________________
અધિકાર] સામ્યસર્વસ્વ
[૩૬૫ વિવેચન—આપણે જોઈ ગયા કે સુખ, દુઃખ, મોક્ષ કે નરક એ આત્મા જ છે, કારણ કે તેનું ઉપાદાને કારણુ આત્મા છે. એ આત્મામાં જે સમભાવ આપ્યો હોય, તે તે પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કરીને ઈછિત અર્થ પ્રાપ્ત કરી શકે. એ સમતા પ્રાપ્ત કરવાનાં સાધનો અને રસ્તાઓ આ ગ્રંથમાં બતાવ્યા છે. એ રીતે સમતાભાવ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યાર પછી નિઃસંગવૃત્તિ પ્રાપ્ત થવાને માર્ગ મળે છે. પૌદ્ધગલિક સર્વ વસ્તુઓ અને ભાવ એટલે ઘર, ઘરેણું, પલંગ વગેરે પદાર્થો અને કષાયાદિ ભાવથી છૂટા પડવું, તેને સંબંધ . એ નિઃસંગતી કહેવાય છે. એ હકીક્ત લક્ષ્યમાં રાખીને એને સાધ્યબિંદુ બનાવવું જોઈએ.
હવે સુખનું મૂળ શું છે અને દુઃખનું મૂળ શું છે એ ટૂંકમાં કહી દે છે. સર્વ જી પર સમભાવ, સર્વ વસ્તુઓ પર સમભાવ થાય, રાજા કે રંક પર, ધનવાન કે નિર્ધન પર, અથવા એવા વિરોધ બતાવનારા બે શબ્દથી પ્રદર્શિત થતા કોઈ પણ વ્યક્તિયુગલ ઉપર, તેમ જ કોઈ પણ પદાર્થ યુગલ ઉપર ચોક્કસ આકર્ષણ કે અનાકર્ષણ ન થાય એ સમતા છે અને સર્વ સુખનું મૂળ એ જ છે. એક તે સમતા રાખનાર પર દુઃખ પડતું નથી અને બીજું, તેને દુઃખ લાગતું નથી. આવી રીતે સમતા રાખનાર પ્રાણું બને જાતિના સચોગમાં આત્મહિત સાધી શકે છે. બીજી બાજુએ જોઈએ તે, સર્વ દુઃખનું કારણ મમતા છે. આ ઘર મારું છે, આ સ્ત્રી મારી છે કે આ પુત્ર મારે છે, એ મારાપણથી જ દુઃખ થાય છે. પિતાની જાતને સાક્ષીભાવે માનનારા વીર ધુરંધરે ઘરને ધર્મશાળા ગણે છે અને પરિવારને મેળા તુલ્ય ગણે છે. મમતાથી જ દુખ થાય છે, એ સ્પષ્ટ જણાય છે. એને શાસ્ત્રકાર મોહજન્ય કહે છે અને મહિને સર્વ કર્મોમાં શાસ્ત્રકાર રાજાનું પદ આપે છે. સર્વ કર્મોમાં તેની ચીકાશ પણ બહુ હોય છે અને સ્થિતિ પણ બહુ હેાય છે. એ માહરાજાને વશ કરવા માટે ધર્મબંધકર મંત્રી જેવા સત્યવક્તા મહાત્માઓના સંગની બહુ જરૂર છે, એ સંગથી સંસારસ્થિતિ સમજાય, તેથી તેને ત્યાગ કરવા વિચાર થાય, વિચારથી કાર્ય થાય, કાર્યથી સમતાગુણ આવે અને સમતાથી નિઃસંગતા પ્રાપ્ત થાય અને તેમ થાય ત્યારે, વૈરાગ્યશતકકાર કહે છે તેમ, ગાયન અને વિલાપ, નૃત્ય અને વિટંબના, આભૂષણ ને ભાર, કામગ અને દુઃખનાં સાધનામાં તેને કાંઈ તફાવત લાગતું નથી.
મમતા અને સમતાનું આ તરવજ્ઞાન બહુ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. સમતા રાખવી એટલે બેસી રહેવું, એ ભાવ નથી. એ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થયું હશે. ઈદ્રિયોને શુભ પ્રવૃત્તિ કરાવી, પિતાના જીવનને ધર્મમય કરી દેવું, એ દુઃષમ કાળાનુસાર સ્વ-અધિકાર પ્રમાણે “સમતાનું પ્રથમ આદરણીય લક્ષણ છે. (૩) ૨૭૩).
સમતાની વાનકી ફેલાવાપ્તિ स्त्रीषु धूलिषु निजे च परे वा, सम्पदि प्रसरदापदि चात्मन् ! । તહિ સમતા મમતા[[, જેન શાશ્વત સુવાયf I ૪ (થા જતા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org