Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 443
________________ અધિકાર ] સામ્યસવસ્વ [ ૩૭૧ પ્રભાવથી મેક્ષ આંગળીના ટેરવા પર આવી જાય છે. આથી વધારે શું કહી શકાય? સર્વ જીવ ઉપર સમભાવ રાખવો, સર્વ વસ્તુ ઉપર સમભાવ રાખો, પીદ્દગલિક વસ્તુ પર રાગછેષ કરવા નહિ અને રાગદ્વેષ શૈદ્દગલિક જ છે એમ સમજવું, દોષવાન પ્રાણી ઉપર પણ કરુણું રાખવી અને ગુણવંતને જોઈ અંતઃકરણમાં પ્રમોદ લાવો અને પિતે ગુણ પ્રાપ્ત કરવાની શુદ્ધ ઈચ્છા રાખવી એ જ આ જીવનને મુખ્ય હેતુ છે, જીવનપ્રાપ્તિનું પરમ સાધ્યબિંદુ છે અને પ્રાપ્ત થયેલ જોગવાઈનો સદુપયેાગ છે. એવા પ્રકારનું જીવન સમતામય જીવન કહેવાય છે. એની ગેરહાજરીમાં આ ભવ એક ફેરા સમાન સમજે. અનાદિ સંસારની ઘટનામાં પચાસ, સાઠ કે એંશી વરસ એ કાંઈ બહુ નથી. એટલા વખતમાં અનેક જાતનાં તોફાન કરી આખી દુનિયાને હચમચાવી મૂકવી અથવા અપ્રામાણિક આચરણ કરવાં અને પાપકર્મથી ભારે થઈ જવું કે કાળા બજાર કરવા એ વસ્તુસ્વરૂપનું અજ્ઞાન, જડતા અને એકાંત મૂર્ખાઈ છે. અનંત શક્તિવાળે આ આત્મા શુભ પ્રવૃત્તિથી, ધારે તે, હાલ પણ, આ જિંદગી પછી નવ વરસમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે. આ જીવ વિના કારણે અનેક દુઃખ સહન કરે છે તે સવનો હેતુ અને કારણ સમજી, મૂળ વિષય પર આવી જવું; અને ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે મમતા સર્વ દુઃખનું મૂળ છે અને સમતા સર્વ સુખનું મૂળ છે, એ સારી રીતે સમજવું. એટલા માટે ક્રોધાગ્નિને સમજળથી શમાવવો, વિવેકવજથી માનપર્વતને છેદ કર, સરળતા ઔષધિથી માયાશલ્યનું નિવારણ કરવું અને વિષયને તજી દેવા, એ સમતાપ્રાપ્તિને ઉપાય છે. એ સમતા સમકિતદષ્ટિ તત્વજિજ્ઞાસુને મન સર્વસ્વ છે. એની ખાતર ચિંતામણિ રત્ન કે કામધેનુને ભોગ આપ પડે, તે પણ તેને કાંઈ લાગતું નથી. આવી રીતે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે રચેલ શ્રી અધ્યાત્મકલપકુમ ગ્રંથ અત્ર પૂર્ણ થાય છે. એમાં સમતાને વિષય મુખ્ય છે. એની પુષ્ટિમાં અનેક ઉપયોગી વિષય પર પ્રસંગે વર્ણન કર્યું છે. એ ગ્રંથ કેટલો ઉપયેગી થયે છે તે સંબંધી વિશેષ હકીકત વિવેચનમાં દરેક પ્રસંગે કહી છે અને કાંઈક હકીકત ઉપઘાતમાં પણ બતાવી છે. એ ગ્રંથ વાંચી, સમતારસ પ્રાપ્ત કરી, જીવનમાં ધાર્મિક તન્મયતા લગાવી, અખંડ સમાધિસુખ અનુભવી, અવિચ્છિન્ન સાદિ અનંત સુખ પ્રાપ્ત કરે, એવી આ લેખકની અંતઃકરણની પ્રાર્થના અને ઈરછા છે. सविवरणः साम्यसर्वस्वनामा षोडशोऽधिकारः ॥ श्रीशान्तरसभावनास्वरूपोऽध्यात्मकल्पद्रुमाभिधो ग्रन्थो जयश्यङ्कः । श्रीमुनिसुन्दरमरिभिः कृतः सविवरणः समाप्तः । રૂતિ રા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474