________________
૨૦૮
ગાળે, હાર્ટની તકલીફ થતાં વાલ્વ તૂટી ગયો, બચવાની કોઈ આશા રહી નહીં. આવા સમયે દીકરા-દીકરી કે સુખ-સંપત્તિનો વ્યામોહ છોડી જાપમાં જોડાઈ ગયા અને તેજ બિમારીમાં સમાધિપૂર્વક કાયા વોસરાવી દીધી. પ્રવચનશ્રવણનો પ્રભાવ હતો કે અંત સમયની પરિણતિ શુદ્ધ હતી.
(૨૦) શ્રેષ્ઠી રજનીભાઈ દેવડી
મુંબઈ બાબુલનાથ નિવાસી ધર્મવીરની ભાવના ચારિત્રપ્રાપ્તિ સુધી હતી અને તેમાંય મહામહેનતે સંપૂર્ણ શત્રુંજયનો અભિષેક કરી શુદ્ધિની ભાવના તો અનેક સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાઓની રાતદિવસની મહેનતથી સફળ બની ગઈ, પણ તે શુભકરણી પૂર્ણ થયા પછીના સન્માનપત્ર અર્પણ થવાની વિધિ સમયે જ સિવિયર હાર્ટએટેકમાં સ્વર્ગવાસને પામી ગયા, કદાચ સારી વ્યક્તિને વધુ જીવવા માટેનો આ કાળ નથી તેવું સાબિત કરવા કાળે ઝપાટો માર્યો. તેમણે શત્રુંજય પર ચૌમુખજીની ટૂંકનાં શિખરો ઉપરના કળશો સાવ સાચા સોનાના કરાવવાની ભાવના શ્રેષ્ઠી શ્રેણિકભાઈને વ્યક્ત કરેલ હતી.
(૨૧) ભાવસાર વિક્રમસિંહ
જેના તીર્થરક્ષાના પ્રેમમાં આજેય પાલિતાણાના ડુંગરે પ્રતીક કોતરાયેલું છે અને પ્રવેશદ્વારનું નામ રખાયું છે વાઘણપોળ, તેવી ખૂંખાર વાઘણના ઉપદ્રવથી યાત્રિકોને બચાવી લેવા વિક્રમસિંહે કમ્મર કસી. તેમાંય પ્રેરક હતી તેની ભાભી, જેનો ટોણો “મીઠું ઓછું તમારામાં કેમ?' સાંભળતાં જ ચાનક ચઢી ગયેલ. વાઘણના મુખમાં ડાબો હાથ નાખી મોઢું ચીરી નાખી મારી તો નાખી પણ પોતે પણ ઝપાઝપીમાં ઘણી જ ઘાયલ સ્થિતિમાં જ્યારે શ્રીસંઘને ભેગો કરવા ઘંટ વગાડવા જાય છે ત્યાં તો આદિનાથ પ્રભુના સ્મરણ સાથે વિક્રમસિંહ પોતાના પ્રભુનો પ્યારો બની ગયો. તેના બલિદાન પછી શત્રુંજયની જાત્રા ફરી ઉમંગભેર થવા લાગી, પણ તીર્થના ભક્તે પોતાની ભક્તિ પ્રાણ પાથરી દઈને રજૂ કરી છે.
(૨૨) ભરતભાઈ બી. પારેખ તથા સુનંદાબહેન શાહ
મુંબઈ માટુંગાનિવાસી ભરતભાઈ ભાઈલાલભાઈ પારેખ ધર્મમાં નવા જ જોડાયેલા. તેમાંય બેંગ્લોરથી પ્રારંભ થયેલ ૧૦૮ તીર્થની–જાત્રા પ્રવાસમાં બાવન યાત્રાળુઓને ખૂબ સેવા આપી પ્રસન્ન રાખતા હતા. તા. ૬-૨-૧૯૮૮ના રાત્રે ૬૮ તીર્થ પૂર્ણ કરી ૬૯મા તીર્થ નાકોડાજી જતી બસના ટુક સાથેના
Jain Education International
ધન્ય ધરા
અકસ્માતમાં બીજી આઠ મહિલાઓ સાથે માથામાં મૂઢમાર વાગી જતાં મરણ પામ્યા, પણ જ્યારે અકસ્માત થયો ત્યારે પ્રભુભક્તિનાં ગીતો સમૂહમાં ગવાઈ રહ્યાં હતાં. શુભભાવનું મરણ સદ્ગતિએ જ મોકલે તેવું જ મરણ સુનંદાબહેને વિ.સં. ૨૦૫૪ના બેસતા વરસે પાલિતાણાથી જાત્રા કરી પાછા વળતાં ધંધુકા પાસે ગાડી એક ઝાડ સાથે ભટકાવાથી મેળવ્યું, પણ મૃત્યુ પૂર્વે નવકાર પતિ પાસે માંગ્યા. ઉપરાંત મૃત્યુના દિવસે પણ ગાડીમાં બે સંતાનોને સ્તુતિ ગોખાવતાં હતાં, જે બે સંતાનો પણ અકસ્માતમાં અવસાન પામ્યાં છે.
(૨૩) શ્રી મૂળચંદભાઈ વીરચંદભાઈ દેસાઈ
જેમણે પોતાના ભાગ્યોદયે વિ.સં. ૨૦૬૨ના મહા સુદ ૧૪, તા. ૧૨-૨-૦૬ના રવિવારે નવલખા નવકાર જાપની પ્રતિજ્ઞા સમૂહમાં ભગવાનની સાક્ષી રાખી સંધ સાથે ઉચ્ચરી અને ફક્ત ચાર દિવસ પછી જ તા. ૧૬-૨ મહા વદ ૪ના દિને શંખેશ્વર તીર્થમાં પોતાના આયુષ્યને પ્રભુપૂજાના તરત પછી આવેલ ગંભીર હાર્ટએટેકમાં પૂર્ણ કરી દીધું. ફક્ત નવકારજાપની પ્રતિજ્ઞા તથા શુભભાવનાના પ્રભાવે મરણ પણ પ્રવાસમાં, ઘર્મશાળામાં કે ગમે ત્યાં ન થતાં શંખેશ્વર પ્રભુના દરબારમાં થયું અને નવકારપ્રભાવે ખૂબ સમાધિ સાથે દેહત્યાગી દેવલોકે ગયા. પ્રતિજ્ઞા સમૂહમાં લેખકની પાસે જ લીધેલ તેથી તેમના પરિવારે પણ પિતાશ્રીના શુભમરણની વધાઈ આપી, જે હકીકત શ્રુત ગંગાની વહેતી ધારા’ પુસ્તકમાં સારી રીતે પાના નંબર ૭૬ ઉપર છપાણી છે. પ્રસંગ મુલુંડ-મુંબઈ તાંબેનગરનો છે.
(૨૪) સ્વ. મીનાક્ષીબહેન લોદરિયા
ફક્ત ૫૩ વરસની નાની ઉમરમાં જ કેન્સરની વ્યાધિને કારણે કાયા જર્જરિત થઈ જતાં નાલાસોપારાનિવાસી શ્રાવિકા મીનાક્ષીબહેન જીવનથી હતાશ થઈ ગયા. તેમાંય તા. ૨૮-૭૦૬ના રોજ તો આહારપાણી ગ્રહણ કરવાનું પણ બંધ થઈ ગયું, તેથી તેમના સુપુત્ર લેખકશ્રીને ખાસ આગ્રહ કરી ૨૯-૭ના સવારે ઘેર બોલાવ્યા, જ્યાં શ્રાવિકાની તબિયત નાજુક જણાતાં લેખકશ્રીએ દર્દીને ઉપદેશ આપી સાગારિક અણસણ માટે પ્રેરણા આપી. હળુકર્મ હોવાથી તરત જ સહમત થતાં, બધુંય વોસરાવ્યું અને તબિયત સુધરી જાય તો જ વસ્તુનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો પણ તે પછી બાર કલાકમાં જ રાત્રે ૮=૪૫ની આસપાસ સમાધિપૂર્વક ધર્મશ્રવણ કરતાં પ્રાણ છોડી દીધા.
For Private & Personal Use Only
www.jainelibrary.org