________________
तृतीयोऽपत्यममत्वमोचनाधिकारः॥
અધ્યાત્મજ્ઞાનના રસિક જીવને સમતાની જરૂર છે અને તેનાં સાધને પૈકી મમત્વત્યાગની પ્રથમ આવશ્યકતા છે. સ્ત્રીઓ પછી આ પ્રાણીને પુત્રનું મમત્વ તજવું આકરું થઈ પડે છે, તેથી પુત્ર-પુત્રી પરના મમત્વને ત્યાગ બતાવનાર આ ત્રીજું દ્વાર સંક્ષેપથી કહે છે.
પુત્ર-પુત્રી બંધન છે તેનું દર્શન मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । િિક્ષસથા નાવાસ, દદં નિવો નિëરમમિટ (પતિ)
તું પુત્ર-પુત્રીને જોઈને હર્ષઘેલા થા મા; કારણ કે મહારાજા નામના તારા શત્રુએ તને નરકરૂપ બંદીખાને નાખવાની ઈરછાથી આ (પુત્ર-પુત્રીરૂ૫) લેઢાની બેડી વડે તને મજબૂત બાંધે છે.” (૧)
વિવેચન “પિતા અને માતા વચ્ચે સ્નેહબંધનરૂપ પુત્ર નામની સાંકળ નાંખવામાં આવે છે” એમ કવિ ભવભૂતિ કહે છે. પુત્રને જોઈને માણસ ગાંઘેલ થઈ જાય છે અને તેની સાથે બોલવામાં, તેને રમાડવામાં, એવી જાતની ચેષ્ટા કરે છે કે જાણે તે પોતે ગાંડે થઈ ગયો હોય. વળી, બાળકની સાથે બાળક થઈ જાય છે. પ્રસંગોપાત્ત ગ્રંથકર્તા તેને સમજાવે છે કે મહરાજાએ આ બંધન કર્યું છે. કેદમાં પડેલા માણસને કેઈપણ પ્રકારને આનંદ થતો નથી, તેને સુખ નથી; તેમ જ આ પુત્રબંધનથી તારી સર્વ સ્વતંત્રતાને નાશ થાય છે. તારે દેશસેવા, પિતૃસેવા કે આત્મસેવા કરવી હશે તે પણ ઓછી થશે અથવા નહિ થઈ શકે. આદ્રકુમાર ફરી દીક્ષા લેવા માટે જવા ઈચ્છતા હતા ત્યારે પુત્રે કાચા સૂતરના બાર તાંતણ તેમના પગ ફરતા વીંટવા; તેવા તાંતણા તે શું? પણ દર્શનમાત્રથી પણ હાથીની સાંકળ તોડવાની શક્તિવાળા હોય એવા અને હજારો માણસને ભારે પડે તેવા આદ્રકુમારથી તે કાચા સૂતરના તાંતણું તૂટ્યા નહિ, અને બાર વરસ વધારે ઘરમાં રહેવું પડ્યું. પુત્ર-પુત્રીઓનું બંધન આવા પ્રકારનું છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org