________________
અધિકાર ]
અતિશિક્ષા
[ ૨૮૯
બાબતમાં હજી વધારે સ્પષ્ટ શબ્દોમાં ગ્રંથકર્તા ઉપદેશ આપે છે તે પર વાંચનારનુ ચિત્ત ખે*ચવા ઇચ્છીએ છીએ. (૨૦૭)
ધર્મપકરણ પર મૂર્છાથી દોષ रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतिनां जिनैसः पुस्तकपत्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक् ! |
*
स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यहुष्प्रयुक्तं भवेत् ॥ २७ ॥ ( शार्दूलविक्रीडित ) વસ્ત્ર, પુસ્તક અને પાત્રાં વગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તી'કર ભગવાને સચમની રક્ષા માટે યતિઓને બતાવ્યા છે, તે છતાં મદબુદ્ધિવાળા મૂઢ જીવા, વધારે મેહમાં પડીને, તેને સંસારમાં પડવાના સાધનભૂત બનાવે છે, તેઓને ખરેખર ધિક્કાર છે! મૂર્ખ માણુસ વડે અકુશળતાથી વપરાયેલું શસ્ત્ર ( હથિયાર ) તેના પેાતાના જ નાશનુ નિમિત્ત થાય છે.” (૨૭)
વિવેચન—આ ઉપદેશ વધારે સ્પષ્ટ શબ્દોમાં છે. મૂર્છા એ જ પશ્ત્રિહું છે એમ સમજાઈ જાય, તા પછી આ હકીકતમાં વિશેષ પ્રકાશ પાડવાની જરૂર રહેતી નથી. વાત એ છે કે આ જીવ સમજતા નથી કે પદાથ પ્રાપ્તિમાં સુખ નથી, પણ સંતાષમાં સુખ છે. સર્વાશે આ હકીકતની સત્યતા સમજેલ સાધુનું વર્તન, ઉપરના શ્લેાકમાં લખ્યુ છે તેથી તદ્દન ઊલટુ' જ હાય છે. આ તા ભગવાને દીઘ વિચાર કરીને રાખવાની રજા આપેલી એવી ઉપધિ-પાત્રાં કે પુસ્તકાદિ વસ્તુ-જે રાખવાના ઉદ્દેશ સયમપ્રવૃત્તિને જ છે, તે જ, મમતાથી સંસાર વધારે છે, તેમાં પાડે છે અને પાછે ઊંચા આવવા દેતી નથી. શસ્ત્રથી પરને ભય ઉત્પન્ન કરાય છે, હરાવાય છે અને પ્રાણ પણ લેવાય છે, પણ ખંદુકના ખરા ઉપયાગ કરી ન જાણનાર જો દારૂ ભરીને તેને પાતાની તરફ જ તાકે તેા તેથી પાતાનુ જીવન પણ ખાઈ એસે છે, તેવી જ રીતે સંસારના નાશ કરવાના પ્રબળ સાધનરૂપ ધર્મોપકરણ પર મૂર્છા રાખવાનું થાય, તેા યતિજીવનના બહુધા નાશ થાય છે.
હે મુનિ ! અનુભવીના ઉપર લખેલા શબ્દો પર ખરાખર મનન કરજે. એ ચમત્કારી ચાર લીટીમાં બહુ ઉત્તમ શિક્ષાના સમાવેશ કરવામાં આવ્યા છે. સમજુ વગને ઉપદેશેલા પદ્મ પર વિશેષ ટીકાને અવકાશ આપવાની આવશ્યકતા અલ્પ જણાય છે. (૨૭૬ ૨૦૮) ધર્માંપકરણ ઉપડાવવાથી દોષ
संयमोपकरणच्छलात्परान्भारयन् यदसि पुस्तकादिभिः ।
गोखरोष्ट्रमहिषादिरूपभृत्तच्चिरं त्वमपि भारयिष्यसे ॥ २८ ॥ ( रथोद्धता )
“ સચમ-ઉપકરણના બહાનાથી પુસ્તક વગેરે વસ્તુઓના બીજા ઉપર તું ભાર મૂકે છે,
અ. ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org