Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 388
________________ ૩૧૬ ] અધ્યાત્મકપર્ફોમ * ત્રયોદશ ઊભાં રહેવાનાં નથી, તને મદ કરવાનાં નથી; ઊલટા કેટલાક તા તને પડતાં પડતાં ધક્કો મારતા જશે. આવી રીતે તને કોઈ આધાર આપવાને શક્તિમાન થવાનુ નથી. વાસ્તવિક હકીકત એ છે કે તારે સયમગુણની વિરાધના કરવી નહિ. પરવસ્તુની આશા ખેાટી છે. પુદ્દગળ કે પરજીવ આ જીવને મદદ કરતા નથી, આ જીવ એકલે જ છે, માટે પરભવ માટે આવાં આલંબના શેાધવા કરતાં એવા પ્રસંગ જ ન આવે એવુ કાર્ય કર. મતલખ કે સાધુ તરીકે સયમ પાળવાની તારી ફરજ છે, તે સમજી તનુસાર વર્તન કરી, આત્માને અનંત દુઃખરાશિમાં પડતા બચાવ. (૫૫; ૨૩૬) સયમથી સુખ : પ્રમાદથી તેને નાશ यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य- कोटीर्नृणां द्विनवतां ददाति । किं हारयस्यधम ! संयमजीवितं तत्, हा हा प्रमत्त ! पुनरस्य कुतस्तवाप्तिः १ ॥ ५६ ॥ ( વસન્તતિા) “જે (સંયમ)ની એક ક્ષણ (મુહૂત') પણ ખાણું ક્રોડ પલ્યાપમથી વધારે વખત સુધી દેવલાકનાં સુખા આપે છે, એવા સંયમજીવનને હું અધમ ! તું કેમ હારી જાય છે ? હે પ્રમાદી ! ફરીવાર તને આ સયમની પ્રાપ્તિ પણ કત્યાંથી થશે ? ” (૫૬) વિવેચન—ટીકાકાર શ્રી ધનવિજય ગણિ લખે છે કે સયમજીત્રનની એક ક્ષણ પણુ મનુષ્યને દેવલાકનાં સુખા ખાણું ક્રોડ પલ્યેાપમથી વધારે વખત સુધી આપે છેઃ— सामाइयं कुणतो, समभावं सावओय घडियदुगं । आउं सुरेसु बंधइ, इत्तियमित्ता पलियाई ॥ areas कोडीओ, लक्खागुणसट्ठि सहसपणवीसं । नवसय पणवीसाए, सतिहा अडभागपलियस्स ॥ “સામાયિક કરતાં શ્રાવક બે ઘડી સુધી સમભાવમાં વર્તે ત્યારે તે આટલુ' દેવતાનુ આયુષ્ય બાંધે છે: ખાણુ' ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવશે ને પચીશ અને ત્રણ આઠમા ભાગ (૯૨,૫૯,૨૫,૯૨૫ )પલ્યેાપમનુ દેવાયુ ખાંધે છે. ” ઇતિ પ્રતિક્રમણુસૂત્રવૃત્તૌ. Jain Education International એક ક્ષણ * માત્ર ચારિત્ર પાળવામાં આટલા કાળ સુધી દેવતાનું મહાસુખ પ્રાપ્ત થાય છે. એ સુખના ખ્યાલ આવવા પણ મુશ્કેલ છે. માત્ર એક દિવસનુ` ચારિત્ર પાળી કેટલાક જીવા ઘણા કાળ સુધીનુ અનંત સુખ પામ્યા છે, એવાં દૃષ્ટાંતા શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. એવુ સુખ કયારે મળે ? જ્યારે સામાયિક બરાબર પાળ્યુ હોય, વિરાધના ન કરી હોય, ત્યારેજ તે સુખ પ્રાપ્ત થાય છે, અને આ જ હેતુથી શાસ્રકાર ભાવસ્તવથી અ`તર્મુહૂર્તમાં માક્ષ કહે છે. * મુદ્દ–બે ઘડી (શ્રી ધનવિજય ગણિ ) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474