________________
૧૫૦
આ આગમો પૂર્વભવની કક્ષાનું સ્થાન, જાતિસ્મરણ, કર્મબંધનો ક્રિયાલેહો, પૃથ્વીકાય, સંયમશ્રદ્ધા, સંયમમાર્ગ, આપકાય, હિંસા, અગ્નિકાયિક જીવો, શબ્દાદિ વિષયેચ્છા, વનસ્પતિકાયિક જીવો જેવી બાબતો આવી જાય છે. તો એ જ આગમોમાં સંસારી જીવો, ત્રસકાયિક હિંસા, વાકાયિક હિંસા, આત્મ-સમત્વ, વૃદ્ધાવસ્થા, આત્મોપદેશ, હિંસાથી નિવૃત્તિ, મૃત્યુ અને એકલતા, ભોગથી રોગ, સંપત્તિમોહ, સ્ત્રીમોહ, ભોગેચ્છા, ક્રય-વિક્રય નિષેધ, રાગદ્વેષ, પરિગ્રહીત્વ, જીવનવિદ્વતા, સુખેચ્છા, અસંયમી જીવન જેવી દૈનિક ઐહિક વાતો વિશે પણ વિસ્તારપૂર્વક લખવામાં આવે છે.
જૈન શાસ્ત્રોમાં દૈહિક કાર્યો થકી સર્જાતી માનવવ્યવહારોને ખોરવી નાખતી હિંસા, કામેચ્છા જેવી બાબતોનો નિષેધ કરવામાં આવે છે, તો જીવનની ક્ષણભંગુરતા જેવી એકલતા અને મૃત્યુ વિશે વાત કરવામાં આવી છે. શક્ય છે, આગમોની રચના થઈ રહી હશે ત્યારે સમાજમાં લોકેષણા, રાગદ્વેષ, પરિગ્રહત્વ જેવાં સમાજમાં દૂષણો પેઠાં હશે. જ્યાં માનવદેહ હોય ત્યાં શિથિલતાઓ આવે જ અને અજ્ઞાનીઓ તેમની પાર્થિવ જીવનવ્યવસ્થા રત હોઈ મોક્ષ, અહિંસા જેવી બાબતો વીસરી ગયા હોય, સંયમ અદૃશ્ય થયો હોય, એકત્વની ભાવનાનો હ્રાસ થયો હોય, માયાથી મન ઘેરાયેલું હોય, મમત્વના હઠાગ્રહ આગળ લૌકિકસુખને પ્રાધાન્ય મળતું જાય, ધર્મોપદેશથી પ્રજા વિમુખ થતી જતી હોય, ઉપેક્ષાભાવથી ભય અને ખેદમુક્તિ થાય છે, તે વિશે અજ્ઞાન પ્રવર્તે.
આગમોએ સાર્વજનિક અને વૈયક્તિક જીવનનાં અનેક પાસાં વિશે ઘણો સારો પ્રકાશ પાડ્યો છે. જ્યારે વ્યક્તિ અનેકચિત્ત બને ત્યારે સંયમના માર્ગેથી વિચલિત થાય છે. શરીરસુખ અને ભોગ જીવનનું મુખ્ય લક્ષણ બને છે, હિંસા અને આસક્તિ વધતાં જાય છે, પરિગ્રહ વધતો જાય છે અને સમભાવ અને અપ્રમાદથી વિમુક્ત થતી વ્યક્તિ સંયમયાત્રાનો ત્યાગ કરે છે. તેથી, રાગદ્વેષ વધે છે, સ્વતીર્થિક માન્યતાઓનું સ્થાન અન્ય તીર્થિક માન્યતાઓ લે છે, આત્મનિગ્રહ અને સત્યસેવનનું સ્થાન પ્રમાદ લે છે અને પરિણામતઃ શ્રદ્ધા, આજ્ઞા, બુદ્ધિ જેવાંનો લોપ થાય છે ત્યારે, તીર્થંકર જીવનના સાચા રાહ પરત્વે અંગુલિનિર્દેશ કરે છે, ધર્મમાં દૃઢતાનો ઉપદેશ આપે છે, લૌકેષણાત્યાગ કરવા કહે છે, વૈરાગ્યનું મૂલ્ય સમજાવે છે અને ધર્મમાં પ્રવૃત્ત થવા ઉપદેશ આપે છે, આદિ છે ત્યાં અંત છે અને તેથી તીર્થંકર મૃત્યુ અવશ્ય છે તેવું જણાવે છે. આટલેથી દુ:ખનો પણ આરંભ થાય
Jain Education International
ધન્ય ધરાઃ
છે અને જીવનમાં અનુભવાતાં દુ:ખ, ક્લેશ અને ક્રોધમૂલક બને છે તેવું જ્ઞાની તીર્થંકરો જણાવે છે ત્યારે વી૨સાધકનો સાચો માર્ગ ક્યો હોઈ શકે તે કેવળ જ્ઞાની જ બતાવી શકે. ત્યારે, હિંસા, નિષ્કર્મદર્શિતા, કર્મબંધથી વિરમવાનો સદુપદેશ આપે છે.
જૈન ભાઈ-બહેનો વચ્ચે એક સામાન્ય સંવાદ સાંભળવા મળે છે : કર્મ બાંધવાં!' પછી, તેનો અર્થ મોક્ષ પ્રાપ્તિને અંતરાયરૂપ કર્મબંધનઅવસ્થા સમજવી. મોક્ષ અને કર્મરહિતતાને સહસંબંધ છે. દૈનિક જીવનવ્યવહાર વૈયક્તિક કે વ્યક્તિ વચ્ચેનાં કર્મનાં આદાનપ્રદાન હોઈ ન શકે. છતાં, જિનધર્મોપદેશ અંતરાય-આવરણરૂપ કર્મબંધનને મોક્ષનો માર્ગ કહ્યો નથી. જેવી કર્મની સ્થિતિ છે તેવી જ પ્રમાદની પણ સ્થિતિ છે. પ્રમાદ પણ મોક્ષપ્રાપ્તિને અંતરાયરૂપ જ છે અને છતાં જીવ ધર્માભિમુખ બની શકે છે એ શ્રદ્ધા તો રહેલી જ છે. જેમ કર્મબંધનરૂપ છે અને પ્રમાદ પણ કર્મબંધનરૂપ છે તે જ રીતે હિંસા પણ બંધનરૂપ છે. જો જિનદર્શનના પાયામાં કંઈક વૈચારિક-વ્યાવહારિક તત્ત્વ પડેલું હોય તો તે અહિંસાનું જ છે અને તેથી સર્વ જીવોની એ ફરજ થઈ પડે છે કે તેઓ હિંસા-અહિંસાની, વિશેષ કરીને અહિંસાની પરિભાષા સમજે.
કર્મબંધન, ન કરવા જેવું બંધન તેવું જ મોહનું પણ બંધન છે. ભગવાન મહાવીરે છેલ્લા વસ્ત્રનો પણ ત્યાગ કર્યો હતો. આસક્તિ પણ બંધન છે અને ત્યારે આસક્તિથી ઘેરાયેલી વ્યક્તિ શરીરની અસારતા કે નશ્વરતાને જાણતી નથી. જો આ જ વાતનો અર્થ વિસ્તાર કરવામાં આવે તો શરીરની અસારતા કે નશ્વરતાથી અજ્ઞાની મોક્ષમાર્ગથી પણ અજ્ઞાની હોય છે. ધર્મસાહિત્યમાં પ્રબોધેલા ઉપદેશનો સંજોગ પ્રમાણે અર્થવિસ્તાર કરવામાં ધર્મના મૂળ આદેશો કે ઉપદેશોથી વિમુખ થઈ જવાતું નથી. જૈન ધર્મોપદેશ માનવદૌર્બલ્યને બરાબર પારખે છે માટે મનુષ્યની સૌથી મોટી નિર્બળતાને આસક્તિ અને તે થકી ઉદ્ભવતી પરિગ્રહની સ્થિતિ લેખી છે ત્યારે, બોધ તેથી અટકતો નથી. એ તો આગળ વધીને કહે છે સમતામાં ધર્મ જુઓ અને આત્મશક્તિ કેળવી કર્મનો ક્ષય કરો. સંયમને સમજો, સંયમના ભેદ સમજો, શીલની આરાધના કરો, આંતરશત્રુને વશ કરો, કોપિત અવસ્થાનો ત્યાગ કરો, સર્વ પ્રકારની આસક્તિથી મુક્ત થાવ, આજ્ઞા અને પુરુષાર્થને સમજો. શક્ય છે, સંસારત્યાગથી પરિવારમાં ખેદ થાય તે છતાં તેના ત્યાગ માટે તૈયાર રહો અને કષાયમુક્તતા કેળવી સંયમી અને પ્રશસ્ત ભાવ વધારો.
જગતના મોટાભાગના ધર્મોમાં ઐહિક, પાર્થિવ જીવન
For Private & Personal Use Only
www.jainelibrary.org