________________
પપ
ટીકા વંચાય છે તેમ વાંચવા માટે નિર્માણ કર્યા હશે એમ જણાય છે. આ ગ્રંથ પૈકી પ્રથમના બે વિભાગે લભ્ય નથી. ત્રીજો વિભાગ ગુર્નાવલીના નામથી પ્રસિદ્ધ છે અને તે મૂળ ગ્રંથ શ્રી બનારસ પાઠશાળા તરફથી છપાઈને બહાર પડ્યો છે. તેને અંતે તેઓશ્રી લખે છે કેइति श्रीयुगप्रधानावतारश्रीमत्तपागच्छाधिराजबृहद्गच्छनायकपूज्याराध्य परमाप्तपरमगुरुश्रीदेवसुन्दरमरिगणराशिमहिमाऽर्णवानगामिन्यांतद्विनेयश्रीमुनिसुन्दरगणिहृदयहिमवदवतीर्णश्रीगुरुप्रभावनपद्महदप्रभवायां श्रोमहापर्वाधिराजश्रीपर्युषणापर्वविज्ञप्तित्रिदशतरङ्गिण्यां तृतीये श्रीगुरुवर्णनस्रोतसि गुर्वावलीनाम्नि महाहदेऽनभिव्यक्तगणना एकपष्टिः तरङ्गाः ॥
આ ગુર્વાવલી ગ્રંથના કુલ ૪૯૬ કો છે અને ઐતિહાસિક ગ્રંથ તરીકે તે બહુ જ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથ તેઓએ સંવત ૧૪૬૬માં પૂર્ણ કર્યો એમ એ જ ગ્રંથના લેક ૪૯૩ પરથી જણાય છે. આ તે જ સાલ હતી કે જે સાલમાં તેઓને વાચકપદ મળ્યું હતું. આ ગ્રંથમાં તેઓ પોતાની જાતને ગણિ તરીકે ઓળખાવે છે. તેઓ એ જ ગ્રંથના ૪૨૦મા લોકમાં પોતાની જાતને ઉપાધ્યાય તરીકે ઓળખાવે છે અને અંતે ગણિ લખે છે તેનું કારણ ગણિપદ ઉપાધ્યાય પદથી મોટું હેવાનું હોઈ શકે. આથી કોઈ પણ પ્રકારનો વિરોધ આવતો નથી. ગણિ અને વાચકપદ એકાWવાચક હશે એ અનુમાન પ્રથમવૃત્તિના ઉઘાતમાં લખ્યું હતું તે અવાસ્તવિક છે; કારણ કે સંપ્રદાય પ્રમાણે તે બને સ્પષ્ટ રીતે જુદી જુદી પદવીઓ છે. શ્રી સેમસુંદરસૂરિ મહારાજ આ વખતે મૂળ પાટ ઉપર હતા, છતાં શ્રી મુનિસુંદરમહારાજ શ્રી દેવસુંદરસૂરિ માટે અતિ માનના શબ્દોમાં લખવા ઉપરાંત પોતાની જાતને તેમના વિનેય (શિષ્ય) તરીકે જણાવે છે, તેથી, આ ઉપધાતમાં ઉપર જણાવ્યું તેમ, મુનિસુંદર મહારાજના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હાય એમ અનુમાન કરવા તરફ દોરાઈ જવાય છે. આ ગુર્નાવલી ગ્રંથમાં તેઓને ભાષા પર કાબૂ બહુ ઉત્તમ પ્રકારને જોવામાં આવે છે અને ઈદ પણ વારંવાર બદલાતા જાય છે. ઐતિહાસિક દૃષ્ટિથી આ ગ્રંથ બહુ ઉપયોગી છે અને વિક્રમની પંદરમી સદીમાં તપગચ્છનું જૈન સમાજનું કેવું બંધારણ હતું તે વિષય પર સારે પ્રકાશ પાડે છે, જે આપણે આગળ ઉપર જોઈશું.
૨, ઉપદેશરનાકર–આ ગ્રંથ કઈ સાલમાં બનાવવામાં આવ્યો તે માલૂમ પડતું નથી. આ ગ્રંથમાં ઉપદેશનું તત્ત્વજ્ઞાન આપવામાં આવ્યું છે. તેમાં ઉપદેશ આપવાને વિધિ, ઉપદેશને ગ્રહણ કરવાને
ગ્ય તથા અયોગ્ય પુરુષોનાં લક્ષણ, મોહિત ચિત્તવૃત્તિવાળા પુરુષનાં લક્ષણ, કેટલાક પુરુષે ધમી સાધી શકતા નથી, કેટલાક પાળી શકતા નથી તેનું સ્વરૂપ, ધર્મોપદેશની વૃષ્ટિથી થતાં ફળા, ઉપદેશને અયોગ્ય પુરુષોની સર્પ, જળા વગેરે સાથે દાર્જીતિક પેજના, ઉપદેશ આપનાર ગ્ય-અયોગ્ય ગુરુનું વરૂપ, ગુરુ અને શ્રાવક બનેની યોગ્યતાનું સ્વરૂપ વગેરે વગેરે અનેક પ્રકારના વિષયે પર વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની યોજના બહુ ઉત્તમ છે અને તેમાં પાડેલા તરંગે આત્માને શાંતિ આપે છે. અધ્યાત્મકપકુમ ગ્રંથની ભાષા કરતાં આ ગ્રંથની ભાષા તદ્દન જુદા પ્રકારની છે. એમાં દરેક વિષય પર બહુ દષ્ટાંત મૂક્યાં છે અને ઉપદેશની એકની એક હકીકત અનેક આકારમાં કહી છે. શ્રોતા અને વક્તા બન્નેએ આ ગ્રંથ મનન કરીને વાંચવા જેવો છે. અધ્યાત્મક૯પદ્રુમ જ્યારે ગંભીર ભાષામાં અને ઉચ્ચ વૃત્તિમાં લખાયેલું છે ત્યારે આ ગ્રંથ આલંકારિક ભાષામાં અને વ્યવહાર વૃત્તિથી લખાયેલું છે. ધર્મ અને
રિી કોણ ?–એ આ પુસ્તકમાં બહુ વિસ્તારથી બતાવ્યું છે. બહુ ઉપયોગી વિષયનો અત્ર સમાવેશ થાય છે. આ ગ્રંથ પર વિરતારથી ટીકા પણ મુનિસુંદરસૂરિ મહારાજે પોતે જ રચી છે. આ ગ્રંથને શરૂઆતને ભાગ શ્રી જૈન વિદ્યાપ્રસારક વર્ગ તરફથી છપાયે છે.
૩. અધ્યાત્મક૫મ–આ ગ્રંથ સૂરિમહારાજે કઈ સાલમાં બનાવ્યો છે તે કહી શકાતું નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org