________________
અધિકાર ] વૈરાગ્યપદેશ
[ ૧૯૭ બેકડે, કાકિણી, જળબિંદુ, કેરી, ત્રણ વાણિયા, ગાડું હાંકનાર, ભિખારી વગેરેનાં દૃષ્ટાંતેની પેઠે તું બહુ દુઃખ પામીશ.”
વિવેચન–પ્રમાદથી આ જીવ મનુષ્યભવ હારી જાય છે અને દુઃખી થાય છે તે આપણે જોઈ ગયા. નીચેનાં દૃષ્ટાંતે શ્રી ઉત્તરાધ્યયન વગેરે મૂળ સૂત્રોમાં આવેલાં છે, તેમાં મનુષ્યભવ હારી ગયા પછી કે પશ્ચાત્તાપ થાય છે અને તે ભાવ ફરી મેળવે કેટલે મુશ્કેલ છે તે બતાવ્યું છે. આ દષ્ટાંતો ખાસ મનન કરવા યોગ્ય છે, ટીકાકાર કહે છે કે “પ્રમાદના પરવશપણાથી આ જીવ સુકૃત કરતું નથી, તેથી મનુષ્યભવથી ભ્રષ્ટ થાય છે અને દુર્ગતિમાં જાય છે. દુર્ગતિમાં ગયા પછી અત્ર નિદિષ્ટ સ્વરૂપ પ્રમાણે ત્યાં પશ્ચાત્તાપ કરે છે. હે જીવ! તું તો અત્ર સુકૃત કર કે જેથી તારે પરભવમાં લીલાલહેર થાય.” ટકા અને ટબાનુસાર સંપૂર્ણ વિવેચન સાથે હવે દષ્ટાંતો આપીએ છીએ, તે ધ્યાનથી વાંચે. નીચેનાં સર્વ ઉદાહરણે મનુષ્યજન્મની સાર્થકતા અને તેને લાભ ન લેવાથી થતી નિરર્થકતા તરફ ઉપનય બતાવનારાં છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. વારંવાર તેનું પુનરાવર્તન ઉપનયમાં કર્યું નથી.
અજ-દૃષ્ટાંત : એક વિશાળ નગર હતું. તે નગરમાં એક પુરવાસીને ઘેર એક બેકડે હતે, કઈ સારે પરણે ઘેર આવશે ત્યારે તેનું માંસ કામ આવશે, એમ ધારીને તે બોકડાનું સારી રીતે પોષણ કરવામાં આવતું હતું. તેને દરરોજ સારી રીતે નવરાવવામાં આવતો હતો, તેના શરીર પર પીળાં તિલક કરવામાં આવતાં હતાં, તેની લાલનપાલના સારી રીતે થતી અને તેથી તે સર્વ પ્રકારે સુખી લાગતો અને પુષ્ટ શરીરવાળે માતે થયો હતો, હવે તે જ પુરવાસીના ઘરમાં એક બીજે વાછડો હતો. તેને બાપડાને તેની મા ગાયને દહી રહ્યા પછી બાકીનું અવશેષ દૂધ મળે તે ધાવવું પડતું હતું અને તેની કઈ સંભાળ રાખતું નહિ. વાછડાએ બાકડાની સારી સ્થિતિ જોઈ એક દિવસ તે ક્રોધ અને ઈર્ષોથી દૂધ પીવાની ના પાડી. તેની મા ગાયે તેને સ્નેહથી તેનું કારણ પૂછયું. ત્યારે વાછડે કહે છે કે “અરે મા ! આ બોકડાને તો પુત્રની જેમ મિષ્ટાન્ન મળે છે અને મને મંદભાગ્યને તે પૂરું ઘાસ પણ મળતું નથી અને વખતસર પાણી પણ મળતું નથી. અરેરે ! હું તે પૂરેપૂરો કમનસીબ છું” ગાયે કહ્યું, વત્સ! જે કેઈનું મરણ નજીક આવ્યું હોય અને વિવે આશા મૂકી દીધી હોય, ત્યારે તેને પથ્ય-અપથ્યને વિચાર કર્યા વગર જે ખાવા માગે તે આપવામાં આવે છે, તેવી રીતે આ બેકડો પણ વધ્યું છે અને અત્યારે તે તેની બહુ સારવાર થતી દેખાય છે, પણ આગળ ઉપર તેના હાલ થાય તે જેજે. પોતાની માનું આવું કહેવું સાંભળી કાંઈક સંતોષ રાખી વાછડો જે બને છે તે જોયા કરે છે, પાંચ દશ દિવસ આ પ્રમાણે ચાલ્યા ગયા. એક દિવસ મોટા ઘરના પૈસાદાર સગા મેમાન થઈને આવ્યા, એટલે સવારના પહોરમાં બરાડા પાડતા બેકડાને પકડીને મારી નાખ્યો અને તેના માંસના કકડા કરી ભુજીને આખું ઘર અને મેમાન જમ્યા. વાછડે આ સર્વ હકીકત જોઈ, તે દિવસે પણ પોતાની માતાને ધાવ્યો નહિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org