________________
૩૬૦ ] અધ્યાત્મક૯પમ
[ પંચદશ રાખ્યું નથી. આવા પરમોપકારી મહાત્માઓના શબ્દ લક્ષ્યમાં રાખી, જે પ્રાણું ચારિત્ર અને ક્રિયામાં ઉદ્યત થઈ જાય છે, તે પ્રભુના આજ્ઞાંકિત સેવકો કહેવાય છે. આ ઉપદેશમાં સાધુએ પિતાને ગ્ય અને શ્રાવકે પિતાને ચગ્ય ઉપદેશ ગ્રહણ કરવાનો છે. એ નિયમનુસાર જે પ્રાણી ચરણકરણ ગુણોને અનુસરે છે, તે થોડા વખતમાં સંસારસમુદ્ર ઉલંઘી જાય છે અને જે મોક્ષસુખનું વર્ણન પણ કરવું અશક્ય છે, તેને પોતાના આત્મા સાથે
અનંત” શબ્દ સહિત ગ કરાવે છે, એટલે અનંતકાળ સુધી તે સુખ પ્રાપ્ત કરે છે. એક મહાસુખ અને વળી તે અનંતકાળ સુધી, એટલે પછી એમાં વિચારવાનો પણ કઈ અવકાશ રહેતું નથી. એને પ્રાપ્ત કરવા બનતા પ્રયાસ કરે એ જ કર્તવ્ય છે. (૧૦; ૨૭૦)
એવી રીતે શુભવૃત્તિઉપદેશ નામને પંદરમે અધિકાર સંપૂર્ણ થયે. આ અધિકારમાં વૃત્તિ એટલે વર્તન અથવા પ્રવૃત્તિ એ અર્થ સમજવાનો છે. શુભ પ્રવૃત્તિના અનેક પ્રસંગે અત્ર બતાવવામાં આવ્યા છે. તે સર્વને વિષય સાથે સામાન્ય સંબંધ છે, પરંતુ એકબીજા સાથે ખાસ સંબંધ નથી. આ અધિકારમાં મુખ્ય ઉપદેશ સાધુને આશ્રયી છે, પરંતુ કેટલીક હકીકત શ્રાવકને પણ ઉપયોગી છે. પ્રવૃત્તિના વિષેનું પૃથક્કરણ કલેકે માં જ કર્યું છે, તેથી અત્ર પુનરાવર્તન કરવાની જરૂર રહેતી નથી. શુભ પ્રવૃત્તિની અનેક હકીકતો છે; તે અત્ર બતાવી શકાય નહિ, તેથી સૂરિમહારાજે બહુ જ જરૂરના વિષયને જ હાથ લગાડ્યો છે. એ સર્વ બાબત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
આવશ્યક ક્રિયાની જરૂરિયાત પ્રથમ જ બતાવી છે અને તે આ જમાનામાં ખાસ જરૂરી છે. પ્રવૃત્તિ (અપ્રશસ્ત) વધતી જાય છે અને ધર્મસાધન અ૮૫ થતાં જાય છે, તેટલા માટે નિત્ય આવશ્યક કિયા અવશ્ય કરવી જોઈએ. જેમ દરરેજનું પેપર વાંચનારને પાંચ દિવસ પેપર ન મળે તે દિશાશૂન્ય જેવું લાગે છે, તેવું જ આવશ્યક ક્રિયામાં રટણ થઈ જવું જોઈએ. તપશ્ચર્યાની બાબત પણ એટલી જ ઉપયોગી છે. જમાને જ્યારે પાપબંધનાં અનેક કાર્યો શીખવે છે, ત્યારે છોડવાનાં આ પ્રબળ સાધને મંદ થતાં જાય છે, એ ખેદ કરવા જેવું છે. જ્ઞાનાભ્યાસનો પણ આ જ વિષયમાં સમાવેશ થાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
ત્યાર પછીના વિષમાં અનિયત વિહાર કરવા માટે સાધુને ઉપદેશ છે. સૂરિમહારાજ ગમે તેવા આકરા શબ્દમાં કહે, તે તે કહેવાને તેઓ હકદાર છે. વિહારના વિષયને અંગે શ્રાવકે એ પણ વર્ષના થડા દિવસે કોમના ભલા માટે અર્પણ કરી, ધાર્મિક વિષય પર વિવેચન-ભાષણ કરવા ધ્યાન આપવું, એ ઉપલક્ષણથી સમજવાનું છે. આત્મનિરીક્ષણ માટેની સૂચના તે બહુ જ ઉપયોગી છે. એનાથી પિતાનાં સર્વ કાર્યો પર કાબૂ આવે છે અને ધાર્યા વગરનું કઈ પણ કાર્ય થતું નથી. અથવા થયું હોય તે પણ ભવિષ્યમાં ન થવા માટે નિશ્ચય કરવાનો પ્રસંગ પ્રાપ્ત કરાવે છે. અઢાર પાપસ્થાનકને અંગે જે દરરોજ આત્મનિરીક્ષણ થાય, તે અપૂર્વ લાભ પ્રાપ્ત થવાને પૂરત સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org