________________
અધિકાર ] સામ્યસર્વસ્વ
[૩૬૯ છે. એ સુખનો આનંદ થયા પછી તને એમાં અપરિમિત આનંદ આવશે, પછી ભલામણ કરવાની જરૂર રહેશે નહિ. (૬; ૨૭૬)
કર્તા, નામ વિષય, પ્રોજન शान्तरसभावनात्मा, मुनिसुन्दरसूरिभिः कृतो ग्रन्थः । ब्रह्मस्पृहया ध्येयः, स्वपरहितोऽध्यात्मकल्पतरुरेषः ॥ ७ ॥ (गीति ) ।
શાંતરસભાવનાથી ભરપૂર અધ્યાત્મજ્ઞાનના ક૯પવૃક્ષ (અધ્યાત્મકલ્પદ્રુમ) ગ્રંથને શ્રી મુનિસુંદરસૂરિએ પોતાના અને પરના હિતને માટે રવો તેનું બ્રહ્મ (જ્ઞાન અને ક્રિયા) પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અધ્યયન કરવું” (૭)
વિવેચન-આ ગ્રંથના કર્તા કોણ છે, તેનું પ્રથમ સૂચન કરવામાં આવ્યું છે. શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિ મહારાજ આ ગ્રંથના કર્તા છે. તેઓનું જે ચરિત્ર લભ્ય થયું છે, તે ગ્રંથની શરૂઆતમાં આપ્યું છે. તેઓ સહસાવધાની હોઈ અસાધારણ બુદ્ધિબળ ધરાવતા હતા. જનસમૂહ પર અનેક ઉપકાર કરવામાં અહોનિશ તત્પર થયેલા તેઓ શાંતરસને વરસાદ વરસાવતા હતા.
એ સૂરિમહારાજે આ અધ્યાત્મકલ્પકમ ગ્રંથ બનાવે છે. એ નામ કેટલે અંશે સાર્થક થાય છે તે આપણે ઉપોદઘાતમાં જોઈ ગયા. અને ગ્રંથનું અધ્યયન કરતાં એ વિષય ફુટ થયો. આ શ્લોકમાં કર્તાનું અને ગ્રંથનું નામ બતાવ્યું.
આ ગ્રંથનો વિષય શું છે તે પણ અત્ર બતાવ્યું છે. શાંતરસની ભાવનાવાળા આ ગ્રંથ છે. એ રસ હૃદયને કેટલું નિર્મળ કરે છે અને તેને શા માટે રસની વ્યાખ્યામાં મૂક જોઈએ, એટલું જ નહિ પણ એને “રસાધિરાજ' શા માટે કહેવામાં આવ્યો છે, તે માટે આપણે ભૂમિકામાં નિરૂપણ કરેલું વિવેચનગ્ન જોઈ ગયા.
ગ્રંથ કરવાનું પ્રયોજન શું છે, તે પણ અત્ર ફુટ થાય છે. બ્રહ્મ એટલે જ્ઞાન અને ક્રિયા અથવા પરમાત્મસ્વરૂપે પ્રગટ થયેલું શુદ્ધ આત્મસ્વરૂપ. મેક્ષની ઈરછાવાળા પ્રાણીઓએ તે પ્રાપ્ત કરવા અભ્યાસ કરવો. એ પ્રયોજન બતાવતાં અધિકારી કોણ છે એનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
આ ગ્રંથ સ્વપરહિતની દષ્ટિથી બનાવવામાં આવ્યો છે અને તે જ દષ્ટિએ તે પર વિવેચન કરવામાં આવ્યું છે.
ગ્રંથકર્તા હંમેશાં પરહિત કરવાની ઉચ્ચ વૃત્તિથી જ દેરાય છે. છતાં પરહિત પણ તત્ત્વથી આત્મહિત જ છે તેથી, તેમ જ સમતા રસપ્રધાન જીવનવાળાનું એ પ્રથમ કર્તવ્ય છે તેથી, સૂરિ મહારાજે આ ગ્રંથ સ્વપરહિત સારુ બનાવ્યા છે. એ જ મહાત્માને પગલે ચાલી અને એને મળતી ઈચ્છાથી પ્રેરાઈ, અત્ર કાંઈક વિવેચન કરવા પ્રયાસ કર્યો છે. એ કાર્યમાં ફતેહ કેટલે દરજજો મળી છે તે જોવાનું કાર્ય લેખકનું નથી, પણ શુદ્ધ હૃદય રાખવાનું અને જણાયેલા ભાવ કહેવાનું તેનું કર્તવ્ય છે. સૂરિ મહારાજે આ ગ્રંથની રચના
* આ વિવેચન કરવા ધાર્યું હતું, પણ થઈ શકયું નથી, જે માટે પીઠિકા જુઓ. • શાંઃ ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org