________________
૯૬
ધન્ય ધરા:
શ્રુત એ સંઘનો પ્રાણ છે...બાણ છે...શરણ આધાર છે.
૬. પૂ. જિતવિજયજી મ. ૪ ઘડીમાં ૩૬૦ શ્લોક ૭. પૂ. આત્મારામજી મ. રોજ ૩૦૦ શ્લોક ૮. આ. રામચન્દ્ર સૂરિજી મ. ૨૦ દિવસમાં ૨૦૦૦ ગાથા
પ્રમાણ “અનુયોગદ્વાર’ ગ્રંથ કંઠસ્થ. ૯. કુમારપાળ મહારાજા ૭૨ વર્ષની ઉંમરે વ્યાકરણનું
અધ્યયન, યોગશાસ્ત્ર અને
વીતરાગસૂત્રનો નિત્ય સ્વાધ્યાય. ૧૦. પેથડશાહ મંત્રી રાજદરબાર જતાં રોજ હાથીની
અંબાડી ઉપર “ઉપદેશમાળા આદિ ગ્રંથો ગોખતા. દર મહિને ગુરુમુખે પ્રતિક્રમણના સૂત્રો સંભળાવીને કોઈ અશુદ્ધિ પ્રવેશી ગઈ હોય, તો એની શુદ્ધિ કરતા. રોજ ઓછામાં ઓછી ૧ નવી ગાથા કંઠસ્થ
કરવાનો એમને નિયમ હતો. ૧૧. વસ્તુપાળ મહામંત્રી સ્વયં સંસ્કૃતમાં નવસર્જન કરી
મહાકાવ્યો રચતા, કંઠસ્થ કરતા. શ્રત-સુરક્ષાનો એક માત્ર ઉપાય
શ્રુત-લેખન તીર્થકર ભગવંતો જેવા સમાધાનકાર હોય અને ગણધર ભગવંતો જેવા પ્રશ્નકાર હોય, ત્યારે થોડીક પણ પ્રશ્નોત્તરી થાય,
તો યુગ-યુગના અજ્ઞાનનાં અંધારાં ઉલેચાઈ જતાં હોય છે અને જ્ઞાનની અનસ્ત દીવાદાંડી પ્રકાશિત બની જતી હોય છે. ‘ભયવં! કિં તાં?” આવી જિજ્ઞાસા પુનઃ પુનઃ ત્રણવાર ગણધરોના મુખેથી ધ્વનિત થતાં તીર્થકર દેવોનો જવાબ પણ ત્રણવાર પ્રતિધ્વનિત થતો હોય છે : “ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા” આ જાતની ટૂંકી પ્રશ્નોત્તરી દ્વાદશાંગી રૂ૫ આગમ-શ્રુતની જન્મદાતા બનતી હોય છે. આવું શ્રુત ઘટતું ઘટતું આજે ૪૫ આગમ રૂપે વિદ્યમાન છે. આગમો શાસ્ત્રરૂપ હોવા છતાં એને માટે વધુ સાર્થક શબ્દ છે : શ્રુત! આનો અર્થ થાય સાંભળેલું. ગુરુકુલવાસમાં રહીને વિનયપૂર્વક ગુરુસેવા કરતાં કરતાં જે જ્ઞાનવારસો આજ સુધી અખંડિત રહ્યો, એનું નામ જ શ્રુતઆગમ! શ્રવણના માધ્યમે અખંડિત રહેલા એ જ્ઞાનવારસાને શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે તત્કાલીન પરિસ્થિતિ મુજબ લેખનના માધ્યમે અખંડિત આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, મુખ્યત્વે ૪૫ આગમરૂપે હસ્તલિખિત ગ્રંથોનો એ વારસો આજે ઠીકઠીક પ્રમાણમાં હૃાસ પામતો આપણા સંઘની મૂડીરૂપે સચવાયો છે. અંતે સાચવી રાખીને યુગયુગ સુધી સુરક્ષિત રાખવાનો ઉપાય આજે વૈજ્ઞાનિક યુગ ગણાતો હોવા છતાં એક જ હસ્તલેખનનો
સાંગારીયમાં આલેખીત
હેddrગરી લિપિ
રન
-
ગમ * *
રામ કાજલ.. ન કેરાયા
.
M
. .
છે!
વિધાનું દઢ સંસ્કરણ शतेन पुस्तके विद्या, सहस्रेण मुखोद्गता। लक्षेण जन्मपर्यंतम्, कोट्या जन्मान्तरे खलु ।।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org