________________
૧૦.
અધિકાર ]. યતિશિક્ષા
| [ ૩૦૧ અટકે છે, કર્મનું પ્રવેશદ્વાર બંધ થાય છે. એ સંબંધી વિચાર કરે એને સંવરભાવના કહેવામાં આવે છે. ૯. એ ઉપરાંત આત્મપ્રદેશ સાથે લાગેલાં જૂનાં કર્મોને બાહ્ય આત્યંતર તપ કરીને ખેરવી
નાખવાં, એને વિપાકેદય થવા દેવે જ નહિ, એ પ્રબળ પુરુષાર્થને નિરા કહેવામાં આવે છે. એની વિચારણને નિર્જરાભાવના કહેવામાં આવે છે. વિશ્વમંડળની રચના, નરકના પાથડા તથા આંતરનું સ્વરૂપ, મૃત્યુલેકને પ્રદેશ, બાર દેવલોક, રૈવેયક, અનુત્તર વિમાન અને મોક્ષનું સ્થાન, તેમાં રહેલા જ અને તે સર્વ સાથે પિતાના સંબંધ અને તે સર્વ સ્થળમાં થયેલાં અનંતવાર જન્મ
મરણ વિચારવાં એ વિશ્વરચનાભાવના. ૧૧. ધર્મ જીવને દુર્ગતિમાં પડતે બચાવે છે; એ કરતી વખતે મનમાં આનંદ થાય છે
અને કોઈને નુકસાન થતું નથી. એ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર રૂપે, અથવા સાધુના દશ યતિધર્મરૂપે, શ્રાવકનાં બાર વ્રત તેમ જ એકવીસ ગુણરૂપે, માર્ગાનુસારીના પાંત્રીશ ગુણરૂપે, એમ અનેક રૂપે શાસ્ત્રમાં વર્ણવ્યું છે, તેને
કહેનાર ઉત્તમ પુરુષની દુર્લભતા વિચારવી એ ધર્મભાવના. ૧૨. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને ઓળખવા મુશકેલ છે, ઓળખીને તેને પૂજવા, વાંચવા
ને આરાધવા એ વધારે મુશ્કેલ છે, પરંતુ તે જ ખરું કર્તવ્ય છે, એ સાધક અરિહંત ભાવના,
આ બાર ભાવના નિરંતર ભાવવી. એ ઉપરાંત મૈત્રી, પ્રદ, કરુણ અને માધ્યત્ર્ય એ ચાર ભાવનાઓ ખાસ નિરંતર ભાવવી. (એનું સ્વરૂપ પ્રથમ અધિકારમાં અને શાંત સુધારસમાં સ્પષ્ટ કર્યું છે.)
હે સાધુ! તારે ચરણસિત્તરી અને કરણસિત્તરી બહુ સારી રીતે પાળવી જોઈએ. એ દરેકના સિત્તેર સિત્તેર ભેદ લખતાં લંબાણ થાય તેમ છે, છતાં પણ સંક્ષેપથી એ સિત્તેર ભેદનું સ્વરૂપ અત્ર બતાવીએ છીએ, કારણ કે એ સાધુજીવનમાં બહુ જ ઉપયોગી છે.
પ્રથમ ચરણસિત્તરીના ૭૦ ભેદ બતાવીએ છીએx
वयसमणधम्म संजम, वेयावच्चं च बंभगुत्तीओ ।
नाणाइतियं तव कोहनिग्गहाई चरणमेयं ॥ પાંચ મહાવ્રત–એ સુપ્રસિદ્ધ છે. સાધુએ લેવાનાં પાંચ મહાવ્રતો. દશ યતિધર્મ–એ બહુ જ ઉપગી છે. એ યતિજીવન જ છે - * શાંતસુધારસ ગ્રંથ બે ભાગમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ (ભાવનગર) પ્રકટ કરેલ છે.
૪ વિશેષ વિસ્તારથી આનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસુએ “પ્રવચનસારોદ્ધાર” પ્રકરણરત્નાકર ભાગ ત્રીજનાં પૃષ્ઠ ૧૬૦ થી ૨૨૮ સુધી જેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org