________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૬૧
એ સમયે પણ આપણા દેશના સાહસિકો છેક રોમ સુધી જતા હશે અને તેથી આ બધા દેશો-પ્રદેશોના ઉલ્લેખો જોવા મળે છે. રાજા ભરતની વિજયયાત્રાઓ કેવી નીકળતી હતી અને તેમાં કેવી ધજા-પતાકા રખાતી, “ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરન, અસિરત્ન, મણિરત્ન, કાકણિરત્ન જેવાથી નિધિઓની રચના થતી (એ જ, પા. ૧૦૧) અને કેવો મહારાજ્યાભિષેક થતો તેનું વર્ણન આવે છે. ..
ચોથા ઉપવિભાગમાં “ક્ષુદ્ર હિમવતુ” પર્વત અને તેમાંથી નીકળતી ગંગા, સિંધુ જેવી નદીઓ, એ પર્વતનું વર્ણન, તેમાં આવેલા મહાપદ્મ નામના સરોવરનું વર્ણન, અન્ય પર્વતોનાં વર્ણનો રોચકરીતે આપ્યાં છે. આ “ક્ષુદ્ર હિમવત’ પર્વત એટલે હિમાલયની પર્વતમાળા જ હશે. જે નદીઓના ઉલ્લેખો છે તે આ પર્વતમાળામાંથી નીકળે છે. અન્ય પર્વતોનાં નામ હવે બદલાઈ ગયા હશે એમ માની શકાય. (હિમવન અને હિમાલય જુદાં છે.)
પાંચમા ઉપવિભાગમાં તીર્થકરના જન્મ અને જન્મોત્સવની વાત આવે છે. છઠ્ઠા ઉપવિભાગમાં જમ્બુદ્વીપને સાત ક્ષેત્રો (‘ભરત, ઐરાવત, હૈમવત, હિરણ્યવત, હરિ, રમ્યક, મહાવિદેહ')માં વહેંચાયેલું દર્શાવાયું છે અને આ જમ્બુદ્વીપમાં ત્રણ તીર્થો (‘માગધ, વરદાય, પ્રભાસ) આવ્યાનો ઉલ્લેખ જોવા મળે છે.
છેલ્લા (સાતમા) ઉપવિભાગમાં ફરી અવકાશી પદાર્થો (બે સૂર્યો, છપ્પન નક્ષત્રો અને ૧૭૬ મહાગ્રહો) વિશે વર્ણનો છે. તેમાં પાંચ પ્રકારનાં સંવત્સરો, યોગકાલ, વર્ષાકાલના યોગો, નક્ષત્રોના ક્ષેત્ર-વિસ્તારો, ચન્દ્ર જેવાં વિમાનોમાં વિહાર કરતાં દેવો-દેવીઓ, જ્યોતિષકેન્દ્રો જેવી અનેક વાતો આ ઉપાંગના આ વિભાગમાં સમાવવામાં આવી છે.
નિરયાવલિકા આ સાતમું ઉપાંગ નિરયાવલિકા તરીકે પણ જાણીતું છે. તેમાં પાંચ ઉપાંગોનો સમાવેશ થાય છે-“નિરયાવલિયા (કપ્પિયા-કલ્પિકા), કપૂવક્કલિયા (કલ્પાવતંસિકા), પુફિયા (પુષ્યિકા), પુફચૂલિયા (પુષ્પચૂલિયા) અને વહિનગદસા (વૃષ્ણિદશા)'. આમાં રાજગૃહના રાજાની વાત આવે છે. રાજા શ્રેણિક, રાણી નંદા અને રાજકુમાર અભયકુમારની વાતની વિગત વાચકે વાંચવી રહી.
કપ્રવર્ડિસિયા (કલ્પાવતંસિકા) આમાં દસ અધ્યયનો છે- “પઉમ, મહાપઉમ, ભદ્ર,
સુભદ્ર, પઉમભટ્ટ, પઉમસણ, પઉમગુમ, નલિણિ, આણંદ, નંદણ'. આમાં રાજા કુણિક, રાણી પદ્માવતી અને રાજકુમાર પદ્મકુમારની વાત છે.
પુષ્ક્રિયા (પુષ્પિકા) દસ અધ્યયનોની વિગતો આમાં છે-“ચંદ, સૂર, સુક્ક, બહુપુત્તિય, પન્નભટ્ટ, માણિભદ્ર, દત્ત, સિવ, બલ અને ચલતઢિય’. વિવિધ વાર્તાઓમાં સોમિલ નામના બ્રાહ્મણ, ભદ્ર નામના સાર્થવાહ વગેરેની વાર્તાઓ છે.
પુષ્કયૂલિયા (પુષ્પચૂલિયા)
આ ઉપાંગમાં દસ અધ્યયનો છે–‘સિરિ, હરિ, ધિતિ, કિત્તિ, બુદ્ધિ, લચ્છી, ઇલાદેવી, સુરાદેવી, રસદેવી અને ગન્ધદેવી'. ઉપરાંત, નિષઢ, માનિ, વહ, વહ, પગતા, જુત્તી, દસરહ, મહાધર્, સત્તધ, સયધણૂ’ વિશે પણ ચર્ચા છે.
ઉપાંગોનું મહત્ત્વ પ્રાચીન ભારતના સમાજને જાણવો હોય તો ત્યારે રચાયેલા સાહિત્યનું અધ્યયન અનિવાર્ય બને. સાહિત્ય કેવળ મનોતરંગ કે મનોકલ્પના નથી. શક્ય છે, તેમાં ઘણી બધી બાબતોનો, હાલના દેષ્ટિબિંદુથી, સ્વીકાર ન થતો હોય. આજના બદલાયેલા સંજોગો થકી એ સાહિત્ય અને તેમાં આલેખવામાં આવતી બાબતોનું વિશ્લેષણ કેમ થઈ શકે? જયારે, કેવળ કલ્પના કે અનુભૂતિને આધારે સમાજ અને તેને સંલગ્ન બાબતો વિશેના જ્ઞાનને રજૂ કરતું કોઈક સ્વરૂપનું સાહિત્ય હોય ત્યારે આધુનિક માપદંડોથી તેને માપી ન શકાય. એ સાહિત્ય થકી એ સમયના સમાજને સમજવો પડે.
જૈનસાહિત્યનો અભ્યાસ અનિવાર્ય બને છે. બ્રહ સમાજમાં સંખ્યાની દૃષ્ટિએ જૈન સમાજ પ્રમાણમાં નાનો છે અને છતાં એ જ સમાજે અદ્ભુત સાહિત્ય આપ્યું છે. સદ્ભાગ્યે, જૈનસમાજે એના પ્રાચીન સાહિત્યિક વારસાને સાચવી રાખ્યો છે. અંગ અને અંગબાહ્ય સાહિત્ય સિવાય વિશાળ જૈનસાહિત્ય ભારતભરમાં વિવિધ જ્ઞાનભંડારોમાં સચવાયેલું પડેલું છે. કલ્પી ન શકાય એ રીતે આજે આધુનિક વિજ્ઞાન-ટેક્નોલોજીનો પ્રભાવ સમગ્ર પ્રજા પર પડ્યો છે ત્યારે આપણો દેશ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેથી, આવા પ્રાચીન સાહિત્યનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. એ સા”િન્ય સમજીએ અને તે સાથે આપણા જીવનને પણ સમજીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org