Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગ્રંથસર્જન
૧૩
‘દિવ્ય ચક્ષુના ઉન્મીલનરૂપ આત્મપ્રકાશ રેલાવનાર આ મોક્ષશાસ્ત્ર ફરી ફરી શાંત ચિત્તે વાંચવાથી, તેના પર ગંભીર ભાવે ચિંતન કરવાથી તેમાં રહેલું પરમ રહસ્ય પ્રગટ થાય છે. આત્મસિદ્ધિરૂપ અમૃતતત્ત્વ પમાડવું એ જ આ અમર કૃતિનું પ્રયોજન છે.'
શ્રીમદે ઓગણત્રીસ વર્ષની ઉંમરે રચેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાધકને સિદ્ધિ માર્ગે પ્રયાણ કરવામાં પરમ પાથેય અને આત્મપ્રાપ્તિમાં સહાયભૂત થઈ શકે એવું અમોઘ શાસ્ત્ર છે. ગ્રંથસર્જનનું નિમિત્ત
શ્રીમદ્ના હદયપ્રતિબિંબરૂપ ઉત્તમોત્તમ પત્રોના ઉદ્દભવ માટેના પ્રબળ નિમિત્ત એવા સૌરાષ્ટ્રના સાયલા ગામના નિવાસી શ્રી સૌભાગ્યભાઈ શ્રીમી આ કીર્તિકળશરૂપ ચિરંજીવ કૃતિના પ્રેરક નિમિત્ત હતા. શ્રીમદે તેમના હૃદયજ્ઞ પરમાર્થ પ્રેમી શ્રી સૌભાગ્યભાઈની વિનંતી સ્વીકારીને સર્વ મુમુક્ષુઓનાં કલ્યાણ અર્થે આ ગ્રંથની રચના કરી હતી.
શાસ્ત્રકારે શાસ્ત્રરચના કોઈ અન્ય પાત્રની વિનંતીના ફળરૂપે કરી હોય એવા અનેક પ્રસંગ ભૂતકાળમાં બન્યા છે. ઉદાહરણ તરીકે - ગોમટરાજા(ચામુંડરાય)ના પ્રશ્નથી સિદ્ધાંતચક્રવત શ્રી નેમિચન્દ્રજીએ ‘ગોમ્મદસાર' તથા લબ્ધિસાર'નું નિર્માણ કર્યું હતું. મહાકવિ પુષ્પદંતકૃત અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય “મહાપુરાણ' ભરત નામના મંત્રીના અનુરોધથી રચાવામાં આવ્યું હતું. કુમારપાળ રાજાની વિજ્ઞપ્તિથી કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ ‘વીતરાગસ્તવ' અને યોગશાસ્ત્ર'ની રચના કરી હતી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદભાવ ઉદ્ભવવા અર્થે ‘જ્ઞાનસાર'નો બાલાવબોધ રચ્યો હતો. અમદાવાદના હેમચંદ શેઠના પુત્ર તારાચંદની વિનંતીને માનીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “સમ્યકત્વ જસ્થાન ચઉપઈના બાલાવબોધની રચના કરી હતી. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજના પણ અનેક ગ્રંથો આ પ્રકારની વિનંતીના પરિણામે રચાયા હતા. તેમણે રાધનપુરનિવાસી શ્રદ્ધાવંત શ્રાવક શાંતિદાસની વિજ્ઞપ્તિથી વિચારસાર'ની રચના કરી હતી તેમજ ભણસાલી મીઠુમલ વગેરે શ્રાવકોની વિનંતીથી ‘ધ્યાનદીપિકા ચતુષ્પદી'ની રચના કરી હતી; પોતાના મિત્ર દુર્ગદાસને સમજાવવા તથા અધ્યાત્મપ્રેમી શ્રાવક મીઠુંમલ, ભૈરુંદાસ, ભેઉદાસ, મૂલચંદ આદિની વિનંતીથી ‘દ્રવ્યપ્રકાશ'ની રચના કરી હતી. શ્રીમદે પણ સોળ વર્ષની ઉંમરે, બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ જિજ્ઞાસુ જીવો સરળતાથી સમજે એવો ગ્રંથ લખવાની ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, “આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પ્રસ્તાવના,
પૃ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org