________________
શાશ્વત સૌરભ ભાગ-૧
બનાવી તેમાંથી પંચપરમેષ્ઠીપદનાં સભ્યો પણ તૈયાર થાય તે માટે વિશ્વનાં સ્તરે ‘મનુષ્યનું ગૌરવ દિન’ ઉજવવા ‘આત્મ ગૌરવ દિન'નું નાનું જૈનોનું ચારે ફીરકાનું મિશન અને તે પૂર્વે ગીતાર્થ અને આરાધકોનું સંમેલન માત્ર શાસનનાં ઉદયકાળને લક્ષમાં રાખીને કરવામાં આવે તો યુગપુરુષ આત્માને સામે પગલે આપણને દર્શન આપવા-માર્ગદર્શન આપવા આવવું જ પડશે.
સમ્યગુદર્શન (શ્રદ્ધા-ભક્તિ), સમ્યજ્ઞાન (નાનામોટાઓની પાઠશાળાઓ), સમ્યગ્ ચારિત્ર (પૌષધશાળાઓ) એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર્યરૂપી ગંગા-યમુના-સરસ્વતીની નદીઓ વહેડાવવી પડશે. ત્રિકાળ વંદનારૂપી ત્રિકાળસંધ્યા ગામે-ગામેશહરે-શહરે ઝૂંપડીથી લઈને કલેક્ટરનાં બંગલા સુધી આ વિચારધારાને પહોંચાડવી પડશે. તેજ ખરો સ્વાધ્યાય છે. તપ છે કારણ મોક્ષરૂપી પ્રયાગતીર્થની પ્રાપ્તિ કરવા જ્યાં ત્રણે નદીઓનો સંગમ થાય છે તેવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી નદીઓનું મિલન આત્મામાં થાય ત્યારે જ આત્મા મોક્ષનો જિજ્ઞાસુ એવો મુમુક્ષુ બની શકે છે.
દશપૂર્વધર ઉમાસ્વાતિજી ભગવત્ત તત્ત્વાર્થસૂત્રમાં સ્વાધ્યાયને પરમ તપ કહે છે. જે એ મહાન આવ્યંતર તપ પણ છે. તે પંચવિધ સ્વાધ્યાય કરવા આપ્યંતર તપના વિકાસ માટે બાહ્યતપ પણ યથાશક્તિ કરવો પડે.
એટલે ગીતાર્થ-સુગુરુ પાસે ભવ આલોચના-પ્રાયશ્ચિત્ત લઈને તે પાળીને દેવ-ગુરુ-ધર્મનો વિનય, સેવા, પંચવિધ સ્વાધ્યાય (વાંચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથા) કરીને, પંચમહાવ્રતધારી દેવ-ગુરુનું ધ્યાન ધરીને કાયોત્સર્ગ (કાયાના કષ્ટો સમભાવે કરીને) આત્માને સજાવવાનો છે તેમાટે યથાશક્તિ બાહ્યતપ કરવાજ પડે. અનશણ (ઉપવાસાદિક), ઉણોદરી (ભુખ કરતા ઓછું વાપરવું), વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ, રસત્યાગ અને સંલીનતાદિનું આચરણ કરવાનું છે. તો રિદ્ધિ-સિદ્ધિ, સમાધિ, સદ્ગતિ અને પરંપરાએ પરમગતિ પામવા આપણો આત્મા સક્ષમ બની શકશે.
આ સાર લખતા કહેવાનું મન થાય છે કે, ભાવિ યુગનિર્માણની જિમ્મેદારી ચતુર્વિધ સંઘના માથે છે, તે નિભાવવામાં માર્ગદર્શક યુગપુરુષની જરૂર છે. આપણા સહુમાં યુગુપુરુષના દર્શનની આતુરતા વ્યાપેલી હશે દરેકના હૈયામાં તેમનો વાસ થશે અને અજ્ઞાનરૂપી અંધકારના વાદળો દૂર થશે. જ્યાં ચારેકોર સમ્યગ્દર્શનના અજવાળા પથરાશે.
Jain Education International
परमगुरु शरणं मम | सद्गुरु शरणं मम |
પધારો યુગપુરુષ ભરતક્ષેત્રમાં એજ ઝંખતા મુનિરાજ પૂર્ણચંદ્રવિ. તવ આજ્ઞા શરણં મમ || પૂ.આ.શ્રી જગશ્ચંદ્રસૂરિજીમ.સા.ના तव वचनं शरणं मम । શિષ્યરત્ન પ્રેરણાતીર્થ-સેટેલાઈટ
૧૧૫
૨૧મી સદી જૈનોની
For Private & Personal Use Only
અમદાવાદ
—નાની પાલખીવાળા
મારી અંગત માન્યતા છે કે આગામી ૨૧મી સદી ઇતિહાસમાં જૈનોની સદી તરીકે ગણાશે. હું ધારું છું કે જૈન ધર્મે અનેકાન્તવાદ, અહિંસા અને અપરિગ્રહનાં જે સિદ્ધાંતો વિશ્વ સમક્ષ મૂક્યા છે તેના મહત્ત્વની સામાન્ય રીતે બધાને જાણકારી નથી. અનેકાન્તવાદ શીખવે છે કે કોઈ એકનો મત તમારાથી અલગ હોય તો તે મત પણ સાચો . હોઈ શકે. આ એક એવો સિદ્ધાંત છે કે જે સમજ, સંવાદિતા અને સહકારની ભાવનાને પ્રતિષ્ઠિત કરે છે. બૌદ્ધિક તારણ પર આવવા માટેના બહુમુખી અને વ્યાપક મતને તે ગણનામાં લે છે. જૈન ધર્મે આપેલો આ એક મહાન સિદ્ધાંત છે. મને કોઈ વખત એવો પ્રશ્ન થાય છે કે જૈન ધર્મના આ મૂળભૂત સિદ્ધાંતનું આપણી શાળાઓ અનેમહાવિદ્યાલયોમાંશિક્ષણકેમઅપાતુંનથી ?જોતેનેઅભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવે તો એક સુંદર અને સુખી નવા વિશ્વનું આપણે નિર્માણ કરી શકીએ. આજના વિશ્વનું ધ્યાન જે મહત્ત્વના વિષય તરફ કેન્દ્રિત થયું છે તે એ છે કે આપણે વિશ્વના ધાર્મિક દૃષ્ટિકોણનો ક્યાસ કાઢવો જોઈએ. ધાર્મિક દૃષ્ટિકોણનો એટલે સમગ્ર સૃષ્ટિને એક અખંડ અસ્તિત્વ તરીકે જોવું પણ આવો દૃષ્ટિકોણ તો ભગવાન મહાવીરે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે આપ્યો હતો. આજનું વિશ્વ જે શીખવી રહ્યું છે તે તો ૨૫૦૦ વર્ષ પૂર્વે જૈન ધર્મે આપેલો પ્રધાન સિદ્ધાંત છે. આશરે ૨૫૦૦ વર્ષોથી જૈનો આ સિદ્ધાંતથી સુપરિચિત છે,જેને બાકીની માનવજાતિ અત્યારે શીખી રહીછે.ઈ.સ. ૧૯૨૬ના ગાળામાં જનરલ બન્ને વિશ્વના ધાર્મિક દૃષ્ટિકોણ વિશે એક પુસ્તક લખ્યું હતું. પણ જૈન ધર્મનું તો આ સારતત્ત્વ છે. આ સૃષ્ટિના તમામ જીવો, પછી તે જીવડાં હોય કે પ્રાણીઓ હોય કે મનુષ્યો હોય; સહુની સાથે સમાન ધોરણે અને સમાન આદર સાથે વ્યવહાર કરવો જોઈએ. જૈનો માટે અનેકાન્તવાદનો જે મહાન સિદ્ધાંત રહ્યો છે તેને જો અનુસરવામાં આવે તો વિશ્વની અનેક સમસ્યાઓનો ઉકેલ આવી શકે. અહિંસાનો સિદ્ધાંત જૈનધર્મનું મોટું યોગદાન છે. મને વિચાર આવે છે કે જૈનો કેવા સમૃદ્ધ ચિંતનના આસન પર બેઠા છે. આજના વિશ્વને જે શીખવવાની જરૂર છે તે તો હું તો બાલ્યકાળથી જ શીખીને આવ્યા છે. [રજૂઆત ઃ મોદીભાઈ (શ્રી આત્માનંદપ્રકાશ જુલાઈ ૨૦૦૭)]
www.jainelibrary.org