________________
૩૧૮ ] અધ્યાત્મક ૫મ
[ ત્રદશ એવી રીતે આ યતિશિક્ષા અધિકાર પૂર્ણ થશે. આ અધિકાર બહુ જ ઉપયોગી છે. વેશમાત્રથી રિઝાવું નહિ, કરંજન કરવા પ્રવૃત્તિ કરવી નહિ. આત્મિક ઉન્નતિનું શુદ્ધ દષ્ટિબિંદુ હૃદયભાવના સન્મુખ સર્વદા રાખવું, મન-વચન કાયાના ગેની શુભ પ્રવૃત્તિ કરવી, લોકસન્માનથી આત્મિક ગુણો પર થતી અસર, પ્રમાદથી થતો અધઃપાત, કોઈ પણ વસ્તુ પર મૂર્છા ન રાખવાને ઉપદેશ, પરિગ્રહ કેને કહેવાય તેનું શુદ્ધ સ્વરૂપ, ઉપધિ, વસ્ત્ર, પાત્ર ઉપર મૂડ્ઝ ન કરવાનું સબળ કારણ, વિષય અને પ્રમાદને ત્યાગ, ભાવના ભાવવાનાં ફળ, સંયમગુણનું સ્વરૂપ, તે પાળવાનાં ફળ, તે વિરાધવાના દુષ્ટ વિપાક, સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ, સાધુપણામાં સુખ, તેની સરખામણી, સાવદ્ય કૃત્ય અને મુનિવૃત આદેશને પરસ્પર સંબંધ, છેવટે સંયમથી થતું સ્થળ સુખ અને સંયમના નામમાત્ર તરફ લોકોનો પૂજ્ય ભાવ વગેરે હકીકતે થોડા શબ્દમાં પણ બહુ જ ભાર મૂકીને એના ખપી જીવના મન પર ઠસાવવામાં આવી છે. અત્ર બતાવેલી દરેક હકીકત સાધુજીવનને મુખ્ય અસર કરનારી છે અને મુમુક્ષુ ભક્ત જનને પણ શુદ્ધ ગુરુની ઓળખાણ માટે અને વિશેષ ગુણપ્રાપ્તિની ઈરછા ઉત્પન્ન કરવા માટે તેનું સ્વરૂપ જાણવાની ખાસ જરૂર છે એટલા પૂરતી આ હકીકત તેને પણ ઉપયોગી છે.
અનેક હકીકતને આ અધિકારમાં સમાવેશ કર્યો છે, તેથી બીજા સર્વ અધિકાર કરતાં આ અધિકાર માટે છે, પરંતુ વસ્તુની ગંભીરતા જોતાં કાંઈ વિશેષ લખાયું હોય એમ જણુતું નથી. વળી, અત્ર લખેલા દરેક શ્લોક પર બહુ વિવેચન થઈ શકે તેમ છે, કારણ કે આશય ગંભીર છે, તેમ છતાં પણ અધિકારીની ઉચ દષ્ટિ અને સૂરિમહારાજના વિષય સાથે વાચકવર્ગને વિશેષ પરિચય થઈ ગયો છે, એટલા માટે અત્ર ઓછું વિવેચન કરવામાં આવ્યું છે. વળી, ગ્રંથને આ વિભાગ બહુ જ ઊંડા હેતુથી લખાયો જણાય છે. એક તે યતિવર્ગ વિદ્વાન વર્ગ છે, તેઓને માટે આટલું વિવેચન જોઈએ તેટલું છે. જેઓ યોગ્ય છતાં પણ રસ્તા પરથી ઊતરી ગયા છે, તેઓને રસ્તા પર આણવા માટે આટલા શબ્દો પૂરતા છે. જેઓ સંયમના રસ્તા પર આવ્યા જ નથી તેઓ પણ તેમાં રહેલાં સુખ અને પરિણામ તરફ લય આપી શકે, તેવી યોજના ગ્રંથકર્તાએ રાખેલી છે અને તે પેજના પર લક્ષ્ય રાખીને જ વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન વાંચતાં આ વર્ગના મનમાં ભય વધી જાય અને તેઓ સંયમ સન્મુખ થતાં જ અટકી જાય, એમ ન થવા દેવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ ચોથા વર્ગ, જે વક હોઈ પિતાનાં દુષ્ટ આચરણને બચાવ કરે છે, સમધારી હોવા છતાં ગૃહસ્થી કરતાં પણ વિશેષપણે ઈદ્ધિને મોકળી મૂકી દે છે અને સાધુના વેશમાં (શ્રી મુનિસુંદરસૂરિના શબ્દોમાં કહીએ તો) આજીવિકા જ ચલાવે છે, તેઓ સામાન્ય ઉપદેશથી કઈ દિવસ સુધરવાના નથી. તેઓ પર ગમે તેવા સામાન્ય વાફપ્રહાર કરવામાં આવે તે નકામાં જ જાય છે. આવાને માટે કઈ કઈ વાર જરા આકરા શબ્દ વાપર્યા છે, પરંતુ તેથી પણ જો તેઓ ચાનક લગાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org