________________
૨૮૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ ગયોદક્ષ તે મળતાં નથી ત્યારે બીજા ઉપર છેષ કરે છે; (પણ તેમ કરવાથી ) આ ભવમાં બળતરા વહેરી લે છે અને પરભવે મુગતિમાં જવાનું છે.” (૧૮)
વિવેચન–તું નસીબને મળે છે, પરભવે દાનાદિ કર્યા નથી, છતાં આ ભવમાં પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખે છે અને નથી મળતી ત્યારે ખેદ પામે છે. પણ તેમાં તારી ભૂલ છે. કોઈ પણ બાબતની ઈચ્છા રાખ્યા પહેલાં, તેને માટે લાયક થવાની ઘણી જરૂર છે. જે સ્તુતિ મેળવવાની તારી ઈચ્છા હોય તો ગુણવાન થા, અભ્યાસ કર, તારી ફરજ બજાવ. સ્તુતિ એવી વસ્તુ છે કે જે તેને ઈચ્છે છે, તેનાથી તે દૂર જાય છે; પણ જે તેને લાત મારી તેનાં કારણે મેળવે છે, તેને તે વળગતી આવે છે. મતલબ, સ્તુતિને ઈરછવાની જરૂર નથી, પણ ગુણ પ્રગટ કરવા માટે પ્રયાસ કરવાની જરૂર છે.
અને ખાસ કરીને તું કેણુ છે ? એક રીતે જોઈએ તે તદ્દન વહેવારુ જીવ છે, અનંત જીવસમુદાયમાંના માત્ર એક સમુદાયમાં તું એક છે, ત્યારે સ્તુતિ શી ? કેટલો વખત ચાલશે? કોણ યાદ રાખશે ? વળી, બીજી રીતે જઈશ તે, તું સાધુ છે, વીર પરમાત્માને જયેષ્ઠ પુત્ર છે, તેનું શાસન તારા પર વતે છે; વીર પરમાત્મા કદી સ્તુતિની ઈરછા કરતા હતા? ઇદ્રના મહોત્સવથી કે દશાર્ણભદ્રના સામૈયાથી તેઓના મન પર જરા પણ અસર થઈ હતી? તારા વડીલ-તારા ઉપકારીને પગલે ચાલ, લાયક થા અને આ સારે પ્રસંગ મળે છે, તેને સદુપયોગ કરી લે.
છતાં પણ જે તું સ્તુતિની ઈચ્છા કરીશ તે તેથી તને શું લાભ છે ? ગુણ વગર કઈ તારી સ્તુતિ કરશે?નહિ કરે, એટલે તને ખેદ થશે. વળી, સ્તુતિ મેળવવા માટે તારે ફોકટ પ્રયાસ કરવો પડશે તે લાભમાં રહેશે. બાકી તે, અત્ર સંતાપ અને પત્ર દુર્ગતિ. માટે First deserve and then desire-પહેલાં લાયક થા અને પછી ઈચ્છા કર. (૧૮; ૧૯૯)
ગુણ વગર સ્તુતિની ઈચ્છા કરનારનું રણ गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिग्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिविना ततस्ते भविता न निष्क्रयः ॥१९॥ (वंशस्थ )
“તું ગુણ વિનાને છે, છતાં પણ લોકો તરફથી વંદન, સ્તુતિ, આહારપાણીનું ગ્રહણ વગેરે ખુશી થઈને મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, ગાય, ઘેડ, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વગર, તું તે દેવામાંથી છૂટે થઈ શકીશ નહિ.” (૧૯)
વિવેચન–દેવું ભારોભાર તળી આપવું પડશે, લેણદેણ પતાવવી પડશે અને હિસાબ ચૂકતે કરવું પડશે. તું સમજીશ નહિ કે લોકે તને વાંદે છે, પૂજે છે, આહાર વહરાવવા સારુ આડા પડીને ઘેર લઈ જાય છે, તે તને મફતમાં પચી જશે. જે અત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org