________________
અધિકાર ] મિથ્યાત્વાદિનિધ
| [ ૩૨૯ હવે પ્રસન્નચંદ્ર રાજર્ષિને શું થયું તે જોઈએ. તેઓ તે મનમાં મોટી લડાઈ કરવા મંડી ગયા. મેટા સમરાંગણમાં સર્વ શત્રુઓને મારી નાખ્યા, પણ બાકીમાં એક પ્રધાન શત્રુ રહ્યો. આ વખતે સર્વ શ ખૂટી ગયાં, હાથમાં તરવાર સરખી પણ રહી નહિ, છતાં ક્ષત્રિય વીર ડર્યો નહિ. હિંમત મજબૂત રાખી માથા પરના ટોપથી એને મારી નાખીશ, એમ વિચાર કર્યો. હવે પોતાના માથા પર ટેપ લેવા હાથ ઊંચે કર્યો અને માથા પર હાથ ફેરવે છે તે કેશલુચિત તાલકું મળ્યું ! સુજ્ઞ વીર ચેત્ય, જ્ઞાનદષ્ટિ જાગી, વિપર્યાસભાવ ભાગ્ય અને સંવેગ પ્રાપ્ત થયે. વિચાર્યું કે અરે જીવ! આ તું શું કરે છે? કેના પુત્ર અને કોનું રાજ્ય ? વગર વિચાર્યું તે પ્રથમ વ્રતને ભંગ કર્યો. આવા શુદ્ધ અધ્યવસાયમાં ધ્યાનારૂઢ થતાં, સ્વઆચરણની નિંદા કરવા માંડી અને અતિચાર આલોવવા માંડયા. મનથી બાંધેલ કમ મનથી જ ખપાવી દીધાં અને સાતમી નરકને ચગ્ય દળિયાં એકઠાં કર્યાં હતાં, તે વિખેરી નાખ્યાં. હવે વીર પ્રભુને શ્રેણિકે શેડો વખત જવા દઈ ફરીને પ્રશ્ન પૂછો કે “હે પરમાત્મન્ ! તે રાજર્ષિ કદાચ અત્યારે કાળ કરે તે ક્યાં જાય ?” પ્રભુએ ઉત્તર આપ્યો કે “અનુત્તર વિમાને દેવ થાય.” શ્રેણિકને આ ઉત્તરથી વધારે આશ્ચર્ય થયું, તેથી તેનું કારણ પૂછ્યું. મને રાજ્યનું સ્વરૂપ, તેનું જે, તેને વશ કરવાથી થતી અનંત ગુણની પ્રાપ્તિ વગેરે પ્રભુએ સમજાવ્યું. તે સમયે દેવદુંદુભિને અવાજ થયો. શ્રેણિકે પૂછ્યું, “હે પ્રભુ! આ દુદુભિ શેની વાગે છે?” પ્રભુએ કહ્યું કે “ શ્રેણિક રાજા ! એ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે.” શ્રેણિક રાજાને આ હકીક્ત જાણી મનને વેગ કે બળવાન હોય છે તે બરાબર સમજાયું.
આ દષ્ટાંતથી મને રાજ્યની વેગવાળી ભાવના સમજાણી હશે એ અગત્યના વિષયમાં વારંવાર પર્યાલોચન કરવાની જરૂર છે. મનનું બંધારણ પણ જાણવા જેવું છે, જેને માટે નીચેના બે શ્લોક મનન કરવા યે ગ્ય છે. (૩; ૨૪૧).
મનની અપ્રવૃત્તિ-સ્થિરતા __ मनोऽप्रवृतिमात्रेण, ध्यानं नैकेन्द्रियादिषु ।
धर्मशुक्लमनःस्थैर्य-भाजस्तु ध्यायिनः स्तुमः ॥ ४ ॥ (अनुष्टुप् )
મનની પ્રવૃત્તિ ન કરવા માત્રથી જ ધ્યાન થતું નથી, જેમ કે એકેદ્રિય વગેરેમાં (તેઓને મન ન હોવાથી મનની પ્રવૃત્તિ નથી); પણ જે ધ્યાન કરનાર પ્રાણીઓ ધર્મ ધ્યાન અને શુધ્યિાનને લીધે મનથી સ્થિરતાના ભાજનભૂત થાય છે, તેઓની અમે સ્તુતિ કરીએ છીએ.” (૪)
વિવેચન–શ્રી અધ્યાત્મપનિષદ (યોગશાસ્ત્ર)ના પાંચમા પ્રકાશમાં અનુભવી યોગી શ્રીમાન્ હેમચંદ્રસૂરિ કહે છે કે પવનરોધ વગેરે કારણેથી પ્રાણાયામનું સ્વરૂપ અન્ય દર્શનકારોએ બતાવ્યું છે તે બહુ ઉપયોગી નથી; તે તે કાળજ્ઞાન માટે અને શરીર આરોગ્ય માટે જાણવા જેવું છે. આમ કહીને ત્યાર પછી તેનું સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ અ ૪૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org