________________
૩૬૬] અધ્યાત્મકલ્પમ
[પાડા સ્ત્રી ઉપરથી અને ધૂળ ઉપરથી, પિતાના ઉપરથી અને પારકા ઉપરથી, સંપત્તિ ઉપરથી અને વિસ્તૃત આપત્તિ ઉપરથી, મમતા મૂકી દઈને હે આત્મન ! તું સમતા રાખ, જેથી કરીને શાશ્વત સુખ સાથે એક્ય થશે.” (૪)
વિવેચન-સમતાને જ ઉપદેશ વિશેષ સ્પષ્ટ કરે છે. હે આત્મન્ ! તારે જે મોક્ષસુખ સાથે અકથ કરવું હોય, અભેદ કરે હેય, એકાકાર વૃત્તિ કરવી હોય, તો હું તને કહું છું. તેમ તું સમભાવ પ્રાપ્ત કર; એ સમભાવ તારું સર્વસ્વ છે, જે તને દુઃખમાંથી છોડાવવા શક્તિમાન છે અને અધ્યાત્મ ગ્રંથને એ જ પ્રથમ પદે ઉપદેશનો વિષય છે.
તને જ્યારે સ્ત્રી ઉપર અને ધૂળ ઉપર સમભાવ થશે અને તને પિતાનાં અને પારકાં ઉપર સમભાવ થશે, ત્યારે તારે કાંઈક આરે આવ્યો છે એમ જણાશે. અત્યારે તે એકાએક સમાચાર સાંભળ્યા કે ભાઈ ! તમારો છોકરો પડી ગયો છે, સખત વાગ્યું છે, રુધિર ચાલ્યું જાય છે વગેરે, આ શબ્દ સાંભળતાં આ જીવના ગભરાટને પાર રહેતું નથી. ગમે તેવા કામમાં હશે તે સર્વ છેડી એક તરફ વૈદ્યોને બેલાવવા માણસે મોકલશે અને તે પિતે પણ તે જગ્યા પર જવા ચાલવા માંડશે. રસ્તે કેટલી જાતના સંકલ્પવિકલ્પ મનમાં થાય છે, તે વાંચનાર સમજી શકશે. અડધે રસ્તે પહોંચતાં ખબર પડી કે એ બીજાનો છો પડી ગયું છે. “હાશ ! ઠીક થયું.”—આ ઉદ્દગાર નીકળી જશે. આ સર્વ શું બતાવે છે? જ્યાં સુધી પોતાના છોકરા તરફ અને પારકાના છોકરા તરફ આટલે ભેદ રહે છે ત્યાં સુધી સમભાવ પ્રાપ્ત થયે છે, એમ કહેવાય નહિ. જ્યારે પિતાના અને પારકાના પુત્ર તરફ સરખો પ્રેમભાવ અથવા ઉદાસીનતા રહે (પણ પોતાના ઉપર પ્રેમ અને બીજાના ઉપર ધિક્કાર નહિ) ત્યારે સમતા પ્રાપ્ત થાય અને ત્યારે જ નિઃસંગતા પ્રાપ્ત થાય અને પછી છેવટે અજરામરસુખ પણ ત્યારે જ પ્રાપ્ત થાય.
જેમ પિતાના અને પારકાના ઉપર સમભાવ રાખવાની આવશ્યકતા છે તેમ જ સંપત્તિ અને વિપત્તિના પ્રસંગોએ પણ મનની સ્થિરતા જાળવી રાખે, તે જ સમતા પ્રાપ્ત થઈ કહેવાય છે. આ વિષય પરત્વે અન્યત્ર બહુ લખાયું છે તેથી અત્ર વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી. (૪; ૨૭૪)
- સમતાના કારણરૂપ પદાર્થોનું સેવન કર तमेव सेवस्व गुरुं प्रयत्नादधीष्व शास्त्राण्यपि तानि विद्वन् ! । तदेव तत्त्वं परिभावयात्मन् ! येभ्यो भवेत्साम्यसुधोपभोगः ॥५॥ ( उपजाति )
તે જ ગુરુની પ્રયત્નથી સેવા કર, તે જ શાસ્ત્રને અભ્યાસ કર અને હે આત્મન ! તે જ તત્ત્વનું ચિંતન કર કે જેનાથી તને સમતારૂપ અમૃતને સ્વાદ આવે.” (૫)
- વિવેચન–ગુરુમહારાજાની સેવા કરવી ઠીક છે, પણ તેનો હેતુ શે? તેવી જ રીતે શાસ્ત્રાભ્યાસ કરે એ પણ સારો છે અને તત્ત્વચિંતવન કરવું એ પણ સારું છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org