________________
૩૦૦ ] અધ્યાત્મકલ્પમ
[ ત્રયોદશ ભાવના-સંયમસ્થાન; તેને આશ્રય अनित्यताधा भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे । जिघत्सया ते त्वरते ह्ययं यमः, श्रयन् प्रमादान भवाद् विभेषि किम् ॥४०॥ (वंशस्थविल)
અનિત્યપણું વગેરે સર્વ ભાવનાઓ નિરંતર ભાવ; જે સંયમના (મૂળ તથા ઉત્તર) ગુણો મુશ્કેલીથી સાધી શકાય છે, તેમાં યત્ન કર. આ યમ (કાળ) તને ખાઈ જવા માટે ઉતાવળ કરે છે, ત્યારે પ્રમાદને આશ્રય કરતી વખતે તું શું સંસાર-ભ્રમણથી બીતે નથી?” (૨૪)
વિવેચન–બાર ભાવનાની વધારે વિગત શાંતસુધારસ ગ્રંથમાં આપી છે – આ સંસારમાં કઈ વસ્તુ નિત્ય નથી, સર્વ નાશવંત છે, માત્ર આત્મા નિત્ય છેઃ
આ અનિત્ય ભાવના. ૨. આ જીવને જિનવચન સિવાય કોઈને આધાર નથી, તે ધારે તે પોતાની સત્તા
સિદ્ધ કરી, પિતાના પગ ઉપર ઊભા રહી શકેઃ આ અશરણુભાવના. ૩. આ સંસારમાં ભ્રમણ કરતાં જીવ અનેક વખત રંક અને રાજા થાય છે, ભિક્ષુ અને
ઇંદ્ર થાય છે, રોગી અને પુષ્ટ થાય છે; તેમ જ સંબંધમાં પણ પુત્ર હોય તે પિતા થાય છે, સ્ત્રી હોય તે માતા થાય છે, માતા સ્ત્રી થાય છે વગેરે અનેક પ્રકારની
વિચિત્રતા થયા જ કરે છે. આ સંસારભાવના. ૪. આ જીવ એકલે આવે છે, એકલો જવાનો છે, એનું કોઈ નથી, એ કેઈને નથી;
એની સાથે કઈ જવાનું નથી ? એ એકત્વભાવના. ૫. જેને હે આત્મન્ ! તું તારું ગણે છે, તારાં ગણે છે, તે તારુ નથી કે તારાં નથી.
પિગલિક વસ્તુઓ પર છે, વિનાશી છે, ત્યાજ્ય છે; તેમ જ સગાંસ્નેહી, સ્ત્રી, પુત્રાદિ પણ તારાં નથી, તું સર્વથી ભિન્ન છે ? આ અન્યત્વભાવના. શરીર પર તને મહામહ છે, પણ તેમાં અશુચિ ભરેલી છે, દુગધી વસ્તુથી તે ભરપૂર છે, તેમાંના એક પદાર્થ પર પણ પ્રીતિ થાય તેવું નથી. માંસ, રુધિર, ચરબી, હાડકાં અને ચામડી એ સવ અપવિત્ર પદાર્થોનું તે બનેલું છે, માટે શરીર પર મમત્વ
છોડી દેવું? આ અશુચિભાવના. ૭. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાના યોગોથી જ કર્મબંધ થાય છે એ
કર્મોનું શુભાશુભપણું સમજવું અને એને પ્રવાહ વિચાર એ આશ્રવભાવના
કહેવાય છે. ૮. તેવી જ રીતે સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, ચારિત્ર, પરીષહસહન વગેરેથી કમબંધ થત
- ह्ययं यम इति स्थानेऽसंयमः इति पाठः प्रसिद्धार्थः ।
Jain Education International
- For Private & Personal Use Only
www.jainelibrary.org