________________
શાશ્વત સૌરભ ભાગ-૧
વિશિષ્ઠ
બ્રહ્મચર્યવ્રતધારીઓ
બ્રહ્મચર્યપ્રેમ એટલે પરમ બ્રહ્મતત્વ પ્રાપ્તિનો પ્રેમ. આ વ્રતની માત્ર અભિલાષા પણ જ્યાં સંસાર શોષણનું કારણ બને ત્યાં આચરણ તે તો મુક્તિની મંગલ માળનું પહેરણ બને તેમાં નવાઈ જેવું શું?
પ્રસ્તુતકર્તા :— ૫. પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)
ચતુર્થવ્રતની નવ વાડોથી નિર્મળ જેનો સદાચાર-સંયમાચાર તે તો ભવપાર થવાનો શ્રેષ્ઠ માર્ગ. જગત સંપૂર્ણમાં દીવા જેવું વ્રત જેમણે ઇછ્યું, લીધું ને પાળ્યું તેના સઘળા મનોરથો સિદ્ધ થયા ને વ્રતથી સ્વયં સિદ્ધ થયાં. “અણોરપાર સંસાર''માંથી નિસ્તાર કરાવ્યા વગર ન જંપે તો તે છે જગતશ્રેષ્ઠ શીલવ્રત.
જૈન જગતની જ્વલંત પ્રતિભાઓનો પુણ્યપરિચય પણ વ્રતશિરોમણી શીયળ વ્રતનો પ્રભાવ-પ્રતાપ જાણવા-માણવા ખાસ જરૂરી ગણાય છે.
બ્રહ્મચર્યવ્રતધારીઓ ઉપરની આ લેખમાળામાં સર્વપ્રથમ તો બાવીસમા તીર્થપતિ આબાલ બ્રહ્મચારી પરમાત્મા નેમિનાથજીનું સ્મરણ કરીશું. જેમણે પશુઓના જીવનસુખની રક્ષા કરવા પોતાના લગ્નસુખને જતું કરી જગતની સામે શીલધર્મનું જીવંત વિશિષ્ટ દૃષ્ટાંત રજૂ કરી દીધું.
પ્રસ્તુત લેખમાળા અબ્રહ્મવાસના કે મૈથુનસંજ્ઞાથી ઉપર ઉઠી જનાર અને નિસંગતાના આધ્યાત્મિક સુખાનુભૂતિના સ્વામિઓને સમર્પિત છે. મુનિ કાંતિવિજયજી મહારાજ પોતાની બ્રહ્મચર્યવ્રતની સજ્ઝાયમાં લખે છે
“નિત ઉઠી તસ સ્મરણ કરૂં, જેણે જગ જીત્યો રે કામવ્રત લઈને જે પાળે નહીં, તેનું ન લીજે રે નામ-મહાવ્રત ચોથુ રે સાર”
જેમનું સ્મરણ પ્રસંગે પ્રસંગે પ્રવચનાદિમાં થતું રહ્યું છે તેવા માનવંતા શીલસંપન્ન પુણ્યાત્માઓ વિશે બે શબ્દો અનુમોદનાના નિમ્નાંકિત જાણશો, વાંચશો અને વંચાવશો.
Jain Education International
કચ્છના વિજયશેઠ અને વિજ્યા શેઠાણી બેઉએ તે જ ભવમાં દીક્ષા લીધી અને તેજ ભવમાં મોક્ષ સુધીના લક્ષ્યો સિદ્ધ કરી લીધા.
કુંભારાણાના મંત્રી ધરણશાએ બત્રીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી રાણકપુર (ધરણવિહાર)માં ૯૯ કરોડ સોનામહોર ખર્ચી ૧૪૪૪ સ્થંભ સહિતનું નલિનીગુલ્મ વિમાન જેવા ચૌમુખજીના ભવ્યમંદિરની ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવી. તીર્થંકરની માતાપિતાના અલગ શયનખંડની વાત કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ગુરુમુખેથી સાંભળતાં જ દેદાશાહે ચતુર્થવ્રત ઉચ્ચરી લીધું. આ બ્રહ્મવ્રતના પ્રતાપે જ અનેક જીવોએ મોક્ષ મેળવી લીધાના અસંખ્ય દાખલાઓ ઇતિહાસને પાને નોંધાયેલા છે.
આ પરિચયાત્મક લેખમાળા રજૂ કરના. ૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)ની સંયમજીવન યાત્રા પણ જાણવા માણવા જેવી છે. પૂર્વભવોની સાધના કે ધર્મારાધનાના પ્રતાપે જન્મ જૈન
૨૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org