________________
૧૫૨
ધન્ય ધરા:
Gucવા
યuguડ્યા !
एकंवासमा RENA કે આ સીસ લોકો જ છે જીurat
સાહિત્યમાં પડેલા વિષયવૈવિધ્યનો સ્વીકાર કરીએ. તે સાથે એ પણ સ્વીકાર કરીએ કે સમૃદ્ધિની દૃષ્ટિએ, સાધન-ઉપકરણોની દૃષ્ટિએ આજનો યુગ કદાચ આગમસાહિત્ય રચાયું તેની સરખામણીએ વિપુલતાને આંબી ગયો છે છતાં વ્યવહારો અને તે સાથે ભાષામાં કેટલો દરિદ્ર બનતો જાય છે!
જો, દોષ એ સજીવનની શિથિલતાનું દ્યોતક છે તો તે વૈયક્તિક જીવનને ખોરવી નાખે છે તે સાથે સામૂહિક વ્યવહારોસંબંધોને પણ દૂષિત કરે છે. માટે, જગતના સર્વ ધર્મોએ આવા વૈયક્તિક અને સામૂહિક દોષોને ચારિત્ર્યશિથિલતા પર નિષેધો મૂક્યા છે. જૈન ધર્મના આગમો, આજથી અઢી હજાર વર્ષ પર આ રીતે વિચારો મૂકી ગયા હોય તો તેના બે સૂચિતાર્થો છે : એક, એ સાહિત્યની માનવજીવનને જોવાની અને સમાજવ્યવસ્થાને ગોઠવવાની સૂઝ, અને બે, એ સમયે પ્રવર્તમાન સમાજનું પડતું પ્રતિબિંબ. જો, સમાજમાં શિથિલતા આવી ન હોત અને બધું જ સુપેરે ચાલતું હોત તો આગમસાહિત્યે આટલા બધા ઊંડાણથી મનુષ્યના સ્વભાવ અને વૈયક્તિક અને સામૂહિક વ્યવહારો–સંબંધો વિશે આટલા વિસ્તારથી લખવું પડ્યું ન હોત. સમાજના ધુરીણો, હિતચિંતકો અને જૈનધર્માનુસાર તીર્થકરો અને મુનિશ્રીઓએ ત્યારના સમાજની ચિંતા કરવી પડી એટલું પણ આગમ સાહિત્યમાંથી સ્વીકારીએ. જો વૈયક્તિક જીવન કાટખૂણે આવે તો અન્યોએ પણ પોતાના જીવનને વ્યવસ્થિત કરી કાટખૂણે લાવવું પડે. આગમ સાહિત્યમાં જીવનનો નકાર નથી, જીવનમાં રહેલાં દોષો-મર્યાદાઓનો નકાર છે, જીવનને શુષ્ક બનાવતાં આચરણોનો ઉપદેશ નથી, બલ્ક વૈયક્તિક અને સામૂહિક જીવનને ઉન્નત બનાવવાના આદેશો છે. મનુષ્યની અંગત જીવનમાં અને અન્યો સાથેના વ્યવહારોની સૌથી મોટી કસોટી શીલ અને સંયમની છે. આગમસાહિત્ય, એ વિશે ફોડ પાડીને કહે છે. જે અઢી હજાર વર્ષ પહેલાં સાચું હતું તે આજે પણ છે અને આવનારા કાળમાં એટલું જ સારું રહેશે. આગમ સાહિત્યને જીવન–સજીવન વિતાવવાનાં ધોરણો તરીકે લેખીએ, જીવનના કાવ્ય તરીકે પણ લેખીએ.
આગમસાહિત્ય જગતનો કોઈપણ સમાજ સાહિત્ય વિનાનો હતો નહીં અને છે પણ નહીં. ચુસ્ત અર્થમાં જેને ભાષા કહીએ છીએ, વ્યાકરણના નિયમોથી બદ્ધભાષા આવી ન હતી અને કેવળ લોકબોલી પર માનવવ્યવહારો ચાલતા હતા ત્યારે પણ કોઈને કોઈ સ્વરૂપે સાહિત્ય કે સાહિત્યિક પ્રકાર તો હતો જ. હાલરડુંને
સમેતશિખર પર્વત પર શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ, મોક્ષકલ્યાણક તેરમી શતાબ્દિના હસ્તલિખિત કલ્પસૂત્રતા
તાડપત્ર ઉપરથી સાહિત્યના પ્રકાર તરીકે ભલે લેખવામાં ન આવતું હોય તો પણ તેમાં સાહિત્યનાં લક્ષણો તો પહેલાં જ છે. હાલરડાંથી માંડીને મહાકાવ્યોની વચ્ચે સાહિત્યનાં અનેક સ્વરૂપો આવી જ જાય છે. માનવજીવન એટલું બધું શુષ્ક બની ગયું નથી અને મનોરંજનથી માંડીને બોધાત્મક કે સુભાષિતો સ્વરૂપે માનવઅભિવ્યક્તિ થાય જ છે. એકલદોકલ અને રખડતો-ફરતો મનુષ્ય પણ કોઈને કોઈ ઉગારો કાઢતો જ હતો અને એ ઉદ્ગારોમાંના ઘણા ગેય પણ હતા. માનવજાતની ઉત્ક્રાંતિમાં વિવિધ પ્રજાસમૂહોએ ભિન્ન સમયે વિવિધ સાહિત્યમાં અભિવ્યક્તિઓ જોઈ છે—જયારે ભાષા આવી ન હતી ત્યારે મૃતપરંપરા ચાલતી હતી અને કાળક્રમે એ જ શ્રુત અભિવ્યક્તિને શબ્દનું લેખિત સ્વરૂપ પણ સાંપડ્યું.
આટલી પૂર્વભૂમિકા પર્યાપ્ત થશે. અહીં, ભાષાના ઉભવ અને વિકાસ અને એ વિકાસના પથમાં આવતાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને આલેખવાનું પ્રયોજન નથી. જેમ, અન્ય સમાજોમાં બન્યું છે તેમ આપણા સમાજમાં પણ બન્યું છે. ત્યારે, વિવિધતાઓથી ભરેલા આપણા સમાજમાં ભલે કુલ વસ્તીમાં સરખામણીએ જૈન સમુદાય એટલો મોટો ન હોય તે છતાં એ જ સમુદાયે અઢળક સાહિત્ય આપ્યું છે તે આપણે ન ભૂલીએ. એ આપણી સાંસ્કૃતિક વિરાસત છે, આપણો અમૂલ્ય ખજાનો છે. એ ખજાનામાંથી ઘણું બધું અદૃશ્ય થયું છે. લેખિત સ્વરૂપ અપાય તે પહેલાં અને કુદરતી આપત્તિઓના સમયે થતાં સ્થળાંતરોને કારણે તેમાંનું ઘણું બધું લુપ્ત થયું છે, તે છતાં, જે કંઈ આપણી પાસે વારસામાં ચાલી આવ્યું છે તે પણ અઢળક છે. જૈન લોકરંજક કથાઓ, બોધકથાઓ જે તે સમયના સમાજના સ્વરૂપને વ્યક્ત કરે છે. તે સાથે જૈનસાહિત્યમાં આગમોનું સ્થાન વિશિષ્ટ છે. સદ્ભાગ્યે એ આગમોમાંના ઘણા જળવાયેલા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
ducation Intomational
www.jainelibrary.org
For Private & Personal Use Only