________________
શાશ્વત સૌરભ ભાગ-૧
વૃદ્ધ ઘોડાઓને મારી નાખવાનો ઇન્દૌરમાં અંગ્રેજ અફસરનો વટહુકમ પણ રદ્દ કરાવ્યો તેવા આચારશુદ્ધ શ્રાવકે વઢવાણ સંઘની પેઢીનો હિસાબ વરસો સુધી એકધારો સંભાળ્યો.
અંતે હિસાબના ચોપડા લખતાં ને તપાસતાં જ હેમરેજ થવાથી પડી ગયા, પણ થોડી જ વારમાં હોશ આવતાં સંઘની ચાદર છોડી ઘરની ચાદરમાં હોસ્પિટલમાં ભર્તી થયા. તે પછી જીવનનાં સુકૃત્યોના સથવારે ચોવીસ કલાકમાં જ દેહ છોડ્યો, પણ મુખ ઉપર ધાર્મિકતાની તથા જીવ શુદ્ધિની ખુમારી અજબ
ગજબની હતી.
(૧૫) અનોપચંદ શેઠ
હિંગળાજ માતાના હડા પાસે ધીમી ગતિએ જાત્રા કરતાં કરતાં પાટણના ભોજક ગિરધરભાઈ સાથે શત્રુંજયના દાદા આદિનાથજીને ભેટવાના કોડ સાથે પરગામથી આવી પહોંચેલા શેઠ અનોપચંદજી સિદ્ધગિરિરાજથી મુક્તિને વરેલા અનંતા આત્માઓની સંખ્યા વગેરેની વાતો કરતાં પવિત્ર તીર્થાધિરાજના ઓવારણાં લેતાં આવા જ પાવનકારી તીર્થમાં મૃત્યુ મળે તેવી કામનાવાળા હતા. જૂના રસ્તે ઉપર જતાં પાર્શ્વપ્રભુની દેરી આવી જ્યાં વિસામો લઈ ભોજક સાથે વાર્તાલાપ કરતાં આ તીર્થે જ દેહત્યાગની ઇચ્છા દર્શાવી. ભોજકે પણ શેઠના ભાવને ખૂબ વધાવ્યા. વાત આગળ ચાલે તે પૂર્વે જ સિદ્ધગિરિરાજની છત્રછાયામાં આદિનાથ પ્રભુના સ્મરણ સાથે ત્યાંને ત્યાં બેઠાં બેઠાં જ અનોપચંદ શેઠે કાયાનો ઉત્સર્ગ કરી દીધો ને ઇચ્છામૃત્યુ પામી સમાધિપૂર્વક પરલોક સાધ્યો છે.
(૧૬) શ્રાવક મેઘજીભાઈ
પાલિતાણાના ભાતાખાતામાં અગિયાર લાખ આપનારા, બીજા પણ ૬૦-૬૫ લાખનું સુકૃત કરનારા જીવિત મહોત્સવ કરી આત્મજાગૃતિ કેળવનારા આ શ્રાવકે અલ્સરના ચાંદાની ગાઢ બિમારીમાં ચેતી જઈને હોસ્પિટલમાંથી ઘેર પાછા લઈ જવાનો આગ્રહ કરી ઘરમાં તા. ૧૫-૭-૯૪ના દિવસે પત્નીને પણ પોતાની અંતિમ ઘડી વિશે ચેતવી દઈ, સાધુ-સાધ્વી ભગવંતોને આમંત્રી સૌ મહાત્માઓ પાસે નવકારસ્મરણ કરાવવા પ્રાર્થના કરી. અંત સમયે સાંજે ૫=૩૦ની આસપાસ પદ્માસન મુદ્રામાં આવી જઈ, શંખેશ્વર પાર્શ્વનાથપ્રભુ તથા નવકારારાધક પ.પૂ.પં. ભદ્રંકરવિજયજી મ.સા.નો ફોટો સામે રખાવી ધ્યાનમાં બેસી ગયા. જાણવા મુજબ મેઘજીભાઈએ રાત્રે ૭=૦૦ વાગ્યે કાઉસ્સગ્ગ મુદ્રામાં જ નમસ્કારસ્મરણ સાથે કાયાની માયા ત્યાગી પરલોક સાધ્યો છે.
Jain Education Intemational
૨૦૦
(૧૭) ચંપકભાઈ ભણસાલી
પાટણના ધર્માત્મા શ્રાવક હતા. એકવાર અચાનક પેટની વેદનામાં અચાનક ડૉક્ટરને બોલાવવા પડે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાણી, છતાંય તેમણે દ્રવ્ય ઉપચારનો ઇન્કાર કર્યો અને ગુરુ મહારાજને બોલાવો તેમ આગ્રહ કર્યો. ઘરવાળાં ઝૂક્યાં ને સાધુ મહાત્માને ઉપાશ્રયથી બોલાવી લાવ્યા. તેમનો ઉપદેશ ખૂબ ધ્યાનથી સાંભળ્યો. સમાધિ વળવા લાગી. જેથી જ્યારે દર્દમાં જ હવે આયુષ્ય પૂર્ણ થાય તેવી દહેશત થતાં પુત્રાને બોલાવવાનું પૂછાયું ત્યારે ઘરથી પણ પર બની નવકાર માગ્યો અને ખરેખર નવકાર સુણતાં–સુણતાં જ આયુષ્ય પૂર્ણ કરી દીધું. તે પ્રસંગને પ.પૂ.આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. જ્યારે પ્રવચનમાં લેતા ત્યારે શ્રોતાજનો સમાધિમરણની વાતો સાંભળી સ્તબ્ધ થઈ જતા હતા. ગૃહસ્થ દશા છતાંય અંત સમયની અંતર્મુખતા ન્યારી વાત કહેવાય.
(૧૮) શ્રાદ્ધરત્ન વીરચંદભાઈ
ત્રીસ વરસની ભરયુવાવસ્થામાં આજીવન માટે બ્રહ્મચર્યવ્રત લઈ લેનાર, સાધુ જેવું સાદું જીવન જીવવા કાચા પાણીનો ત્યાગ, લોચ, પર્વતિથિનાં પૌષધ, દીક્ષા ન થાય ત્યાં સુધી માટે ઘીનો સંપૂર્ણ ત્યાગ, ત્રિકાળ પ્રભુપૂજા, કામળીનો ઉપયોગ વગેરે નજરે દેખનાર તેમને અડધી દીક્ષાવાળા કહેતા. કોઈનીય નિંદા ન કરવાની, ન સાંભળવાની તેમાંય બે વરસી તપ, બે ચોમાસી તપ, ત્રણેય ઉપધાન પછી વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં ૯૭મી ઓળી સુધી ફક્ત ત્રણ દ્રવ્યનું આયંબિલ, તે ઓળીમાં તબિયત બગડી જવા છતાંય ગ્લુકોઝના બાટલાન લીધા અને ૪૭મા આયંબિલે નવકારવાળીનો જાપ કરતાં કરતાં દેહ ત્યાગી દીધો.
અનુપમ તેમની જીવન અને મરણદશાને કારણે શ્રીસંઘે તેમના પાર્થિવદેહને પાલખીમાં પધરાવી અનુકંપા દાન સાથે સ્મશાનયાત્રા કાઢી હતી.
(૧૯) મનુભાઈ શાહ
મુંબઈના ગોરેગામ મુકામે રહેનારા અચ્છા વ્યાપારી, ધંધાકીય પ્રવૃત્તિમાં જ ઓતપ્રોત હોવાથી ધર્મપ્રવૃત્તિ માટે સમય જ ન કાઢી શકનારા, છતાંય કુદરતી પુણ્યોદયે ભક્તામર પાઠ સુધી પહોંચ્યા, આગળ વધતાં પ્રવચનશ્રવણ કરતાં કરતાં તેમની મનોકામના શુભ થવા લાગી અને ટૂંક સમયમાં જ ધર્મરસ એવો કેળવાઈ ગયો કે વધ્યો કે બધોય સમય નવકારજાપ વગેરેમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org