________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સંસારને છોડી પ્રતિકૂળ સ્મશાનધ્યાનને પસંદ કરનારા અવંતિસુકુમારે ચારિત્ર લઈ ઓછા સમયમાં શિયાલણ અને તેણીના બચ્ચામાં મરણાંત ઉપસર્ગને સહીને કાયાની માયા છોડી ફરી દેવલોક સાધી લીધો, તેમાં તેમની આત્મરમણતા તથા ઉચ્ચ ધ્યાનદશાની અનુમોદના કરાય છે. સ્વયં તેમના ગુરુદેવ આર્ય સુહસ્તિસૂરિજીએ તેમને તેમની તેવી યોગ્યતા દેખી એકાકી વિહાર માટે આજ્ઞા આપેલી હતી, અને કાળધર્મ પછી તેમની પત્નીઓએ પણ તેમની ક્ષતવિક્ષત કાયા દેખી વૈરાગ્ય થતાં સંસારત્યાગ કરી નાખ્યો હતો.
(૧૨) આચાર્ય પ્રિયગ્રંથસૂરિજી ઃ—જેમના
ધ્યાન અને જ્ઞાનથી પ્રસન્ન થયેલી અંબિકા દેવીએ સાનિધ્ય આપી બ્રાહ્મણો દ્વારા થઈ રહેલ પશુહિંસાને અટકાવી, ચારેય તરફ અહિંસાનો આહ્લાદ બજાવી દીધો હતો, જેમની પાસે મંત્રવિધાનો હોવાથી મંત્રવાદી પ્રભાવકાચાર્ય ગણાયા છે તેવા પ્રિયગ્રંથસૂરિજીના કાળમાં આચાર્ય નાગસૂરિજી પણ પ્રભાવક બન્યા હતા. ચમત્કાર ત્યાં નમસ્કાર તે ન્યાયે અનેક લોકો તેમની મંત્રશક્તિથી આકર્ષાયેલા હતા, પણ છતાંય વ્યક્તિગત ભક્તો પેદા ન કરી આત્મનિર્લેપદશાનો પરિચય આપ્યો હતો અને અજમેરની નિકટના સમૃદ્ધ નગર હર્ષપુરને કેન્દ્રમાં રાખી ચારેય તરફ અહિંસાવાદ પ્રસરાવી દીધો હતો.
(૧૩) આચાર્ય રૂદ્રદેવસૂરિજી ઃ—જેઓ યોનિપ્રામૃત શ્રુતના જ્ઞાતા હોવાથી શિષ્યોને માછલાં ઉપન્ન કરવાની વિદ્યા જણાવી પણ તે બાજુની ભીંતથી કોઈ માછીમારે ગ્રહણ કરી જ્યારે દુકાળના સમયે તેનો દુષ્પ્રયોગ કરી માછલાઓની હિંસાના પાપો કર્યા અને તે જ વાત સૂરિ મહાત્માના ધ્યાનમાં આવી, ત્યારે તરત જ રત્નોત્પત્તિનો પ્રયોગ શીખવી તે ધીવરને માંસાહારના પાપથી મુક્ત કર્યો હતો. આચાર્ય રૂદ્રદેવસૂરિજી સ્વયં બાહ્ય આડંબરોથી પર આરાધકાત્મા હતા. કદાચ તેથી પણ તેમની વધુ વિગતો ઇતિહાસમાં નહિં નોંધાણી હોય તેમ જણાય છે. આમેય આત્મલીનતાથી જ લબ્ધિઓ પ્રગટે છે, જે હકીકત છે.
(૧૪) આર્યશ્રમણસિંહસૂરિજી ઃ—જેમણે વિલાસનગરના રાજા પ્રજાપતિને જૈનધર્મના રાગી બનાવવા પત્થરમાં સોય ભરાવી, અમુક સંક્રાંતિમાં ખેંચાવી આખીય નગરી વરસાદથી જળબંબાકાર કરાવી દીધેલ હતી, તેવા પોતે પાછા આવા આશ્ચર્યોમાં વિરાધનાના પાપોથી ભયભીત હતા. તેથી રાજા દ્વારા પુછાયેલ પ્રશ્નોના ઉલટસુલટ જવાબ
Jain Education International
૧૩૦
અપાવીને રાજકથા, દેશકથાથી મુક્ત થઈ ગયેલા, તે પછી જ્યોતિષશાસ્ત્રના મહાનગ્રંથ રચ્યા હતા, જે આજે નાશ પામેલા છે. આવા જ્યોતિષજ્ઞ છતાંય તેઓ આચાર-વિચારથી સંપન્ન અધ્યાત્મના રાગી હતા.
(૧૫) આ. સિદ્ધસેનદિવાકરસૂરિજી :મહામંત્ર નવકારને નાનો કરી નાખવાની વિદ્વતાના કારણે બાર વરસ ગુપ્તવેશે રહી મોટા રાજાને પ્રતિબોધવાનું પારાંચિત પ્રાયશ્ચિત વહન કર્યું. વનવાસ, નિર્જનપ્રદેશાવાસ વગેરેમાં આત્મજાગૃતિ ખૂબ કેળવી અને પછી કલ્યાણમંદિર સ્તોત્ર દ્વારા ધરણેન્દ્ર દેવને પ્રસન્ન કરી અવન્તિપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા મહાદેવના મંદિરમાંથી પ્રગટ કરી દેખાડતાં ઊજ્જૈનનો વિક્રમાદિત્ય રાજા પ્રતિબોધ પામી ગયેલ. પક્કો જૈન બની જઈ ખૂબ શાસનપ્રભાવના કરવા લાગ્યો તેથી સંઘે પણ તેમના પ્રાયશ્ચિતના બાકીના પાંચ વરસો માફ કરાવી સાતમા વરસે જ ગુપ્તવેશ છોડાવ્યો હતો. દિગંબરોએ પણ સિદ્ધસેન દિવાકરસૂરિજીના અનેક ગ્રંથોનો સ્વીકાર કર્યો છે. સમર્થ શાસ્ત્રકાર તેઓ છતાંય લોકપ્રશંસાથી પર આત્માનુશાસન ધરાવતા વિદ્વાન થઈ ગયા છે, જે બાબત પછીના આચાર્યો તેમને શ્રુતકેવળી કહી નવાજે છે.
(૧૬) આચાર્ય ભદ્રગુપ્તસૂરિજી
-:
વજ્રસ્વામિ જેવા સમર્થ શાસનપ્રભાવકના જેઓ વિદ્યાદાતા હતા, દ્રષ્ટિવાદ ભણાવેલ તથા જેઓ વીર સંવંત ૧૩૩માં ૧૦૫ વરસની દીર્ધ ઉમ્રમાં કાળધર્મ પામી દેવલોકે સીધાવ્યા છે એવા આત્મપરિણત આચાર્ય ભગવંતને અંતિમ નિર્યામણા આર્ય રક્ષિતસૂરિજીએ કરાવી હતી. જીવનના અંતે અણસણપૂર્વક દેહત્યાગ તે ફક્ત આત્માર્થી જીવોને જ સુલભ બને છે, જે પંડિત મરણ તેઓ પણ વર્યા.
(૧૭) આર્ય વજ્રસ્વામિજી :—બચપણથી જ હેરત પમાડતા પ્રસંગો સર્જનાર, પુરીના બૌદ્ધ રાજાને પ્રતિબોધ કરનાર તથા જાવડશેઠના મારફત શત્રુંજયતીર્થનો જીર્ણોદ્ધાર કરાવનાર આચાર્ય પુંગવે જ્યારે અંતકાળ નિકટ હતો ત્યારે દુકાળના કારણે પણ વિદ્યાપિંડથી આહાર લઈ જીવન ટકાવવા કરતાં આત્મશ્રેયાર્થે સપરિવાર અણસણ પસંદ કર્યું. તેમની આત્મલગની અને નિષ્ઠા જોઈ એક બાળમુનિએ વજસ્વામીની ના છતાંયે અણસણ કરી, દેહ છોડી દીધો. તે પછી અનેક મહાત્માઓ આત્માનુભૂતિ સાથે દેહદમન કરી વજસ્વામિની સાથે દેવગતિ પામી ગયા. જે સ્થાને સ્વયં શક્રેન્દ્રે આવીને રથવડે પ્રદક્ષિણા આપી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org