________________
શાશ્વત સૌરભ ભાગ-૧
દશવૈકાલિકસૂત્ર અને પિંડનિર્યુક્તિસૂત્ર અથવા ઓઘનિર્યુક્તિસૂત્ર. મહાવીરસ્વામીએ કોઈ ગ્રંથની રચના કરી ન હતી. તેમના જીવનકાળ દરમિયાન તેઓ સતત વિહાર કરતા રહ્યા અને ઉપદેશ આપતા રહ્યા. એ ઉપદેશોનો સંગ્રહ કરવાનું કામ તેમના શિષ્યોએ કર્યું હતું. આ સૂત્રને મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ તરીકે પણ માનવામાં આવે છે. જો, આ સૂત્રને મહાવીરસ્વામીના ઉપદેશ કે ઉપદેશોના સંગ્રહ તરીકે લેખવામાં આવતું હોય તો તે મહાવીરસ્વામીના નિર્વાણ પછીની કૃતિ હોઈ શકે. શ્રમણો (સાધુઓ)ના આચરણની સંહિતા એટલે આવશ્યકસૂત્ર. જૈનસાહિત્યમાં શ્રમણ અને શ્રાવકના આચરણનાં ધોરણો આપવામાં આવ્યાં છે. ત્રીજું મૂળસૂત્ર દશવૈકાલિક છે. તેની રચના શય્યભવ નામના બ્રાહ્મણે કરી હતી અને તેમણે જૈનધર્મ અપનાવ્યો હતો. ચોથું સૂત્ર પિંડનિયુક્તિ અથવા ઓઘનિયુક્તિ છે. આ છેલ્લા સૂત્રની રચના વિક્રમ સંવતની પાંચમી કે છઠ્ઠી સદીમાં થઈ હશે અને તેના રચયિતા આચાર્ય ભદ્રબાહુ (બીજા) હતા.
છેદસૂત્રોની સંખ્યા છ છે–દશાશ્રુતસ્કંધ, બૃહદકલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ અને જીતકલ્પ અથવા પંચકલ્પ.
એવું માનવામાં આવે છે કે દશાશ્રુતસ્કન્ધ, બૃહદકલ્પ અને વ્યવહારસૂત્રની રચના ભદ્રબાહુ પહેલાએ કરી હતી. નિશીથના રચયિતા ભદ્રબાહુ કે વિશાખગણિ હોઈ શકે. મહાનિશીથના રચનાકાર આચાર્ય હરિભદ્ર માનવામાં આવે છે. જીતકલ્પસૂત્રની રચના આચાર્ય જિનભદ્રે કરી હતી અને ચૂલિકાસૂત્રોના નન્દી અને અનુયોગદ્વાર છે અને નન્દીના રચયિતા દેવવાચક છે અને અનુયોગસૂત્રના આર્યરક્ષિત છે. પ્રકીર્ણોમાં ચતુઃ શરણ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભક્તપરીક્ષા, તન્દુલવૈચારિક, સંસ્તારક, મરણચાર, ગણિવિદ્યા, દેવેન્દ્રસ્તવ અને મરણસમાધિ આવે છે. તેમાં ચતુઃસરણ અને ભક્તપરીક્ષાની રચના વીરભદ્રગણિએ કરી હતી. અન્ય પ્રકીર્ણો કોણે રચ્યા તે સ્પષ્ટ નથી. ઉપાંગો ઔપપાતિક ઉપાંગ
આ પહેલા ઉપાંગમાં શરૂઆતના પાઠમાં ચમ્પાનગરીનું અદ્ભૂત વર્ણન છે. ઔપપાતિકનો અર્થ ઔપપાદિક (ઉવવાઈય) એટલે કે ઉત્પન્ન થનાર થાય છે. તેમાં ચમ્પાનગરીનો રાજા કુણિક અને મહાવીરસ્વામીની વાત આવે છે. તે સમયે રાજાના પ્રાસાદ, તેના કોઠાગાર અને આયુધાગાર, તેના અધિકારીઓ, નગરના શ્રેષ્ઠી સમેત નાગરિકો, હાથી-ઘોડા–રથ, આભૂષણો, રાણીવાસ અને દાસ–દાસીઓ, ધજા-પતાકા-છત્ર, શિક્ષાવ્રતો
Jain Education International
૧૫
(પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતો), નગરના કારીગરો, રક્ષકો, વાજિંત્રો, વિવિધ પ્રકારના દંડ, મૃત્યુના પ્રકાર, વિધવા સ્ત્રીઓ, વ્રતો અને સાધુઓ અને તેમના પ્રકારો, ગંગાતરવાસી વાનપ્રસ્થ તાપસોના પ્રકારો, પ્રવ્રુજિત શ્રમણો, બ્રાહ્મણ પરિવ્રાજકો, ક્ષત્રિય પરિવ્રાજકો, અમંડ પરિવ્રાજક અને તેના સાત શિષ્યોની વાત, બોતેર જેટલી કળાઓ, આજીવિકોના પ્રકારો, અન્ય શ્રમણો, મત પ્રવર્તકો—આ સર્વની રોચક વિગતો આપવામાં આવી છે.
ઝડપથી બદલાતા જતા જમાનામાં આપણી જીવનશૈલી, આપણા સર્વ વ્યવહારો અને સંસ્થાઓ શિક્ષણવ્યવસ્થા અને તે સાથે સંલગ્ન કળાઓ સમેત અનેક બાબતો, આપણા દૈનિક જીવન સાથે સંકળાતી સ્થૂળ બાબતો જેવી અનેક બાબતો પણ બદલાતી જવા માંડી છે અને હવે આપણી વાતચીતની અને સાહિત્યની ભાષામાંથી પણ ઘણા બધા શબ્દપ્રયોગો લુપ્ત થવા માંડ્યા છે ત્યારે ક્યારેક થોભવું પડશે, પાછું વળીને જોવું પડશે, અદૃશ્ય થતાં જતા ભાષા-શબ્દપ્રયોગ યાદ કરવા પડશે. સદીઓ પહેલાંનો સમાજ કેવો હતો તેનો ખ્યાલ આવા સાહિત્ય થકી જ આવે ‘ભગવદ્ગોમંડલ’માં ચોસઠ કળાઓનો ઉલ્લેખ છે. બોતેર કળાઓનો ઉલ્લેખ છે કે નહીં તે જાણતા નથી. વાત્સ્યાયનના ‘કામસૂત્ર'માં ચોસઠ કળાઓનું વર્ણન મળે છે. એ સમયના સમાજમાં કઈ ભાષાઓ કયા પ્રદેશમાં બોલાતી હતી તે તો આ ઉપાંગમાંથી જ જાણવા મળે. બધા જ ઉપાંગોના પૂર્ણ પાઠ મળતા નથી અને જેટલા પણ મળે છે તે સર્વ થકી વીતેલા જમાનાનું અદ્ભુત ચિત્ર આપણને જાણવા મળે છે.
રાજપ્રશ્નીય ઉપાંગ
જૈન ધાર્મિકસાહિત્યમાં આ ‘રાયપીસેણઈય' ઉપાંગ પણ મહત્ત્વનું છે. આ ઉપાંગમાં ૨૧૭ સૂત્રો છે. આ ઉપાંગમાં બે મહત્ત્વના ભાગ છે. પહેલા ભાગમાં સૂર્યાભ દેવ અને મહાવીરસ્વામીના મેળાપના પ્રસંગનું વર્ણન છે. બીજા ભાગમાં કેશીકુમાર (ભગવાન પાર્શ્વનાથના શિષ્ય) અને શ્રાવસ્તીના રાજા પ્રદેશી વચ્ચેના સંવાદની વાત વિસ્તૃતરૂપે જણાવવામાં આવી છે.
જેમ ઔપપાતિક ઉપાંગમાં આજના ભાગલપુર પાસે આવેલી તે સમયની ચમ્પાનગરીનું વર્ણન જોવા મળે છે તેમ રાજપ્રશ્નીય ઉપાંગમાં અમલકપ્પા નામના નગરનું વર્ણન જોવા મળે છે. એ નગરી સમૃદ્ધ હતી-ખેડૂતો ખેતી કરતા, ચોખાની ખેતી કરતા, ગાય–ભેંસ-ઘેટાંબકરાં જેવાં પાલતુ પશુઓ રાખતા, આનંદ માટે સાંઢ અને કૂકડા વચ્ચે લડાઈની રમત યોજતા. ભ્રષ્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org