________________
અધિકાર ]. યતિશિક્ષા
[ ૨૮૫ કરીએ છીએ અને સભાને રીઝવવા સારુ વ્યાખ્યાન વાંચીએ છીએ અથવા કેકશાસ, કામશાસ્ત્ર વગેરે શીખીએ છીએ, અથવા માયાયુક્ત વર્તન અને વચનરચના રાખીએ છીએ, તે તને કહેવાનું કે હે ભાઈ! આવું કરંજન કેટલો વખત ચાલશે? અત્યારે પાંચ પચાસ માણસ તારાં વખાણ કે સ્તુતિ કરે, તેમાં શું થઈ ગયું ? સે વરસ પછી તું ક્યાં હઈશ અને તેઓ ક્યાં હશે? વળી, તારા મરણ પછી તારું શું બેલાશે તે તારે ક્યાં સાંભળવું છે? માટે આ બધો બાહ્યા વ્યાપાર છેડી દે, ખરેખર લાભ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ શરૂ કરી દે અને ખસૂસ કરીને મન-વચન-કાયાના વ્યાપારોને એકસરખા પ્રવર્તાવવા પ્રયાસ કર. જે આ પ્રમાણે કરીશ તે લાભ થશે બાકી, જરા વિચાર તે ખરો કે, જનરંજનથી લાભ શું? તને ક્ષણિક સુખનો પણ ખરેખરો ખ્યાલ નથી. તું વિચાર કર્યો વગર દેરવાઈ ગયો છે. વિચાર, જાગ્રત થા ! (૨૩; ૨૦૪).
- ૯ ૧૯૮–૨૦૪–આ સાત શ્લેકમાં લેકસસ્કાર અને લોકરંજન પર વિવેચન કર્યું છે. મનુષ્યના મનોવિકારો પૈકી આ ઘણે નબળો મનોવિકાર છે, અને, જરા વાસ્તવિક વિચાર કરવામાં આવે છે, એ મનેવિકારનું પોકળપણું તુરત જણાઈ આવે તેમ છે. વાસ્તવિક રીતે લોકસત્કાર કે વંદન-પૂજનમાં કાંઈ દમ જેવું નથી, છતાં આ જીવ એવી વિભાવદશામાં આવી ગયો છે કે પાંચ માણસ એનું સારું બોલે તે સાંભળીને-જાણીને રાજી થાય છે. તેમાં સત્ય હકીક્ત છે કે હું માન મળે છે, તેને પણ આ જીવને
ખ્યાલ રહેતો નથી. નજીવી બાબતમાં ફૂલણજી બની જાય છે અને કેઈ કામ કદાચ સારું કરે તો પણ તે કામ પચીશ માણસે કેવી રીતે જાણે અને પિતાને મુબારકબાદી આપે તેની જ સંકલના હૃદયમાં કર્યા કરે છે. આવી રીતે આ જીવ પોતાનું હિત થાય તેવું કાંઈ કરતું નથી તેથી, અથવા કરીને ધોઈ નાખે છેતેથી, તે લાભ પ્રાપ્ત કરતું નથી; માનહાથી પર બેસીને જગતને મંદ સ્થિતિવાળું ગણે છે. જગતના જી પણ પ્રાયે અભિમાની હોય છે, તેથી આ બિચારો વારંવાર પાછો પડે છે, વળી ઊઠે છે અને એમ ને એમ જિંદગી પૂરી કરે છે. ભલા સાધુ ! તું એક વાત વિચારઃ તને અત્યારે કેટલાંક માણસે ઓળખતાં હશે ? સામાન્ય માણસને અત્યારે પ્રાયઃ બે હજારથી વધારે માણસ સાથે ઓળખાણ હોતી નથી. હવે અત્યાર સુધી જણાયેલી અને પ્રચારવાળી પૃથ્વી પર એક અબજ ને સાઠ કરેડ માણસે છે, ત્યારે તને બે હજાર માણસે માન આપે કે ન આપે, તેમાં દમ શો છે? વળી તું કેણુ? તું ગુણચંદ? ભૂલ્ય. ગુણચંદ તે આ શરીર ને આત્માના સંબંધને લીધે સ્થાપેલું નામ છે. તારી અત્ર સ્થિતિ કેટલી? ગુણચંદ તરીકે તને માન મળશે તે કેટલા વખત સુધી ? પછી તું ક્યાં જઈશ? તારા ગુણચંદ નામના વખાણને અને તને શું સંબંધ રહેશે? આ દષ્ટિથી વિચારીશ તે સમજાશે કે વંદન, પૂજન કે લોકસત્કારમાં કાંઈ દમ જેવું નથી. ત્યારે દમ શેમાં છે? ગુણમાં–લાયકાતમાં-ફરજ બજાવવામાં એ ગુણપ્રાપ્તિના પ્રયાસમાં આનંદ છે, કારણ કે વૃત્તિ શાંત છે, ગુણપ્રાપ્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org