________________
૧૯૪
ધન્ય ધરાઃ
દીક્ષાદાનેશ્વરી પૂ. આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં
નીકળેલા છ:રીપાલક ચાબાસંઘો
સૂરિપ્રેમભુવનભાનુ સમુદાયના પૂજ્યપાદ મેવાડદેશોદ્ધારક આ. શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર તથા લઘુબંધુ “દીક્ષાદાનેશ્વરી’ના વિશેષણથી ઓળખાતા પપ યુવાશિબિરોના પ્રવચનકાર, પરમ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.નો પુણ્યપ્રભાવ આજે જૈનશાસનનાં તમામ અંગો, અનુષ્ઠાનો અને પ્રસંગોમાં વર્તાઈ રહ્યો છે. નિઃસ્વાર્થભાવ, સંપર્કમાં આવનાર તમામનું આત્મકલ્યાણ થાય, નિર્દોષ ગોચરી, જિનાજ્ઞા મુજબ ચુસ્ત પાલના, સરળતા ગુણના ભંડાર એવા પૂજ્યશ્રી જ્યાં પધારે છે ત્યાં ઇતિહાસોનું સર્જન થાય છે. આજે પૂજ્યશ્રીની નિશ્રામાં કરોડો રૂપિયા ખર્ચ લોકો સામે ચાલી શાસનપ્રભાવક કાર્યો એકથી એક ચઢિયાતાં પાંચપચાસ વર્ષમાં કદાચ ન ભૂતો ન ભવિષ્યતિ' કહી શકાય તેવા પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૪ સુધી ૪૫ છ'રીપાલક સંઘો, ચાર પ્રાચીન પદ્ધતિના નીકળી ચૂક્યા છે. હજુ અનેક ભાગ્યશાળીઓ રાહ જોઈ રહ્યા છે. દરેક સંઘમાં સંઘપતિની અપાર ઉદારતા, યાત્રિકોની વિશાળ સંખ્યા, સાત ક્ષેત્રોમાં મુક્ત હાથે દાન, સાધર્મિક ભક્તિ, જીવદયા અનુકંપાનાં વિશિષ્ટ કાર્યો ડગલે ને પગલે થયાં છે. સંઘની મહિમાને વર્ણવતાં શાસ્ત્રીય પ્રવચનો, સંધ્યાભક્તિ, સમૂહ આયંબિલો, સમૂહ પૌષધો આદિ આરાધનાની ભરપૂર પ્રેરણા થતી રહે છે. પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આ. ભ.ની પાવન મંગલકારી નિશ્રા અને પ્રવચનપ્રભાવક પંન્યાસ શ્રી રશિમરત્નવિજયજી મ.સા.ના પ્રભાવી માર્ગદર્શનમાં અનેક અનેક ઐતિહાસિક છ'રીપાલક સંઘો નીકળ્યા છે. સંક્ષિપ્ત વર્ણનમાં જોઈએ તો..
વિ.સં. ૨૦૩૧માં પાદરલીનિવાસી સંઘવી દેવીચંદજીએ તખતગઢથી અચલગઢ તીર્થનો સંઘ કાઢ્યો.
સં. ૨૦૩માં રોહીડાથી શત્રુંજયમહાતીર્થગો સંઘ શેઠ શ્રી ચૂનીલાલ અચલદાસે કાઢ્યો. પં. મિત્રાનંદ વિ. મ.સા.ની સહનિશ્રા હતી.
સં. ૨૦૩૪માં ગુડાબાલોતરાથી નાકોડાતીર્થનો છ'રીપાલક સંઘ સોના-રૂપા ધર્મશાળાવાળા શ્રી સોનમલજી રૂપાજી પરિવારે કાઢ્યો. બિસનગઢથી અચલગઢનો સંઘ શેઠ શ્રી પુખરાજજીએ કાઢ્યો.
સં. ૨૦૩૫માં પાડીવથી પાલિતાણાનો છ'રીપાલક સંઘ શેઠ શ્રી નવલમલ પ્રતાપજીએ કાઢ્યો.
સહનિશ્રા તપસ્વીસમ્રાટ આ. શ્રી રાજતિલકસૂ. મ. તથા મુનિ કુલચંદ્ર વિ. (હાલ આ. ભ.)ની હતી. સંઘવીના પુત્ર પ્રતાપભાઈ દીક્ષિત થઈ મુનિ પ્રશાંતરુચિ વિ.મ. બન્યા અને સમાધિમરણપૂર્વક પાલનપુરમાં સ્વર્ગસ્થ થયા.
સં. ૨૦૩૮માં તખતગઢ-શિવગંજથી પાલિતાણાનો ભવ્ય છ'રીપાલક સંઘ કવરાડા (રાજ.)નિવાસી સંઘવી વચ્છરાજજી મેઘાજી તથા તખતગઢનિવાસી સંઘવી સાકલચંદ દાનાજીએ કાઢ્યો, જેમાં ૧૦૦૦ યાત્રિકો હતાં અને સંઘવીની ઉદારતા એવી કે સોનાનો વર્ક લગાડી યાત્રિકોની ભક્તિ કરું. ભાતમાં મેવાનો ડબ્બો. રસોઈયાની ના છતાં સંઘવીએ પોતાની હાથે નાખ્યો. મારા સાધર્મિકોના પેટમાં જ જશેને? તો ના શેની? સંઘ પૂરો થતાં સંઘપતિએ કહ્યું કે મારે તો કાંઈ ખર્ચ જ નથી થયો કારણ કે સમાચાર આવ્યા કે એથી વધુ પાછા આવી ગયા છે. ગુરુદેવની નિશ્રામાં ઓળી, ઉપધાન કે સંઘના આયોજકોને લગભગ ઘણાને આવા અનુભવો થયા છે. સુવિશુદ્ધ ચારિત્રપાત્ર પુણ્યાત્માની નિશ્રાના આ બોલતા પુરાવા છે.
સં. ૨૦૪૦માં ખિવાંદીથી પાલિતાણાનો છ'રીપાલક સંઘ શેઠ શ્રી ઉમેદમલ કપૂરચંદજીએ કાઢેલ.
સં. ૨૦૪રમાં મેડાથી શંખેશ્વરનો ભવ્ય સંઘ એલ. આ
ગઢસિવાનાથી જેસલમેરનો છ'રીપાલક સંઘ શ્રી કેસરીચંદ મૂછાળાએ કાઢેલ.
જેસલમેરના જૈનભવનમાં યાત્રિકોના સહયોગથી સુંદર દેરાસર બન્યું
* સં. ૨૦૪૫માં સાંચોરથી પાલિતાણાનો સંઘ આ. શ્રી રાજેન્દ્ર સૂ. મ. તથા આ. શ્રી ગુણરત્ન સૂ. મ.સા.ની નિશ્રામાં સંઘવી ચંદાજી અમીચંદ કટારિયા પરિવારે કાઢેલ. ૭૧૦ યાત્રિક હતાં. ૪પ૦ સંઘપૂજનો થયેલ.
સં. ૨૦૪૭માં તખતગઢ-જીરાવલાનો સંઘ પં. રશ્મિરત્ન વિ. મ.સા.ના સંસારી પિતાશ્રી સંઘવી પુખરાજજી છોગાજી વિશાખાપટ્ટનમવાળાએ કાઢેલ. એમાં સંઘપતિની ઉદારતા એવી હતી કે કઢીમાં કેસર નખાતુ. સંઘપૂર્ણાહૂતિએ જીરાવલામાં ૩૨00 આરાધકોની ઐતિહાસિક ઓળી સંઘવી ભેરુમલજી બાફનાએ કરાવેલ.
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org