________________
૩૪૮] અધ્યાત્મકલ્પમ
[ ચતુર્દશ શરીરની તંદુરસ્તી કે કાળજ્ઞાનાદિ અ૫ લાભ થાય છે, એમ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તેઓના યોગશાસ્ત્રમાં કહે છે; પણ પ્રયાસના પ્રમાણમાં કાંઈ લાભ થતો નથી. મનને સંબંધમાં કરવા જેવું કાર્ય એ છે કે મને જ્યારે ખોટે રસ્તે જતું હોય ત્યારે તેનાં પરિણામે વિચારી, તેને પાછું વાળવું, ખોટા વિચાર કરવા દેવા નહિ, પરંતુ એની શુભ પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાની જરૂર નથી. શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ, એ જ મહાગ છે અને તેને માટે જ ધર્મ–કલાદિ ધ્યાનનો વિસ્તાર છે. “હું કયારે બેંતાળીશ દેષ રહિત આહાર કરીશ ? ક્યારે પૌદ્દગલિક ભાવને ત્યાગ કરી, આત્મિક તત્વમાં રમણ કરીશ?” વગેરે વગેરે રામ મનોરથો કરવા એ પણ પ્રશસ્ત મનોગની આચરણમાં જ ગણાય છે. આવી જ રીતે વચનયોગ અને કાગ માટે પણ સમજવું. વચન કે કાયાની પ્રવૃત્તિ તદ્દન અટકાવવી અગત્ય નથી, પરંતુ એની પ્રવૃત્તિની દિશા ફેરવવી, એ ખાસ કર્તવ્ય છે. કાયમના સંબંધમાં ઈદ્રિય પર સંવર કરવાનું કહેવામાં આવ્યું છે તે પણ તેટલું જ ઉપયોગી છે. એક સામાન્ય નિયમ એવો છે કે જ્યાં સુધી બાા ઈદ્રિ પર અંકુશ આવતો નથી ત્યાં સુધી મન વશ થવું મુશ્કેલ છે. વળી, મન પર અંકુશ આવ્યું ન હોય ત્યાં સુધી ઇદ્રિ પર અંકુશ આવે મુકેલ છે. આવી રીતે મન અને ઇન્દ્રિયે એકબીજા પર અસર કરે છે અને તેઓ બનેને દમન કરવા માટે અસાધારણ આત્મવીર્ય સ્કુરાવવાની જરૂર પડે છે. એ કાર્ય અશક્ય નથી, પણ અનુભવ ન હોય તેને બહુ વિષમ લાગે છે. બાકી જ્યારે તેની ટેવ પડી જાય છે ત્યારે તે ઇન્દ્રિયના વિષયોને ભેગ ઉચ્છિષ્ટ ભજન જેવો લાગે છે.
આવી રીતે ગરૂંધન કરવાનો પ્રયાસ કરવા સાથે જ કષાયને જય કરવાની પણ જરૂર છે. અંતરંગ શત્રુઓમાં કષાયે પ્રબળ શત્રુઓનું કામ કરે છે અને તેથી તેના સંબંધમાં પણ પુરુષાર્થ ફેરવવાની જરૂર પડે છે. ગચંધન અને કષાયવિજય સાથે સાથે ચાલતા હોય છે ત્યારે વિરતિગુણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. આવી રીતે બંધહેતુ શિથિલ પડતા જાય છે, ઓછા થતા જાય છે અને છેવટે નાશ પામે છે.
આ જન્મમાં ધન, સ્ત્રી, પુત્ર પામવાં એ મુશ્કેલ નથી. કેટલાકને મુશ્કેલ લાગે છે, તે પણ છેટું છે. અનાદિ કાળથી એ વસ્તુઓ મળ્યા કરે છે; એને મેળવવા માટે પ્રયાસ કરે એ નકામે છે, એટલું જ નહિ પણ તે સંસારમાં રખડાવનાર છે; એમાં રાચેલ, માચેલ પ્રાણી કર્તવ્યનું ભાન ભૂલી જાય છે અને માનદશામાં લેવાઈ જાય છે, એને નિરાંતે બેસી આત્મચિંતવન કરવાનું સૂઝતું નથી. છેલ્લી ગાથામાં નિઃસંગભાવ પ્રાપ્ત કરવા માટે આપેલ ઉપદેશ બહુ મનન કરવા યંગ્ય છે. ખાસ સમજવાનું એ છે કે અનંત કાળ સુધી પ્રયાસ કર્યા છતાં, જે મળ્યું નથી તે અત્ર સૂરિમહારાજે બતાવ્યું છે. એ યંગસંધન, કષાયવિજય અને મિથ્યાત્વનિષેધ કરવા ખાસ પ્રયાસ કરવો. જેઓ એ રસ્તે ચઢી આત્મિક કાર્ય કરશે તે સુખી થશે અને છેવટે ઘોર સમુદ્ર તરી, તેને કાંઠે પ્રાપ્ત કરશે.
इति सविवरणो मिथ्यात्वादिनिरोध-संवरोपदेशनामा चतुर्दशोऽधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org