________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૦૧
અહો જેનદર્શનમ્ ! [આ વિશ્વધર્મ વિશે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાન તત્ત્વજ્ઞાનીઓનાં મંતવ્યો.
સંકલન : સૂરિગુણરત્નાન્તવાસી પ્રવચન પ્રભાવક પંન્યાસ રસિમરત્નવિજય મ. જૈન શાસને વિશ્વના ઇતિહાસમાં અભુત સ્થાન લીધું છે. ભૂતકાળના આ ધર્મના ભવ્યાતિભવ્ય વારસાને અને તેની મહાનતાને કારણે લાખો અને કરોડો અજૈન કુળમાં જન્મેલાંઓએ પણ જૈનધર્મનો અંગીકાર કર્યો છે. વિદેશીઓને છેલ્લા ત્રણચાર દાયકામાં જ્ઞાનસંશોધન અને તત્ત્વજ્ઞાનનું ઘેલું લાગ્યું છે. પૂર્વે જૈનાચાર્યોએ લખેલા, વિજ્ઞાનના ઘણા ગ્રંથો તેમને ખૂબ જ ઉપયોગી થઈ પડ્યા છે. વિલાસ, વૈભવ અને સમૃદ્ધિના રંગરાગથી કંટાળીને આ વિદેશીઓ જૈન-સંસ્કાર અને સંસ્કૃતિને સમજવા-જાણવા ખૂબ જ મથામણ કરી રહ્યાં છે. વિશ્વના અનેક અજૈન વિદ્વાનોએ જૈન ધર્મના સિદ્ધાંતોને પોતાની બુદ્ધિની સરાણે ચડાવીને, તપાસીને સ્પષ્ટ જણાવ્યું છે કે આ ધર્મ સાચે જ વિશ્વધર્મ બનવા યોગ્ય છે. ( પુરાણો અને વેદોમાં પણ જૈન તીર્થકરોને ઉદ્દેશીને સ્તુતિઓ અને મંત્રો વાંચવા મળે છે. ભગવાન શ્રેષભદેવને મોક્ષમાર્ગના સ્થાપક કહ્યા છે. શ્રીમદ્ ભાગવતમાં તો સાક્ષાત્ ભગવાન વિષ્ણુના પ્રથમ અવતાર માન્યા છે અને કેવી સુંદર ભાષામાં વંદના કરી છે તે માટે જુઓ : અધ્યાત્મ ૧૮ શ્લોક ૯.
ઋગવેદ, યજુર્વેદ વગેરે ગ્રંથોમાં પણ ઋષભ, અરિષ્ટનેમિ વગેરે જૈન તીર્થકરોના ઉલ્લેખો મળે છે. એ બધા જૈનધર્મની પ્રાચીનતાના પ્રબળ પુરાવા છે. જૈન ધર્મ એ કોઈ ચોક્કસ જાતિ કે સંપ્રદાયનો ધર્મ નથી, પણ જીવમાત્રનો એ ધર્મ છે. સમગ્ર વિશ્વનો એ ધર્મ છે.
ભર્તુહરિ નામના મહાન વૈરાગી રાજાએ પણ પોતાના સાચા સાધ્ય તરીકે ભગવાન જિનેશ્વરની જ સ્તુતિ કરી છે. ઝેકોસ્લાવિયાના દૂત પરટોલ્ટે પણ જૈન તીર્થકરોની ઘણી બધી મહાનતાનો સ્વીકાર કરીને જૈનોના ભવ્ય સ્વરૂપનો ખરેખરો ચિતાર આપ્યો છે. આ ધર્મના આચાર-વિચારથી ગુજરાતના આનંદશંકર ધ્રુવથી માંડીને પંડિત રામમિશ્રજી રામાનુજાચાર્ય અને ગાંધીજી-વિનોબાજી જેવા પણ મુગ્ધ બન્યા હતા. અરે! રવીન્દ્રનાથ ટાગોર અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુ જેવાઓએ વિશ્વશાંતિ માટે જૈનધર્મના વિચારની ઉદારતાને જ સૌથી શ્રેષ્ઠ માની છે.
જાણીતા સાહિત્યકાર ડો. હસમુખ દોશીએ એક જગ્યાએ યથાર્થ નોંધ્યું છે કે “સમગ્ર વિશ્વસાહિત્યનો વીસમી સદીનો પૂર્વાર્ધ, જેની તર્કશુદ્ધ વિચારણાથી ઉજ્વળ થયો હતો, ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ કરીને પણ જેણે વિશ્વમાં પ્રવર્તી રહેલી કોઈ અગમ્ય ચૈતન્ય શક્તિનો સદા પુરસ્કાર કર્યો હતો, એવા મહાન સાહિત્યાચાર્ય બર્નાડ શોએ સર્વશક્તિમાનને પ્રાર્થના કરતાં એક જગ્યાએ લખ્યું છે કે – “ફરીને મારે જન્મ ધારણ કરવાનું બને તો મને જૈન બનાવજે.”
અત્રે આ “અહો જૈન દર્શનમ્!' નામની લેખમાળામાં વિશ્વના કેટલાક શ્રેષ્ઠ અને વિદ્વાન પુરુષોના જૈનધર્મનાં વિવિધ પાસાંઓ વિષેના અભિપ્રાયોનું સુંદર સંકલન કર્યું છે, પૂ. શ્રી પ્રેમભુવનભાનુસૂરિ સમુદાયના દીક્ષાદાનેશ્વરી આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પદર્શનનિષ્ણાત પૂ.પં. શ્રી રસિમરત્નવિજયજી મ. એમની વિસ્તૃત જીવન પરિચયનોંધ આ ગ્રંથમાં જ અન્યત્ર પ્રગટ થયેલ છે. પૂજ્યશ્રી દુનિયાની ઘણી ભાષાઓ જાણે છે. સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં હજારોની મેદનીને ડોલાવે છે. આ તપસ્વી સંતને વંદના.
-સંપાદક.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org