________________
૩૩૪ ] અધ્યાત્મક૫મ
[ ચતુશ આવી રીતે ઘણા સમય પસાર થઈ ગયા. એક વખત એક મોટું આશ્ચર્ય બન્યું: એક શિકારી જંગલમાં પશુ પર બાણ ફેંકતે હતું, પણ તેનાં બાણ વરચે અટકી જવા લાગ્યાં. શિકારી આનું કારણ કાંઈ સમજે નહિ, તેથી તે જગ્યા પર જઈને હાથ ફેરવ્ય તે સ્ફટિકની શિલા દેખાણી. તે એટલી તે પારદર્શક હતી, કે હાથ લગાડ્યા વગર તે છે એમ પણ દેખાતું નહોતું. આવી સુંદર શિલાને જોઈ મહાભાગ્યવાનું વસુ રાજાને જ તે યોગ્ય છે એમ શિકારીએ ધાયું. વસુ રાજા પાસે જઈ ખાનગીમાં તે હકીકત નિવેદન કરીને વસુને શિલા ભેટ કરી. રાજ બહુ ખુશી થયો અને શિકારીને બહુ ભેટ આપી. પછી રાજાએ હશિયાર શિલ્પીઓને રાખી તેમની પાસે પેલી સ્ફટિક શિલાની સુંદર વેદિકા તૈયાર કરાવી અને પ્રચ્છન્નપણે તે ઘડનારાઓને પછી ઘાત કરી નાખ્યો ! આ વેદિકા પર સિંહાસન મૂકહ્યું જેથી લોકેએ એમ જાણ્યું કે સત્યના પ્રભાવથી વસુ રાજાનું સિંહાસન આકાશમાં અધર રહે છે. લોકોમાં વાત ચાલી કે સત્યના પ્રભાવથી દેવતાઓ રાજાની પાસે રહે છે અને તેની સેવા કરે છે. સિંહાસનના પ્રભાવથી કેટલાક રાજાએ તેને વશ થઈ ગયા અને તેની કીર્તિ દશે દિશામાં વધારે પ્રસરવા લાગી.
હવે નારદ એક વખત તે શહેરમાં આવ્યા. તે પર્વતને મળવા ગયા. તે વખતે પર્વત શિષ્યોને વેદ ભણાવતા હતા. તેમાં એ વાત આવી કે થી યજ્ઞ કરો. પર્વતે તે ઋચાને અર્થ સમજાવતાં કહ્યું કે મન એટલે બેકડાનું બલિદાન કરી યજ્ઞ કરો. આ વખતે નારદ નજીક બેઠે હતું. તેણે કહ્યું કે ભાઈ પર્વત ! તું આવે બેટે અર્થ કેમ કરે છે? ગુરુએ તે આપણને શીખવ્યું છે કે જેનાથ તિ અનઃ – વાગ્યાથી ન ઊગે તેવું સૂકું ત્રણ વરસનું ધાય” (ડાંગર-શાલિ) એ અર્થ = શબ્દને થાય છે, એ વાત તું કેમ વીસરી ગયો ? આ પ્રમાણે છેટે અર્થ કરે અયુક્ત છે, પાપબંધ કરાવનાર છે અને પરભવમાં દુર્ગતિમાં પાડનાર છે.” પર્વત બોલ્યો : “તમારું કહેવું છેટું છે. ગુરુએ આપણને એ અર્થ કહ્યો જ નથી. વળી નિઘંટુમાં આ શબ્દનો અર્થ “બકરો” થાય છે.” નારદે જવાબ આપ્યો : “ભાઈ પર્વત! શબ્દની અર્થઘટના મુખ્ય અને ગૌણ બે પ્રકારની છે, તેમાંથી ગુરુએ આપણને ગૌણ અર્થ કહ્યું હતું. ગુરુ ધર્મોપદેષ્ટા હતા, કૃતિ (વેદ) ધર્મમય છે, છતાં તું ગુરુ અને વેદથી વિપરીત કહીને પાપ વહાર નહિ.” પર્વતે ઉત્તરમાં આક્ષેપ કરીને કહ્યું: “ગુરુએ તે એટલે બકરે એમ કહ્યું છે અને ગુરુએ કહેલા શબ્દાર્થને વિપરીત કરવાથી તે પાપ વહોરી લે છે. આ બાબતમાં જે હારે તેણે પિતાની જિ હા કાપી નાખવી, એવું હું પણ (પ્રતિજ્ઞા) લઉં છું અને આ શબ્દને અર્થ આપણું સહાધ્યાયી વસુ રાજા જે કહે તે પ્રમાણ છે. નારદે આ સર્વ અંગીકાર કર્યું, કારણ કે સત્ય બોલનારને ક્ષોભ તે નથી.
- હવે પર્વતની માતાએ એકાંતમાં પર્વતને કહ્યું કે “જે કે હું ઘરના કામકાજમાં નિરંતર ગૂંચવાયેલી રહેતી હતી, છતાં મને ચેકકસ ખ્યાલ છે કે શબ્દનો અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org