________________
અધિકાર ] કષાયત્યાગ
[ ૧૧૧ જય કરવો એટલે પ્રસંગ પ્રાપ્ત થયે શાંતિ રાખવી એ જ ખરું કર્તવ્ય છે. શાંતિ રાખવી એ મુકેલ છે, પણ અશક્ય નથી. ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ કહે છે કે “ઉપશમ સાર છે. પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે.” આવી રીતે શાંતિ રાખવી એ જેન સિદ્ધાંતને સાર છે અને એ વચન ટંકશાળી છે.
ઉમાસ્વાતિ વાચક મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં લખે છે કે જાતિવિનામુ -કોધથી સ્નેહનો નાશ થાય છે. આ હકીકતનું યથાસ્થિતપણું બરાબર અનુભવવામાં આવે છે. વળી. તે જ વિદ્વર્ય લખે છે કે –
क्रोधः परितापकरः, सर्वस्योद्वेगकारकः क्रोधः ।
વૈરાનુજન શોધ, ક્રોધ: પુતિનના || કોધ પરિતાપ ઉત્પન્ન કરે છે એટલે મનને બાળ્યા કરે છે અને ક્રોધ સર્વ માણસને ઉગ કરે છે. જ્યારે ક્રોધ કરવામાં આવે છે ત્યારે વાતાવરણ આખું ઉદ્વેગ કરનારું થઈ જાય છે એ મનોવિજ્ઞાનશાસ્ત્રને સાંપ્રત સ્થાપિત નિયમ છે.) વળી, કોધ વૈરસંબંધ કરે છે અને આ સર્વના પરિણામે ક્રોધ સુગતિને નાશ કરે છે.”
આવી રીતે ક્રોધ અનેક રીતે નુકસાન કરે છે અને પ્રાણીને અધઃપાત કરે છે, માટે તેને જય કરવા ઉદ્યત થવું, એ કર્તવ્ય છે. શાસ્ત્રકારે કોઈને અગિન સાથે સરખા છે તે યોગ્ય જ છે. વિદ્વાન કવિ ગાઈ ગયા છે કે –
વણ દહન દહત, વસ્તુ ક્યું સર્વ બાલે, ગુણ કરણું ભરી , કાધ કાયા પ્રજાલે. પ્રથમ જલદધારા, વઢિ તે ક્રોધ વારે, તપ જપ વ્રત સેવા, પ્રીતિવલી વધારે. ધરણી પરશુરામે, ક્રોધે નક્ષત્રી કીધી, ધરણી સુભુમરાયે, કોધે નિબ્રહ્મી સાધી. નરક ગતિ સહાઈ કાધ એ દુ:ખદાઈ,
વરજ વરજ ભાઈ, પ્રીતિ જે જે વધાઈ. આટલા કારણથી ક્રોધ ન કરે તે ઈષ્ટ છે, સુગતિ અને સુખપરંપરાનું કારણ છે. (૧,૭૧)
ક્રોધ ન કરવો એ લગભગ ક્ષમા રાખવા જેવું છે. ક્રોધના ત્યાગને મળતા સદ્ગુણ ક્ષમા છે. ક્ષમા કરતી વખતે બહુ આનંદ થાય છે, માટે ક્ષમા કરવી. ક્રોધ કરતી વખતે માનસિક શક્તિ (mental energy)ને બહુ નાશ થાય છે, તેથી શરીર પર પણ બહુ અસર થાય છે અને કેટલીક વખતે આત્મઘાત જેવું ભયંકર પાપ પણ તેનાથી થાય છે. ક્રોધને ત્યાગ અને ક્ષમાનું આચરણ એ ખાસ કર્તવ્ય છે. “ક્ષમા' ના. મથાળાથી “શ્રી જૈન ધર્મ પ્રકાશ” માં બહુ વિસ્તારથી એક ઉલ્લેખ કર્યો છે. જુઓ પુ. ૨૪મું, અંક બીજે અને ત્યાર પછીના અંકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org