________________
૧૦૨
ધન્ય ધરા:
[ 2 અહો જૈનદર્શનમાં વિશ્વાધમ વિષે દેશ-વિદેશના વિદ્વાનોના મંતવ્યો વીટી
જૈનદર્શન અનાદિ છે. અનંત છે. અનંતા તીર્થકરો થઈ ગયા, અનંતા થશે, ૨૦ વિહરમાન છે. જેનદર્શનના સિદ્ધાંતો સર્વજ્ઞ પ્રરૂપેલા છે માટે અકથ્ય છે, ત્રિકાલાબાધિત છે. વિશ્વના વૈજ્ઞાનિકો જૈન ધર્મની આગળ નતમસ્તક છે. ઇંડોનેશિયાની ધર્મસંસદમાં એક અઠવાડિયા સુધી ચાલેલ ચર્ચાના નિષ્કર્ષ રૂપે એક વાત જાહેર થયેલ “દ મોસ્ટ સાઇટિફિક પ્રેક્ટિકલ એન્ડ ઇસ્ટંટ એપ્લિકેબલ રિલિજન ઇજ જૈનીજમ'. વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, પ્રયોગસિદ્ધ અને તરત જ જીવનમાં ઉતારી શકાય તેવી વાતો જૈનધર્મમાં છે, માટે કહી શકાય જૈનધર્મ વિશ્વ ધર્મ છે.
ક ભારતનો સર્વપ્રથમ શિલાલેખ ઓરિસ્સાના ખંડગિરિની હાથીગુફામાં કલિંગનરેશ ચક્રવર્તી ખારવેલ દ્વારા ઉત્કીર્ણ શ્રી નવકાર મહામંત્ર છે. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી માત્ર ૭૫ વર્ષોમાં ઓરિસ્સામાં ઠેર ઠેર પ્રભુવીરની મૂર્તિઓ બેસાડવામાં આવેલ.
* "It is impossible to know the beginning of Jainism." “જૈન દર્શનની શરૂઆત ક્યારે થઈ કહેવું કઠિન છે.”
-પુરાતત્ત્વવિદ્ મેજર જનરલ ફલાંગ * “જૈન ધર્મ અનાદિ છે. ભગવાન મહાવીર સ્વામીએ જૈનધર્મનો પુનઃ પ્રકાશ કર્યો. હિંદુઓમાં અહિંસા જૈનધર્મને આભારી છે.
[વડોદરા જૈન કોન્ફરન્સમાં તેમણે કહેલું કે જૈનધર્મ વેદ જેટલો જ પ્રાચીન છે.]
–શ્રી લોકમાન્ય તિલક ૩-૧૨-૧૮૯૪ ‘કેસરી'. * Jainism prevailed even before Vardhaman (Mahaveer) or Parshwanath. The Yajurved mentions the names of three Tirthankaras Rishabh, Ajitnath and Aristnemi.
ભગવાન મહાવીર અને પાર્શ્વનાથથી પહેલાં પણ જૈન ધર્મનું અસ્તિત્વ તો હતું જ. અત્યંત પ્રાચીન યજુર્વેદમાં ભગવાન ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટ નેમિનાથનો ઉલ્લેખ છે. તેઓ આગળ પણ લખે છે :–
સંકલન :–સૂરિગુણરત્નાન્તવાસી પંન્યાસ રશ્મિરત્નવિજય
There is nothing wonderful in my saying that Jainism was in existence long before Vedas were composed.
મારું આ કહેવું બિલકુલ અતિશયોક્તિ વગરનું , જૈન ધર્મનું અસ્તિત્વ વેદોની રચના કરતાં પહેલાંનું છે.
–રાષ્ટ્રપતિ ડો. એસ. રાધાકૃષ્ણનું પુસ્તક “ઇડિયન ફિલોસોફી'.
From modern historical researches we come to know that long before Brahminism developed into Hindu Dharmaa Jainism was prevelent in this country.
આજના ઇતિહાસનાં આધુનિક સંશોધનોનાં આધારભૂત વર્તુળો જણાવે છે કે બ્રાહ્મણધર્મ હિંદુધર્મરૂપે ઓળખાવવા માંડ્યો, એનાં ઘણાં વર્ષ પહેલાંથી જૈનધર્મ ભારતમાં હતો જ.
-જજ શ્રી સંગણકર, મુંબઈ હાઈકોર્ટ, - “મોહન-જો-ડારો, પ્રાચીન શિલાલેખ, ગુફા અને અનેક પ્રાચીન અવશેષોથી ખ્યાલ આવે છે કે જૈન ધર્મ સૃષ્ટિની શરૂઆતથી છે. હું માનું છું કે વેદાંતદર્શનથી પણ જૈન ધર્મ ઘણો જ પ્રાચીન છે. –પ્રો. સ્વામી રામમિશ્રશાસ્ત્રી, બનારસ સંસ્કૃત કોલેજ.
- મોહન-જો-ડારો અને હડપ્પાના ખોદકામમાં જિનેશ્વર' શબ્દનો સભાવ વર્તાય છે. મહોર નં. ૪૪૯, બૌદ્ધ સાહિત્યના ધમ્મપદમાં “વસમું વરં વીર” ઋષભદેવથી મહાવીરસ્વામીનો સ્વીકાર કર્યો છે. ગૌતમબુદ્ધ “તું ઘર્ષ સંઘ શરણં મ” જે પ્રચલિત કર્યું છે, તે જૈન ધર્મમાં પ્રચલિત ચતુઃ શરણનું ખુલ્લું અનુકરણ છે. • --ડો. પ્રાણનાથ વિધાલંકાર, ભારતીય ઇતિહાસશ.
* Jainism is completely different from Hinduism and independent of it.
જૈન ધર્મ હિંદુ ધર્મથી અલગ સ્વતંત્ર ધર્મ જ છે. (કોઈનો ભાગ કે કોઈમાંથી નીકળેલ નથી).
ચીફ જસ્ટિસ શ્રી કુમારસ્વામી, મદ્રાસ હાઈકોર્ટ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org