________________
૨૨૮ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
એકાદશ
“ જેવી રીતે પાતાની પ્રશ'સા અને નિંદાથી અનુક્રમે આનંદ અને ખેઢ પામે છે, તેવી જ રીતે પરની પ્રશ'સા અને નિંદાથી આનદ અને ખેદ થતા હાય, અથવા તે ચારે ઉપર ઉદાસીન વૃત્તિ રાખતા હોય, તે તું ખરા અના જાણકાર છે.” ( ૬ )
વિવેચન—ઉપર કહ્યું તે જ અત્ર કહ્યુ છે. પારકે માણસ ગમે તે હાય, ભલે તે મિત્ર હોય કે શત્રુ હાય, પરંતુ જ્યારે તેના ઉપર ગુણવાન હેાવાથી પ્રમેાદ જ થાય ત્યારે શાસ્ત્રના રહસ્યનુ જાણકારપણું' પ્રાપ્ત થયું છે એમ સમજવુ'. અથવા તે તે ચારે વસ્તુ સ્વગુણપ્રશ’સા, સ્વદોષનિંદા, પરશુશુપ્રશંસા, પરદોષનિંદા એના ઉપર ઉદાસીન વૃત્તિ આવી જાય, તો તે પણ વધારે સારુ છે, એટલે એ તરફ ધ્યાન આપવાનું વલણુ જ ન થાય, ફક્ત પોતે પેાતાને ચેાગ્ય રસ્તે કામ ચલાવ્યા કરે, એવી ઉદાસીન વૃત્તિ પ્રાપ્ત થાય તા વધારે ઠીક છે. પણ કેટલીક વાર ઉદાસીન વૃત્તિને નામે બેદરકારી દાખલ થઈ જાય છે, તેનાથી ચેતવાની જરૂર છે. અત્ર ાસીન વૃત્તિ કહી છે તે જાણીજોઈને અજ્ઞ રહેવુ એમ નથી, પણ તે જાણવા તરફ સ્વાભાવિક વલણ જ ન રાખવુ એ છે. આખા શ્ર્લોકને ઉપરના શ્લાકની નોટ બરાબર લાગુ પડે છે. શ્રી આનંદઘનજી મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે :~
માન અપમાન ચિત્ત સમ ઞણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિવ્રુક સમ ગણે, ઇન્શ્યા હાય તું જાણું રે. શાંતિજિન ! એક મુજ વિત,
આવી સ્થિતિ પ્રાપ્ત કરવાના અત્ર ઉપદેશ છે. ( ૬; ૧૫૬) ગુણસ્તુતિની અપેક્ષા નુકસાનકારક છે. भवेन्न कोऽपि स्तुतिमात्रतो गुणी, ख्यात्या न बह्वयापि हितं परत्र च । तदिच्छुरीर्ष्यादिभिरायतिं ततो, मुधाभिमानग्रहिलो निहंसि किम् ? ॥ ७ ॥ ( उपजाति ) “ લેાક વખાણ કરે તેથી કેાઈ ગુણી થતા નથી; વળી, બહુ ખ્યાતિથી પણ આવતા ભવમાં (પરલાકમાં) હિત થવાનું નથી; તારે જો આવતા ભવમાં તારુ' સારું કરવાની ઇચ્છા છે, તે નકામા અભિમાનને વશ થઈ ને, ઇર્ષ્યા વગેરે કરી, આવી ભવ શા માટે બગાડે છે ? ” ( ૭ )
વિવેચન—દેવચંદ નામના માણસ અથવા ખીજાસા-ખસે। હીરાચંદની સ્તુતિ કરે, તેથી હીરાચ'દમાં કાંઈ ગુણુ આવી જવાના નથી. તેનામાં હીર હશે તેા રહેશે, અને કદાચ સ્તુતિથી તો ઊલટું નુકસાન થવાનું હશે તા થશે. વળી, અત્ર ગમે તેટલાં વખાણુ થાય, ભાટચારણા આકાશમાં ચઢાવી દે, તાપણ પરલેાકમાં તેની અસર થતી નથી. ત્યાં કાંઈ વખાણુ પામેલા માટે પક્ષપાત નથી, તેમ જ તે માટે કાંઇ જુદી જગ્યા નથી. સ્તુતિને પાત્ર થવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org