Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 431
________________ અધિકાર ] શુભવૃત્તિશિક્ષાપદેશ [ ૩૫૯ ૪, સ’સારમાં ભ્રમણ કરાવનાર કષાયાને તારે છેાડી દેવા એનુ* સ્વરૂપ સાતમા અધિકારમાં આપણે જોયુ છે. આ સર્વ માહરાજાના સુભટો છે, તે તારા પર જય મેળવવા આવ્યા છે; જો એને ફાવવા દઈશ નહિ, તે તને લાભ થશે અને જો તુ' તેને જીતી લઈશ અને મારીને કાઢી મૂકીશ તા તા તને મહાસુખ થશે, કારણ કે કષાય અને મમત્વ જશે એટલે તું નિઃસ્પૃહ થઈ જઈશ. શ્રી ઉપાધ્યાયજી કહે છે કે ઃ— परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ નિઃસ્પૃહ વૃત્તિ એ માટામાં માટુ' સુખ છે. અનુત્તર વિમાનના દેવાને સવથી વધારે સુખ છે, કારણ કે ત્યાં સ્વામી-સેવકભાવ નથી તેમ જ કામવિકારથી થતી શારીરિક કે માનસિક વિડંબણા નથી. આ સુખ તને પ્રાપ્ત થશે. અરે! અમે તે કહીએ છીએ કે તને તેથી પણ વધારે સુખ પ્રાપ્ત થશે, કારણ કે નિઃસ્પૃહ જીવ પર દુઃખ અસર કરતું નથી અને દુઃખ કદાચ જ પડે છે, એટલા માટે જ શુદ્ધ ચારિત્ર પાળતાં અખંડપણે એક વર્ષ વીતી ગયા પછી ચારિત્રવાનને અનુત્તર વિમાનના દેવા કરતાં પણ વધારે સુખ - આગમકાર બતાવે છે. દુઃખ કે સુખ એ પણ મનનાં માનેલાં છે અને તેથી તને આ મહાન લાભ મળશે તે ધ્યાનમાં લે. આત્મામાં અનત જ્ઞાન છે અને અનંત વીચ છે. વીર પ્રભુ જેવુ મળ, અભયકુમાર જેવી બુદ્ધિ, હેમચદ્રાચાર્ય' જેવુ' શ્રુતજ્ઞાન, કયવન્ના શેઠ જેવુ' સૌભાગ્ય અને ગજસુકુમાળ જેવી સમતા શક્તિરૂપે સર્વ આત્મામાં ભરેલી છે; પુરુષાથ કરી તેને વ્યક્ત કરવાની જરૂર છે. આ હેતુથી જ આત્માને ‘સમ” એમ ઉદ્દેશીને અત્ર લાગ્યેા છે. શુભ પ્રવૃત્તિનાં સ્થાને અત્ર ખતાવ્યાં અને કિંચિત્ ફળ નિર્દિષ્ટ કર્યું. (૯; ૨૬૯) ઉપસંહાર : શુદ્ધ પ્રવૃત્તિ કરનારની ગતિ sa afratशिक्षां योऽवधार्य व्रतस्थ - श्ररणकरणयोगानेकचित्तः श्रयेत । सपदि भवमहाब्धि क्लेशराशि स तीर्चा, विलसति शिवसौख्यानन्त्यसायुज्यमाप्या||१०|| मालिनी “ યતિવાના સબધમાં ( ઉપર પ્રમાણે ) ખતાવેલી જે શિક્ષા વ્રતધારી ( સાધુ અને ઉપલક્ષણથી શ્રાવક ) એકાગ્ર ચિત્તથી હૃદયમાં ઠસાવે છે અને ચારિત્ર તથા ક્રિયાના યાગાને સેવે છે, તે સંસારસમુદ્રરૂપ કલેશના ઢગલા એકદમ તરી જઇ ને, મેાક્ષના અનંત સુખ સાથે તન્મયપણું પામી, પાતે આનંદ કરે છે, ” વિવેચન—આ પ્રમાણે તીથકર મહારાજાઓ, ગણધરો અને પૂર્વાચાર્યાં શિખામણ આપી ગયા છે. તેએ આ જીવ ઉપર એકાંત ઉપકાર કરવાની નિઃસ્પૃહ વૃત્તિથી દ્વારાયા હતા અને તેથી, આ જીવને શુભ રસ્તે દ્વારવા સારુ, કોઈ ખાખતમાં કહેવામાં બાકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474