________________
[૮૧
આધકાર ]
ધનમમત્વમોચન રાખવું એ જ સુખ મેળવવાનો ઉપાય છે. બાકી તે રાવણ, જરાસંધ અને ધવળશેઠનાં ચરિત્રોને વિચાર કરવો, જેથી સુખનું ખરું તત્ત્વ સમજાઈ જશે, (૩૯)
ધર્મ નિમિત્ત ધન મેળવવું યુક્ત છે? द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारम्भतयाऽतिशुद्धः । નિસત્તામાં ત્વતિશુદ્ધિક્યુન્નિત્રિ છત્ત તમf Iક (વિજ્ઞા)
ધનનાં સાધનથી દ્રવ્યસ્તવવરૂપવાળ ધર્મ સાધી શકાય છે, પણ તે આરંભચુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી, જ્યારે નિઃસંગતા સ્વરૂપવાળ ધમ અતિ શુદ્ધ છે અને તેથી તે જ ભવમાં પણ એક્ષલક્ષી આપે છે.” (૪)
વિવેચન–વિવિધ પ્રકારની પૂજા, બિંબપ્રતિષ્ઠા, સ્વામીવાત્સલ્ય, જિનમંદિર ચણાવવાં ઉપાશ્રય કરાવવા વગેરે દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યની મદદથી આ પ્રકાર બહુ સારી રીતે સાધી શકાય છે. પુણ્યશાળીઓ મળેલ લક્ષમીન ધર્મમાગે વ્યય કરી મહાપુણ્યોપાર્જને કરે છે. ગ્રંથકાર કહે છે કે આ પ્રકારના ધર્મમાં પણ આરંભ થાય છે, કારણ કે ષટૂકાયા જીવનું મન થાય છે, તેથી આ પ્રકારને ધર્મ અતિશુદ્ધ નથી. ધ્યાન રાખે કે અતિશુદ્ધ નથી, શુદ્ધ તે છે જ. પણ તે ધર્મ કરવાને નિમિત્તે દ્રવ્ય મેળવવું યુક્ત નથી. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ પણ અષ્ટકજીમાં કહ્યું છે કે –
धर्मार्थ यस्य वित्तहा, तस्यानीहा गरीयसी।
प्रक्षालनाद्धि पस्य, दरादस्पर्शन वरम ॥ “ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા ન જ કરવી એ વધારે સારું છે. પગે કચરો લાગ્યા પછી તેને જોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવને સ્પર્શ ન જ કરે, એ વધારે સારું છે.”
બાકી, મળેલ દ્રવ્યને તે ધર્મ માર્ગ જ વ્યય કરે. આ ભાવ નીચેના કથી સ્પષ્ટ થશે. દ્રવ્યસ્તવ યુક્ત ઘર્મથી લાંબે કાળે મુક્તિ મળે છે, ત્યારે નવવિધ પરિગ્રહથી નિઃસંગ થયેલા છે તે જ ભવમાં જનમ-જરા-મરણરહિત અયુતપદ પ્રાપ્ત કરે છે. નિઃસંગતા સ્વરૂપવાળે ધર્મ અતિશુદ્ધ છે.
કહેવાની મતલબ એ છે કે ધર્મનિમિત્તે ધન મેળવવા વિચાર કરવો નહિ, પુનરાવર્તન કરીને કહેવામાં આવે છે કે આ શ્લોકને ભાવ બરાબર વિચારો. દ્રવ્યસ્તવને જરા પણ નબળું પાડવાને વિચાર ગ્રંથકર્તા નથી, પણ ધર્મમાં પ્રધાનતા નિઃસંગતાની છે તે બતાવવાને છે. દ્રવ્યસ્તવથી મેક્ષ લાંબે કાળે પ્રાપ્ત થાય છે, પરંતુ તે મોક્ષમાર્ગ તે છે જ,
મોક્ષ પ્રાપ્ત કરવાના અનેક માર્ગ હોય છે. તેમાંના કોઈ લાંબા, કોઈ વાંકાચૂંકા અને કોઈ સીધા-સરળ હોય છે, જેમ આપણે મુંબઈથી સુરત જવું હોય તે ગ્રાંટરોડથી બેસીને સીધા પણ જવાય, અથવા ભુસાવળને રસ્તેથી ટાસ્ટીવેલીમાં બેસીને જવાય અથવા દરિયા માર્ગે જવાય અથવા બીજા અનેક આડા માર્ગે જવાય; જેમ કે પ્રથમ કરાંચી જાય, - અ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org