________________
શાશ્વત સૌરભ ભાગ-૧
આ તીર્થના સહુથી મોટા સાધક–આરાધક અને સહુથી વધુ યાત્રા કરનાર પરમાત્મા આદિનાથ ભગવાન પોતે હતા, જે પૂર્વ ૯૯ વાર પધાર્યા અને ૬૯,૮૫,૪૪,૦૦,૦૦,૦૦,૦૦ વાર સમવસર્યા હતા.
“એકેકું ડગલું ભરે શત્રુંજા સમો જે રિખવ કહે ભવ ક્રોડનાં કર્મ ખપાવે તે.........
મોક્ષપ્રાપ્તિ માટે અસંખ્ય યોગો હોવા છતાં અનંતા આત્માઓ અનાદિ કાળથી શત્રુંજય મહાતીર્થની પરમપવિત્ર પાવન ધરા ઉપરથી પરમગતિને પામ્યા છે. એના ધ્યાનમાત્રથી સમાધિમરણને પ્રાપ્ત કરનારાં આજે પણ અનંતા આત્માઓ આ તિÁલોકમાં છે અને પરંપરાએ મોક્ષ પામનારાઓની અનંતી જીવરાશિનું વેઇટિંગ લિસ્ટ ધર્મસત્તા પાસે મોજૂદ છે. પરમાત્મા આદિનાથ પ્રભુ પણ સતત પૂર્વ નવ્વાણું વાર પધારી આ પ્રાયઃ શાશ્વતતીર્થથી પાવન થઈ ‘આપઉં ધમ્મો'થી વાસિત પોતાના શિષ્ય પુંડરીક ગણધરને પાંચ કરોડ તેમનાં શિષ્ય પરિવારને પણ ચૈત્ર સુદ પૂનમના મુક્તિ અપાવી હતી.
દ્રાવિડ વારિખિલ્લજીના વીશ કરોડ સૈન્યમાંથી દશ કરોડ સૈન્યને મોતના મુખમાંથી બચાવી સાધુપદ અપાવી કારતક સુદિ પૂનમના મોક્ષપદ અપાવનાર પણ આજ તીર્થ છે. આસો સુદ પૂર્ણિમાના પાંચ પાંડવો સાથે વીસ કરોડ આત્માઓને મહાત્મા બનાવી સિદ્ધાત્મા બનાવનારી પણ આજ પુણ્યધરા છે.
સૌ પ્રથમ ભરત ચક્રવર્તીનો શત્રુંજયનો સંઘ નીકળેલ, જેમાં ૩૨,૦૦૦ મુકુટબદ્ધ રાજાઓ, ૩૨,૦૦૦ નાટકિયાઓ, ૮૪ લાખ વાજિંત્રો, ૩ લાખ મંત્રીઓ, ૮૪ લાખ હાથીઓ, ૫ લાખ દીવી ધારણ કરનારા, ૮૪ લાખ ઘોડાઓ, ૧૬,૦૦૦ યક્ષો, ૮૪ લાખ રથો, ૧૦ કરોડ ધજાઓ, ૧,૨૮,૦૦૦ વારાંગનાઓ, ૩ કરોડ વ્યાપારીઓ, ૩૨ કરોડ સુથારો, સવા કરોડ ભરતના પુત્રો, કરોડ સાધુ-સાધ્વીજી ભગવંતો, ૯૯ કરોડ સંઘપતિઓ હતા.
વિક્રમ રાજાનો સંઘ
૨૬૯ સોનાનાં દેરાસર, ૧,૧૦, ૦૯,૦૦૦ બળદગાડાં, ૫૦૦ હાથીદાંતનાં દેરાસર, ૧૮ લાખ ઘોડાઓ, ૫૦૦ ચંદનનાં દેરાસર, ૭૬,૦૦૦ હાથીઓ, ૭૦ લાખ શ્રાવક પરિવાર, ૭૬,૦૦૦ ઊંટો, ૫૦૦૦ આચાર્યો, ૪ કરોડ સ્ત્રીઓ પણ હતી. જે રાજાના નામથી આજે પણ વિક્રમ સંવત ચાલુ છે, આવો આપણો સુવર્ણ ઇતિહાસ છે શત્રુંજયના ભક્તોનો. હવે વિચારીશું પાંચ પાંડવોનો વિક્રમ....
Jain Education International
૧૦૫
પાંચ પાંડવોનો સંઘ
જે કૃષ્ણના મૃત્યુથી વૈરાગ્ય પામી સુસ્થિત ગુરુ પાસે સંયમ લઈ ૨૦ કરોડ સાથે મોક્ષ પામ્યા, તેમણે પૂર્વે ૩૦૦ સોનાનાં જિનાલય, બે કરોડ શ્રાવકો, ૮૦૦ ચાંદીનાં જિનાલય, ૮૦૦ આચાર્યો, ૮૦૦૦ સાધુઓ, ૫૦,૦૦૦ હાથીઓ, ૮૦૦ રાજાઓ, ૮ લાખ ઘોડાઓ, ૧ કરોડ શેઠિયાઓ અને ક્ષાયિક સમકતી જે આવતી ચોવીશીના બારમા તીર્થંકરનો એટલે શ્રી અમમ સ્વામીનો આત્મા થશે એવા કૃષ્ણ મહારાજા પણ સંઘ સાથે હતા. હજી આવો જ બીજો પણ એક સંઘ એમણે કાઢ્યાની વાત આવે છે તેમાં–
૫૦૦ સોનાનાં દેરાસરો, હજારો સાધુ-સાધ્વીજીઓ, ૧,૭૦૦ લાકડાનાં દેરાસર, ૨૪ કરોડ મનુષ્યો, આંબળા જેવડાં મોતીઓ વડે શત્રુંજય ગિરિરાજને થાળો ભરી-ભરીને મોતીઓ વડે વધાવેલો અને રાજાએ પોતાના પરિવાર સહિત દરેક પ્રતિમાજીની પૂજા કરી હતી (કુન્તીદેવી પણ તેમની સાથે મોક્ષે ગયાં. દ્રૌપદી પ–મા દેવલોકે)
દશરથ રાજાનો સંઘ
૭૦૦ સોનાનાં જિનાલય, ૮૦૦ સંઘપતિઓ, ૪ હાથી દાંતનાં જિનાલય, ૧૦૦ રાજાઓ, ૫ કરોડ મનુષ્યો, દરેક ગામમાં સ્વામીવાત્સલ્ય કરાવતા હતા. હવે વાપ સે વેટા સવાર્ફ’ શ્રી રામચંદ્રજીનો સંઘ-૫૦૦ સોનાનાં દેરાસર, ૧૯ કરોડ પાડાઓ (પાણી માટે), ૭૧૨ ચાંદીનાં દેરાસર, ૧૦,૦૦૦ હાથીઓ, ૫૦૧૨ લાકડાનાં દેરાસર, ૨૦ કરોડ ઘોડાઓ, ૭ કરોડ ગાડાંઓ, કરોડ સાધુ-સાધ્વીજી ભગવંતો આવો ચતુર્વિધ સંઘ. જ્યારે રાયણવૃક્ષની પ્રદક્ષિણા કરી ત્યારે શ્રી રામચંદ્રજી સાથે આરાધકોએ હીરા-મોતીથી રાયણવૃક્ષને વધાવેલ અને શ્રી રામચંદ્રજી સંયમ ગ્રહણ કર્યા પછી સાધના-આરાધના કરી પોતાના ૩ કરોડ શિષ્ય પરિવાર સાથે મોક્ષે સિધાવ્યા અને આદર્શ ભ્રાતૃપ્રેમી એવા ભરતજી પણ ૧૦૦૦ સાથે મોક્ષે ગયા. (અહીંથી લવકુશ-હનુમાનજી આદિ પણ મોક્ષે ગયા). વિ.સં. ૧૪૬૮માં નીકળેલ ગુણરાજ શ્રાવકનો સંઘ ઃ
૭૦૦ ૨થો, ૮૦૦ ઊંટો, ૫૦૦ ઘોડાઓ, ૪૦૦ પીત્તળનાં ઘડાઓ,૩૬,૦૦૦ શય્યાપાલકો, ૫૦૦ પાડાઓ, હજારો પાલખીઓ, ૨ લાખ મનુષ્યો, પ.પૂ. સોમસુંદરસૂરિ આદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org