________________
અધિકાર] યતિશિક્ષા
[ ૨૯૭ વર્તમાન દશા સુધારવાની શુભ ઈરછામાં પ્રવૃત્ત થયેલા સૂરિ કટાક્ષરૂપે કડવી ઔષધિનું પાન કરાવે છે, એ બરાબર સમજીને એના આશય પ્રમાણે વર્તન કરવું. (૩૭; ૨૧૮)
પરીષહ સહન કરવામાં વિશેષ શુભ ફળ समग्रचिन्तातिढतेरिहापि, यस्मिन्सुखं स्यात्परमं रतानाम् । परत्र चन्द्रादिमहोदयश्रीः, प्रमाद्यसीहापि कथं चरित्रे ? ॥ ३८ ॥ (उपजाति )
“ચારિત્રથી આ ભવમાં સર્વ પ્રકારથી ચિંતા અને મનની આધિને નાશ થાય છે, તેથી તેમાં જેને લય લાગી હોય તેઓને મોટું સુખ થાય છે અને પરભવમાં ઈંદ્રાસન કે મેક્ષની મહાલક્ષમી મળે છે. આ પ્રમાણે છે છતાં પણ આ ચારિત્રમાં શા માટે પ્રમાદ કરે છે ?”
વિવેચન–ચિંતા-રાજભય ને ચારભય. આતિ-પિતાના અને બીજાના ભરણપોષણ વગેરેથી થતી માનસિક પીડા.
સાધુજીવનમાં મોટે ભાગે self-denial સ્વાત્મસંતોષ અને લત્ય વસ્તુને પણ ઈરછાપૂર્વક ત્યાગ જેવામાં આવે છે. એ સ્વાત્મસંતોષ અને સ્વયં ત્યાગમાં કેટલો આનંદ છે તે આપણે અનેક પ્રસંગે અગાઉ જઈ ગયા છીએ. એમાં ચિંતા કે બીજા કોઈ પણ પ્રકારની માનસિક ઉપાધિની ગેરહાજરી જોવામાં આવે છે. આ મોટા લાભ આગળ બીજી સર્વ વસ્તુઓ અ૫ છે, નકામી છે, અવગણનાને યોગ્ય છે. એ માનસિક સુખ પ્રાપ્ત કરવા માટે ગમે તે પ્રકારની અગવડ સહન કરવી પડે તે પણ તેમાં પાછા હઠવું જોઈએ નહિ. આ સ્થળ સુખ ઉપરાંત આત્મિક વૃત્તિ શુદ્ધ થવાથી નવીન કર્મબંધ થતું નથી અથવા થાય છે તે શુભ થાય છે. પ્રથમથી (કર્મબંધના અભાવે) એક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે, ત્યારે બીજાથી (શુભ કર્મબંધથી) ઈદ્ર, મહદ્ધિક દેવ વગેરેની મહાલક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચારિત્રથી સર્વત્ર આનંદ છે. ટીકાકાર તેટલા માટે જ કહે છે કે –
न च राजभयं न च चौरभयं, न च वृत्तिभयं न वियोगभयम् ।
इहलोकसुखं परलोकसुख, श्रमणत्वमिदं रमणीयतरम् ॥ એટલે “સાધુજીવનમાં રાજભય, ચારભય, વૃત્તિ (આજીવિકા)ભય કે વિયોગભય નથી, આ ભવમાં પણ સુખ છે અને પરભવમાં પણ સુખ છે; તેથી સાધુપણું રમણીય છે.”
આમ હકીકત છે, ત્યારે તે આત્મન્ ! તું સર્વ પ્રકારે લાભ કરે તેવા જીવનને પ્રાપ્ત કરવામાં અથવા પ્રાપ્ત કરીને તેને નિર્વાહ કરવામાં શા માટે પ્રમાદ કરે છે? (૩૮; ૨૧૯)
* * ૨૧૧-૨૧૯ સુધીના નવ શ્લોકે બહુ અસરકારક છે અને ખાસ યતિ જીવને ઉદ્દેશીને લખાયા છે. એમાં પરીષહસાહન અને પ્રમાદિત્યાગને વિષય મુખ્ય છે. એ બાવીશ પરીષહ સહન કરવાથી મુનિજીવન સફળ થાય છે. એ બાવીશ પરીષહ નીચે પ્રમાણે છે – અ. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org