Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 442
________________ ૩૭૦.] અધ્યાત્મકલ્પમ [ પડશ કરવામાં પિતાની શક્તિ બહુ સારી રીતે વાપરી છે એમ અનુમાન થાય છે. (એને માટે જુએ ઉપદ્દઘાત.) આ ગ્રંથ અધ્યાત્મજ્ઞાનનું કલ્પવૃક્ષ છે; માગનાર ભૂલશે તે જુદી વાત છે, બાકી જે વસ્તુ માગવામાં આવશે તે કલ્પવૃક્ષ તે તુરત જ આપશે. (૭; ૨૭૭) ઉપસંહાર इममिति मतिमानधीत्य चित्ते रमयति यो विरमत्ययं भवाद् द्राक् । स च नियतमतो रमेत चास्मिन् सह भववैरिजयश्रिया शिवश्रीः ।। ८ ॥ (पुष्पिताग्रा)* જે બુદ્ધિમાન પુરુષો આ ગ્રંથનું અધ્યયન કરીને, તેને ચિત્તમાં રમણ કરાવે, તેઓ થોડા વખતમાં સંસારથી વિરક્ત થઈ જાય અને સંસારરૂપ શત્રુના જયની લક્ષ્મીની સાથે મોક્ષલક્ષ્મીની કીડા જરૂર કરે.” (૮) વિવેચન–આ ગ્રંથના અધ્યયન અને રમણ (નિદિધ્યાસન) પર અત્ર ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જે પ્રાણી આ ગ્રંથનો અભ્યાસ કરી અનુભવની જાગૃતિ રાખે છે તે સર્વ વાંછિત પદાર્થોને પ્રાપ્ત કરી શકે છે. એક અભ્યાસ કામને નથી; અભ્યાસને સદુપયોગ અને દુરુપયોગ બને થાય છે. દુનિયામાં ખરાબમાં ખરાબ માણસ પણ અભ્યાસવાળ જ થાય છે, અને કેટલીક વાર યોગ્યતા વગર અધ્યાત્મને ડેળ કરવાથી ઢાંગ પણ પ્રાપ્ત થાય છે, વસ્તુ સાર એ છે કે, જે અભ્યાસ કરી તે અભ્યાસને ચિત્તમાં ચૂંટાડી દે છે, મન સાથે મેળવી નાખે છે અને ચિત્તમાં રમણ કરાવે છે, તે જ ઇચ્છિત સુખે જરૂર મેળવી શકે છે. લેક (Locke) નામને અંગ્રેજ વિદ્વાન થયે છે, તે કહે છે કે પાંચ મિનિટ વાંચે ને તેના પર પંદર મિનિટ વિચાર કરો. આવી રીતે જેને મનન કરવાની ટેવ પડશે, તે જ પ્રાણું ખરેખર સાર શોધી શકશે. મનન કર્યા વગર આત્મજાગૃતિ થતી નથી; વાંચેલો વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યા વગર ઉપર ઉપરથી ચાલ્યા જાય છે. મનનની ટેવ પડે છે ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે; નહિ તે કૂવાના કાંઠા પર બાંધેલા પથ્થર કેસના આખા દિવસના પાણીના મારા પછી પણ, પાંચ મિનિટ પાણું પડવાનું બંધ થાય છે ત્યારે, જેમ કાંઠે પાણી વગરને કેરે થઈ જાય છે, તેમ મનન વગરને અભ્યાસ અંતરંગમાં ઊતરત જ નથી. એવી રીતે મનન કરવામાં આવે તે સંસારશત્રુની જયલક્ષમી અને મોક્ષલક્ષ્મી બને બેનપણીઓ આ જીવન સાથે વરમાળા આરોપણ કરે. એ પ્રાપ્ત કરવાની જ આપણી ઈરછા છે. જયશ્રિયા” એ સાંકેતિક શબ્દથી ગ્રંથકર્તાનું નામ ધ્વનિત થાય છે. (૮) ૨૭૮) એવી રીતે સામ્યસર્વસ્વાધિકાર નામને સોળ અને છેલ્લો અધિકાર પૂર્ણ થશે. આમાં ગ્રંથના સર્વ વિષયનું દહન કરી સાર બતાવવામાં આવ્યો છે જે છે તે સમતામાં જ આવીને સમાય છે. સમતાના સુખ પાસે ઈંદ્ર અને ચક્રવતીનું સુખ પણ અલ્પ કહ્યું ત્યારે પછી એ સુખ ઉત્કૃષ્ટ છે એમાં જરા પણ સદેહ જેવું નથી. વળી, એ સમતાના * પૃ–૩૧૩ ની * ટિપ્પણી જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474