________________
૧૩૮
(૧૮) આ. સમન્તભદ્રસૂરિજી ઃ—જ્યારે આ. કૃષ્ણૠષિના શિષ્ય શિવભૂતિએ ગુરુ તરફથી નવપૂર્વથી અધિક જ્ઞાન ધરાવનાર માટે જ જિનકલ્પ ને નગ્નવાદ જણાવાયો ત્યારે શિવભૂતિ વસ્ત્ર-પાત્ર છોડી દિગંબરપથનો પ્રણેતા બની ગયો. જૈનસંઘમાં વીર સં. ૬૦૯થી શ્વેતાંબર અને દિગંબર એમ બે મત પડી ગયા. તે સમયે શ્રીસંઘની એકતા જાળવવા અનેક આચાર્યોએ પ્રયત્ન કર્યા અને તેમાંય આ. સમન્તભદ્રસૂરિજીએ તો શ્વેતાંબર પક્ષને મજબૂત બનાવવા નગ્નતાના પક્ષે વનવાસ વધાવી લીધો અને આત્મસંયમ કેળવી ચારિત્રની આરાધના કરવા લાગ્યા પણ સફળતા દૂર જ રહી અને દિગંબર નામનો નવો ચીલો ચાલુ થઈ ગયો. વનવગડાને યક્ષ મંદિરોમાં સંયમનિર્વાહ કરતા હોવાથી તેઓ થકી વનવાસી ગચ્છનો પ્રારંભ થયો છે.
(૧૯) નવાંગી વૃતિકાર અભયદેવસૂરિજી —કર્મોદયે જેમને આકરી દેહવ્યાધિ લાગુ પડતા અણસણ કરી કાયાને વોસરાવવાની ભાવના જાગી, ત્યારે શાસનદેવીએ તેમને પ્રગટ થઈ તેમ ન કરવા સૂચના આપી જે પછી તો તેઓ સ્વસ્થ થતા ગયા અને આચાર્યભગવંતે નવ અંગો ઉપર ટીકાઓ રચી. ખંભાતના સ્તંભનતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શાસનપ્રભાવનાના અનેક કાર્યો સંપન્ન થયા તેવા સમર્થ છતાંય આત્મલક્ષિતાઆત્મજાગૃતિ જીવનના અંત સુધી કેળવી પ્રસિદ્ધ શાસ્ત્રકાર તરીકે ઓળખાયા છે.
(૨૦) આ. આનંદવિમલસૂરિજી ઃ—પરમાત્મા
મહાવીરદેવની પાટ પરંપરાએ થઈ ગયેલ જૈનાચાર્ય જેમના થકી તપગચ્છરક્ષક માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ છે. આ. ભગવંત તથા તેમના નિશ્રાવર્તી સાધુઓની દાઢી તથા મૂછના થોડા-થોડા વાળ તેમના મુખ દીપક જ્યોતમાં જોવાના બહાને નાસ્તિક માણેકચંદ શેઠે ઉજ્જૈન નગરીમાં બાળી નાખ્યા, છતાંય કોઈ પણ સાધુઓએ આત્મધ્યાન ન છોડ્યું કે પરીક્ષા કરવા આવેલ આંગતુકને ઠપકો પણ ન આપ્યો. તેનો પ્રભાવ એવો પડ્યો કે શેઠ માણેકચંદ આસ્તિક થઈ ગયા. છેક આગ્રા જઈ ત્યાં ચાતુર્માસ રહી શત્રુંજયનું માહાત્મ્ય સાંભળી તે ક્ષેત્રની યાત્રા કરવાના ભાવમાં લૂંટારૂના નિમિત્તે પ્રાણ ખોયા, પણ પૂ.આ. ભગવંતના મંગળ પ્રભાવે દેવલોકના એકાવતારી ઇંદ્ર બની ગયા. આ. આનંદવિમલસૂરિજીને યક્ષ માણિભદ્રે પરચા આપ્યા છે, ઉપાસના કરી છે અને શાસનરક્ષાના કોલ આપ્યા છે. સૂરિજી પણ દેવલોક સાધી ગયા છે.
Jain Education International
ધન્ય ધરા:
(૨૧) રાજર્ષિ ધર્મદાસગણી મહત્તર ઃ અનેક વિશેષણોથી યુક્ત ધર્મદાસગણી પ્રભુવીર પાસે દીક્ષિત તો થયા જ પણ આત્મલીનતાના પ્રભાવે ટૂંક સમયમાં અવધિજ્ઞાની બની ગયા. પોતાના જ પુત્ર રણસિંહને વૈરાગ્ય ઉત્પન્ન કરવા ૫૪૪ ગાથાની ઉપદેશમાલા રચી છે, જેના પદાર્થો જ મહત્તર મહાત્માના આત્મઔજસના દર્શન કરાવે તેવા છે. આતમજ્ઞાન વગર તેવી રચના દુર્લભ છે. કહેવાય છે કે ઉપદેશમાલાનો અભ્યાસી અનંત સંસારી ન હોય તો ધર્મી તો અવશ્ય બને જ. તેવા જ આત્મસંશોધક થઈ ગયા જિનદાસગણી મહત્તર જેઓ સંસારીપક્ષે ધર્મદાસગણીના સાળા અને સંયમપક્ષે ગુરુભાઈ થાય છે.
(૨૨) આચાર્ય હરિભદ્રસૂરિજી :-જૈનેત્તર વિદ્વાનો માટે પણ બહુમાન દાખવનારા તથા જિનશાસનને પોતાની આગવી પ્રભાથી ૧૪૪૦ ગ્રંથો મેંટ ધરનારા આજીવનના સ્વાધ્યાયસંનિષ્ઠ તેમની યોગવિષયક કૃતિઓ આચાર્યપ્રવરની આત્માનુભૂતિના દર્શન કરાવે છે. આ. માનદેવસૂરિજીના કડવા વેણને દંભીના આક્ષેપોને પણ ગળી જઈ તેમને જ પરમ મિત્ર બનાવી દેનાર તેઓ કેટલા નિરભિમાની બની ગયા હતા તે કલ્પનાનો વિષય કહેવાય. યાકિની મહત્તરાથી બોધ પામ્યા જેથી પોતાને યાકિનીમહત્તરાસૂનુ તરીકે ઓળખાવી માર્ગદાતાનો ઉપકાર માથે ચઢાવે, તેમની આત્મલઘુતા જ કદાચ આત્મવૈભવનું કારણ બની હશે.
(૨૩) વટેશ્વર ક્ષમાશ્રમણ :—તપસ્વી છતાંય પ્રવચનલબ્ધિ સંપન્ન આ. યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણના તેઓ શિષ્ય હતા. વટેશ્વર તેમના જ શિષ્ય પણ આત્મસૌંદર્ય જાણે મુખ ઉપર જ છલકાતુ હોય તેવા સૌંદર્યમૂર્તિ તેમના દર્શનમાત્રથી કેટલાય દુર્જનો સજ્જન બની જતા હતા. અનેકોના મિથ્યાત્વ દૂર કરી જૈનધર્મમાં સ્થિર કર્યા હતા. અંબરકોટ–ઉમરકોટ તથા આકાશવપ્રનગરમાં તેમના જ ઉપદેશથી વિશાળ જિનાલયની સ્થાપના થઈ હતી. આત્મપરિણતિ યુક્ત તેમના જીવનકવનની અનેક વાતો અપ્રકાશિત છે, કારણ કે પોતાની નામનાથી નિઃસ્પૃહી હતા.
(૨૪) આચાર્ય શીલભદ્રસૂરિજી :—દીક્ષા ફક્ત ૧૨ વરસની નાની વયે લીધી પણ પ્રથમ દિવસથી જ છએ વિગઈઓનો ત્યાગ કરી દેવાથી તેમની આત્મશક્તિ ખૂબ
For Private & Personal Use Only
www.jainelibrary.org