________________
૧૨૦
ધન્ય ધરાઃ
તે સમયે ૯ હજાર ક્રોડ (૯૦ અબજ) સાધુઓનો અને તેમાં ૯ ક્રોડ કેવળજ્ઞાનીઓનો હતો. તે બધાય તીર્થકરોના નામ આજે પણ અસંખ્ય વરસો પછી પણ ઉપલબ્ધ છે. ઉપરાંત મૌન એકાદશીના જાપમાં ૧૫૦ કલ્યાણકોની વાતમાં ફક્ત ભારત અને ઐરાવતક્ષેત્રના ભૂત અને ભાવિ સાથે વર્તમાન કાળના તીર્થકરોના નામ આવે છે, તે જણાવે છે કે મહાવિદેહ ક્ષેત્રની જેમ સતત તીર્થકરની હાજરી ન હોવા છતાંય પ્રસંગે–પ્રસંગે કાળ પ્રભાવે ચોવીશ-ચોવીશ તીર્થકરો અવતાર લે છે, અને જગત્કલ્યાણ કરે
બાકી મહાવિદેહમાં હરહંમેશ ક્ષેત્રપ્રભાવે મોક્ષમાર્ગ ચાલુ જ રહેવાથી ચોથા આરા જેવો ભાવપ્રભાવ વર્તે છે. પણ ત્યાં ચોવીશી નથી હોતી, ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકરોના નામ આ લેખમાળા સાથે નથી આપ્યા, કારણ કે ફક્ત વીસ વિહરમાન તીર્થકરની જ આછી વિગતો અપાઈ છે.
ભરતક્ષેત્રની મહાવિદેહની પાર્થિવ સફરમાં સાત મહાપર્વતો + ૭ ક્ષેત્રો + ત્રણ મહાનદીઓ ઓળંગવી પડે છે. કલ્પાતીત દેવો તો દેવવિમાનમાં બેઠા-બેઠા જ ભગવાનને પ્રશ્નો પૂછી સમાધાન મેળવી લે છે, જેમાં પોતાની મનશક્તિનો ઉપયોગ કરે છે. હાલમાં પણ વીસેય તીર્થકર મનોવર્ગણાના પુદ્ગલોથી નવગ્રેવેયક તથા પાંચ અનુત્તરવાસી અહમિન્દ્ર દેવોને પ્રશ્નોના સમાધાન આપી ઉપકાર કરે છે.
ભસ્મગ્રહની આસુરી અસર ઉતર્યા પછી ભરતક્ષેત્રમાં સીમંધરસ્વામીની ભાવભક્તિ ભાવપૂજા તથા પ્રતિમા પૂજનો વધ્યા છે. લોકોની ધર્મશ્રદ્ધા દ્રઢ બની છે, જે કાળપ્રભાવને આભારી છે. અનેક સ્તવનો, સ્તુતિઓ, ચૈત્યવંદનોની રચના
પ્રભુના નામે થવા પામી છે. તેવા સીમંધર સ્વામી જંબુદ્વીપના ૩૨ વિજયોમાંથી મહાવિદેહ ક્ષેત્રના આઠમા વિજયના વિહરમાન ભગવાન છે, અત્રેના જીવો માટે પણ કરૂણાભાવ સંપન તથા મહાઉપકારી છે.
તેવા તમામ તીર્થકરોને ભાવભરી વંદના કરી વિષય અને કષાયનો હાસ, તેમની નિકટમાં જન્મ, નાની ઉમે ચારિત્રપ્રાપ્તિ અને તેજ ક્ષેત્રથી કેવળજ્ઞાન મેળવી મોક્ષે જવાના મનોરથો સેવનારા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આજેય પણ છે.
ભરતક્ષેત્રના આસનોપકારી ભગવાન મહાવીરદેવ પોતાના પ્રથમ નયસારના ભવમાં સમકિત જે પામ્યા તે પશ્ચિમ મહાવિદેહમાં તેમ ત્રેસઠ ઉત્તમ પુરુષોના જીવનકવન તપાસતા જોવા મળશે કે કોઈક ભવ ભરતક્ષેત્રમાં થયો તો કોઈક ઐરાવતમાં, ક્યારેક મહાવિદેહમાં પણ જન્મ પામ્યા. આમ ચારેય ગતિના ચોરાશી લાખના ભવફેરામાં જીવાત્માએ બધાય ક્ષેત્રોની સ્પર્શના કરી છે, ફક્ત તીર્થકરોના સાનિધ્ય સાથે શાસનપ્રાપ્તિ અને સમકિતની પ્રાપ્તિ અતિ દુર્લભ ગણાય છે.
વિહરમાન વીસ તીર્થકરોની ભક્તિ પણ ચારેય નિક્ષેપનામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી કરી આપણે પણ લધુકર્મી બનીએ એવી શુભભાવના.
નોંધ :-વિહરમાન વીસ તીર્થકરોની નામાવલિ અલગથી પ્રસ્તુત છે. વધુ વિગતો સંશોધનનો વિષય છે, જે માટે પ્રયત્ન કરનાર અભિનંદનને પાત્ર છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org