________________
त्रयोदशो यतिशिक्षोपदेशाधिकारः ॥
ગુરુ મહારાજને સ્વીકારીને તેમને અનુસરવાથી થતા લાભ આગલા અધિકારમાં જોયા. વધારે અગત્યને સવાલ ગુરુને પિતાને જીવન વહન કેમ કરવું એ છે; તેથી આ અધિકારમાં યતિગ્ય શિક્ષા આપે છે. યતિ શબ્દમાં સંસારથી વિરક્ત રહેવાની પ્રતિજ્ઞા કરનાર સાધુ, જતિ, મહાત્મા, શ્રીપૂજ, દ્રવ્યલિંગી અને ભટ્ટારક-એ સર્વને સમાવેશ થાય છે, તેમ જ, બીજી શુદ્ધ અપેક્ષાએ જોઈએ તે, સંસારભાવથી વિરક્ત એવા સર્વને સમાવેશ થાય છે. એ અપેક્ષામાં કેવળ વેશમાત્ર જેવાને રહેતું નથી, પણ વર્તન જોવાય છે. આ અધિકારમાં પ્રથમ વર્ગને ઉદ્દેશીને શિક્ષા આપેલી છે. તે વર્ગ સુશિક્ષિત અને વિદ્વાન હોવાથી આ અધિકારમાં તેને માટે વિશેષ વિવેચન કરવાનું ગ્ય ધાર્યું નથી. આ અધિકાર યતિ સિવાયના સર્વને પણ ઉપયોગી છે, કારણ કે દંભી, દુરાચારી, વેશધારીને ઓળખવામાં તે સહાયભૂત થાય છે. આ અધિકાર સર્વથી વિસ્તારવાળે છે, કારણ કે ઉપદેશકને સુધારવા એ પ્રથમ આવશ્યકતા છે. જે શુભેચ્છાથી સૂરિએ આ અધિકાર લખ્યો છે તે જ હેતુથી તેના પર વિવરણ મુનિઆશ્રય નીચે લખવામાં આવ્યું છે. આના અધિકારી તે પર ખાસ મનન અને નિદિધ્યાસન કરશે એટલી આશાની પૂર્વ પીઠિકા કરી હવે શરૂઆતમાં શુદ્ધ યતિ-મુનિની ભાવનામય મૂર્તિનું ચિત્ર દેરી હૃદયદષ્ટિ પર આળેખવા સૂચના કરે છે.
મુનિરાજનું ભાવનામય સ્વરૂપ (An ideal Munihood) ते* तीर्णा भववारिधिं मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विपयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् । रागद्वेषविमुक् प्रशान्तकलुष साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति xचाप्तसंयमगुणाक्रीडे भजद्भाबनाः ॥९॥ (शार्दूलविक्रीडित )
જે મહાત્માઓનું મન ઇદ્રિના વિષયમાં આસક્ત થતું નથી, કષાયથી વ્યાસ * ये इति पाठान्तरम् । x चात्मसंयमगुणाक्रीडे इति वा पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org