેથી કહેણ મોકલ્યું: “હે મહારાજા, આપનો બાળકુંવર આજથી સાતમા દિવસે બિલાડીના નિમિત્તે મરણ પામવાનો છે. માટે આપને આશ્વાસન આપવા આવીશ.' રાજાને પ્રખર જ્યોતિષવેત્તા વરાહમિહિર પર પૂરો વિશ્વાસ હતો અને વરાહમિહિર જૈનશાસનદ્વેષી, ગુરુવિરોધી અને અનુજબંધુ ભદ્રબાહુજીનો પ્રતિસ્પર્ધી બની ચૂક્યો હતો. લોકો અને રાજા ભદ્રબાહુસ્વામીના કાયમને માટે વિરોધી બની જાય અને અવહેલના થાય તે માટે બાળકના જન્મવધામણીવેળાએ રાજાસાહેબના કાન ભંભેર્યા હતા કે, “હે મહારાજા, જૈનના આચાર્ય આપના બાળકની જન્મવધામણી માટે નથી પધાર્યા’ પણ ભદ્રબાહુ સ્વામીજીએ પોતાના પ્રબળ શ્રુતજ્ઞાન અને નિમિત્તબળ (જ્યોતિષ)ના પ્રભાવે, રાજાને જે રીતે બાળક માટે ભવિષ્ય ભાખ્યું. તેથી રાજા અવાક્ બની ગયા, છતાં ‘સાહસી અને સાવધાન નર સદા સુખી.' એ ન્યાયે રાજાએ નગરમાંથી
For Private & Personal Use Only
www.jainelibrary.org