________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૯૯
સોનાની શુદ્ધ શાહી તૈયાર કરાવી અને આગમો લખવાનું કામ શરૂ કર્યું. ૪૫ આગમ લખાવવાનો હાલની તારીખમાં ૧ કરોડથી વધુ ખર્ચ થાય તેમ છે [સોનાના ભાવ જેમ વધશે તેમ ભાવમાંખર્ચમાં વધારો થશે તે જુદો]. એક જ પુણ્યાત્માએ આ કાર્યમાં લાભ લેવાની ભાવના પણ વ્યક્ત કરી છે. ધન્ય છે ઉદારદિલ શ્રુતપ્રેમી શ્રાવકોને કે જેઓ પોતાના નશ્વર ધનનો મોહ ઉતારી શાશ્વત જ્ઞાનધન-શ્રુતધનને બચાવવા આવો ભોગ આપે છે. ખરેખર દરેક શ્રાવક “મન્ડ જિણાણં'ની સઝાયમાં દર્શાવેલા શ્રાવકનાં ૩૬ કર્તવ્યો પૈકી પુત્યયતિહણ' કર્તવ્યને બજાવવામાં સ્વશક્તિ અનુસાર ભોગ આપે, તોય પ્રભુશ્રી મહાવીરદેવનું તમામ શ્રુત સુરક્ષિત થઈ જાય એમ છે. શ્રાવકોનું ધ્યાન દોરવાની દરેક શ્રમણની ફરજ છે. બધા જ શ્રમણો જો બુલંદ અવાજે
શ્રુતરક્ષા’નો નાદ ગજવી મૂકે તો આજના કાળમાં ‘શ્રુતરક્ષા'નું કાર્ય સહેજે પણ અઘરું નથી. દરેકના મનમાં પ્રભુના વચનસ્વરૂપ શ્રુતને બચાવવાની ભાવના જગાડવામાં આવે, તો કઠિનાતિ કઠિન ભાસતું આ કાર્ય સાવ સરળ અને સહજ બની ગયા વિના ન રહે. ઉપરોક્ત “શ્રતમંદિરના સૌ કોઈએ એકવાર તો અવશ્ય
રેશમી વસ્ત્ર પર કુદરતી રંગથી ચિત્રાંકન
તમદિર
૧૩૪-૩, ડાયમંડ બિલ્ડિંગ, પાઠકવાડી, લુહારચાલ, મુંબઈ-૨ ફોન : ૦૨૨ ૩૨૫૨૬૨૨૦
આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના પ્રભાવક શિષ્યરત્ન શ્રુતરક્ષા સંકલ્પશિલ્પી હૃદયસ્પર્શી પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવરશ્રી યુગચન્દ્ર વિજયજી ગણિવરશ્રીના પ્રેરણા-માર્ગદર્શનાનુસાર પાટણનિવાસી શ્રી બચુભાઈ પોપટલાલ શાહ દ્વારા વિ.સં. ૨૦૬0 શ્રાવણ સુદ ૭ રવિવારના શુભ દિવસે અનેક શ્રેષ્ઠીવર્યોની ઉપસ્થિતિમાં થવા પામ્યો હતો. આ લેખનશાળા-શ્રુતમંદિરમાં પ્રારંભે તો પાંચ લહિયા બેસીને શ્રુત લખવાનું કાર્ય કરતા હતા. ધીરે ધીરે શ્રુતપ્રેમી વર્ગના સુંદર સાથ-સહકારથી લહિયાઓની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી. જે આજે કુલ ૨૦૦ લહિયાઓ સુધી પહોંચી જવા પામી છે. છેલ્લાં ૩ વર્ષમાં કુલ ૨૫૦૦ ગ્રંથ ઉપરાંત શ્રુતનું લેખન થવા પામ્યું છે. એમાં ૧00 કલ્પસૂત બારસાસૂત્ર [મૂળ] લખાવીને મુંબઈ સ્થિત દરેક આચાર્ય ભગવંત આદિ ગુરુભગવંતોને અર્પણ કરવામાં આવેલ તથા ટીકા સહિત કલ્પસૂત્રની ૫૦ નકલ લખાવીને ગુરુભગવંતોને અર્પણ કરેલ. આ સિવાય ૧૦૦થી વધુ નકલ નવસ્મરણ અને ગૌતમસ્વામી રાસની પ્રતો લખાવીને અર્પણ કરેલ.
ગત વર્ષે મારવાડ સ્થિત એક સુંદર સમૃદ્ધ પ્રાચીન હસ્તલિખિત પ્રતોનો ભંડાર ઋતમંદિરના સંચાલક બચુભાઈએ ખરીદી લીધો, જેમાંથી અનેક હસ્તપ્રતો દુર્લભ પ્રાપ્ત થઈ છે. શ્રુતમંદિરની એક વિશેષ વાત ધ્યાન ખેચે તેવી છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સંઘમાં સુવર્ણાક્ષરે કલ્પસૂત્ર લખાવવાની ભાવના ધરાવતા પુણ્યાત્માઓ તૈયાર થયા છે, પરંતુ ક્યાંક શાહીની ખામીથી, ક્યાંક વાસ્તવિક મૂલ્ય કરતાં કંઈગણા વધુ ભાવ લેવાના કારણે સુવર્ણાક્ષરે આગમો વગેરે લખાવી શકાતું ન હતું. છેલ્લા વર્ષમાં શ્રુતમંદિરે આ અંગે શુભપ્રયાસ કર્યો.
પ્રાચીન શેલીમાં તાડ ગ્રન્થ આ એક નહીં આવા તો અનેક ગ્રન્થ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org