________________
અધિકાર ] મિથ્યાત્વાદિનિધ
[ ૩૨૭ ગર્ભજપણે ઉત્પન્ન થાય છે. અંતમુહૂર્ત ગર્ભમાં રહે છે અને પછી તેની માતા મગર મચ્છની પાંપણમાં જ તેને પ્રસવે છે. ગર્ભજ હોવાથી તેને મન હોય છે. તેનું શરીર તંદુલ (ચેખા) જેવડું હોય છે, અને આયુષ્ય અંતમુહૂર્તનું હોય છે. મગરમચ્છની આહાર લેવાની રીત વિચિત્ર છે. એ પાણીને માટે જ મેઢામાં ભરી લે છે અને તેમ કરતાં સંખ્યાબંધ માછલાંઓ તેના મેઢામાં જાય છે. પછી તેના મેઢામાં જાળી (દાંતની બેવડ) હોય છે, તેમાંથી તે પાણી પાછું કાઢી નાખે છે, પણ આ જાળીમાં છિદ્રો મોટાં હેવાથી સંખ્યાબંધ ઝીણાં ઝીણાં માછલાંઓ નીકળી જાય છે. આ વખતે દુર્યાની તંદુલમસ્ય આંખની પાંપણમાં બેઠે બેઠે વિચાર કરે છે કે જે હું આ મગરમસ્યના સ્થાને હોઉં તે આમાંથી એક પણ માછલાને નીકળવા દઉં નહિ. આવા દુર્યાનમાં જ નરકાયુ બાંધી, કાળ કરી, તેત્રીશ સાગરોપમને આઉખે સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે. ઉક્ત પાપ તદ્દન માનસિક છે, છતાં પણ તેની વૃત્તિ બહુ જ ખરાબ હોય છે. મન પર અંકુશ ન હોય, તેની આવી જ સ્થિતિ થઈ જાય છે. જેઓ આખો વખત ગામની વાત કરતા હોય, કૂથળી કરતા હોય, તેઓએ આ નાની હકીકતથી બહુ સમજવાનું છે. સ્ત્રીઓએ પણ વિકથાત્યાગ કરવા ખાસ વિચાર કરે જોઈએ, એમ આ દષ્ટાંત બતાવે છે. વળી, જેમ મનથી મહા પાપબંધ થાય છે તેમ તેને સંવર ક્યથી મહાલાભ થાય છે તે માટે હવે જુઓ. (૨; ૨૪૦).
મનને વેગ વિત્ર પ્રસન્નચદ્ર प्रसन्नचन्द्रराजर्षे-मनःप्रसरसंवरौ ।
नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥३॥ (अनुष्टुप् ) ક્ષણવારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને મનની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનુક્રમે નરક અને મેક્ષનું કારણ થઈ.” (૩)
વિવેચન-મનને વેગ અત્યંત છે. શુભ અધ્યવસાયની ધારા જ્યારે માનસિક રાજ્ય દ્વારા આત્મકુંજ પર પડે છે તે વખતે તેના પરનો મેલ એકદમ ખસી જાય છે, પડી જાય છે, હઠી જાય છે અને જીવ અલ્પ સમયમાં પિતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે. પ્રસનચંદ્ર રાજર્ષિનું ચરિત્ર શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેઓને પણ એ જ પ્રમાણે થયું હતું. મેતાર્ય મુનિ, ધના-શાલિભદ્ર, ગજસુકુમાળ વગેરે અનેક મહાપુરુષે મનોરાજ્ય પર અંકુશ પ્રાપ્ત કરી શુભ ગતિના ભાગી થયા છે. ધનવિજય ગણિ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર આપે
અંતર્મુહૂર્તના ઘણા ભેદે હેવાથી નાનાં નાનાં કેટલાંક અંતર્મદૂ મળીને પણ અંતર્મુહૂર્ત જ કાળ કહી શકાય.
૪ તંદુલમસ્ય તથા પ્રસન્નચંદ્ર રાજર્ષિની હકીકત છેડી થોડી નવમા અધિકારમાં લખી છે, તેને પણ ખાસ કારણથી તેનું અત્ર પુનરાવર્તન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org